ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૬) ઘૂળિયે મારગ (કાવ્ય)
અધ્યયન નિષ્પતિ :
ર.ર કાવ્યનો મુખપાઠ કરી ભાવવાહી ૫ઠન કરી સાર રજૂ કરે.
ર.૪ ૫રિસંવાદ, ચર્ચામાં ભાગ લે અને પોતાના અભિપ્રાયો રજૂ કરે અને જે તે સંદર્ભે પ્રશ્નો પૂછે.
૩.૬ ગદ્ય – પદ્યની સમીક્ષા કરે.
૪.૧ વ્યક્તિગત અને જૂથમાં સક્રિય ભાગીદારી લે અને પોતાની વાત રજૂ કરે.
૧.૮ આશરે ર૦૦૦ શબ્દો જાણે અને શબ્દકોશનો ઉપયોગ કરી વ્યાવહારિક વ્યાકરણ જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્યનું આદર્શ પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક ૫ઠન
– કાવ્યનું આદર્શ ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક તથા વ્યક્તિગત ગાન
– કાવ્યનો ભાવાર્થ
– અ૫રિચિત શબ્દોના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ મૂક ૫ઠન કરશે. કાવ્ચનું આદર્શ ગાન કરીશ. વિદ્યાર્થીઓ સામૂહિક તથા વ્યક્તિગત ગાન કરશે. કાવ્યપંકિતનો ભાવાર્થ સમજાવીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવીશ. લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.