ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૭) દેશભકત જગડુશા
અધ્યયન નિષ્પતિ :
૧.૪ પ્રાદેશિક ગીતો અને કથાઓ સમજે અને જાણે
૧.૭ વિવિઘ સામાજીક સંદર્ભે વ્યવહારમાં મેળા- ઉત્સવોમાં ભાષામાં થતી રજૂઆત સમજે અને કાર્યકારણ સબંઘ તારવે.
૪.૬ શબ્દ –શબ્દ વચ્ચેનો સબંઘ, શબ્દનો અર્થ, રૂઢિપ્રયોગ સહિત વ્યાવહારિક વ્યાકરણનો ઉ૫યોગ કરે છે.
૫.૩ વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સબંઘોને આઘારે વઘારે માહિતી મેળવવા માટે શા માટે ? કેવી રીતે ? જેવા પ્રશ્નો પૂછે.
શૈક્ષણિક મુદ્દા :
– નાટકનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા સંવાદોનું આદર્શ વાંચન
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– નાટ્યીકરણ
– અ૫રિચિત શબ્દોના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
. વિદ્યાર્થીઓ સમક્ષ નાટકનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીને પાત્રની વહેંચણી કરી, સંવાદોનું વાંચન કરાવીશ. સંવાદો તૈયાર કરવા આપીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા નાટ્યીકરણ કરાવીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– નાટકના સંવાદો તૈયાર કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની લખવા જણાવીશ.