ધોરણ : 8 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૧) બજારમાં
અધ્યયન નિષ્પતિ :
૨.૬ પોતાની લાગણીઓ મૂંઝવણો અનુભવો અને વિચારો અસરકારક રીતે રજૂ કરે છે.
૩.૧ ચિત્ર વર્ણન કરે અને લખે.
૧.૩ રમતો, પ્રવૃતિઓ, મુલાકાતો, ઇન્ટરવ્યુ, પ્રોજેકટ કાર્ય દ્વારા સમજ કેળવે.
૨.૮ રૂબરૂ મુલાકાત વખતે યોગ્ય પ્રશ્નો પૂછી માહિતી મેળવે.
૪.૨ સ્વાનુભવો, વિચારો અને મંતવ્યોને રોજનીશીમાં નોઘો.
શૈક્ષણિક મુદ્દા :
– ચિત્રનું અવલોકન
– ચિત્રનું વર્ણન
– ચિત્રના વર્ણનનું લેખન
– અન્ય ચિત્ર વાર્તાનું વાંચન
– સામયિકો, વર્તમાનપત્રોના કટીંગ/ રેપર્સનો સંગ્રહ
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ચિત્ર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ ચિત્રનું અવલોકન કરીશ. ચિત્રનું વર્ણન કરીશ. કરેલા વર્ણનની નોંઘ કરાવીશ. અન્ય ચિત્ર વાર્તાનું વાંચન કરાવીશ. અન્ય સામયિકો વર્તમાન૫ત્રોના કટીંગ / રે૫રના સંગ્રહ કરાવી અંક તૈયાર કરાવીશ. ચિત્રના વર્ણન ૫રથી પ્રશ્નોના ઉત્તર લખવા જણાવીશ.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.