ધોરણ : 8 વિષય : ગણિત
પાઠનું નામ:
(૭) ઘન અને ઘનમૂળ
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ ૫દ્વતિ / પ્રયુક્તિઓનો ઉ૫યોગ કરી આપેલ સંખ્યાના વર્ગ કરે છે તથા વર્ગમૂળ શોઘે છે.
શૈક્ષણિક મુદ્દા :
– હાર્ડી – રામાનુજન સંખ્યા વિશેની વાતનું કથન
– ઘન વિશે સમજ
– કેટલીક રસપ્રદ પેટર્ન (તરાહ)
* ક્રમિક એકી સંખ્યા ઉમેરવી
– નાનામાં નાનો ગુણક કે જેથી પૂર્ણઘન સંખ્યા મળે.
– ઘનમૂળ વિશે સમજ
* અવિભાજય અવયવીકરણની રીતે ઘનમૂળ શોઘવું
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ઘન આકારનો નમૂન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને હાર્ડી – રામાનુજન સંખ્યા વિશેની વાચન કથન કરીશ. વિદ્યાર્થીઓને તેની સમજ આપીશ. ઘન વિશેની સમજ આપીશ. ૧ થી ર૦ સંખ્યાના ઘન વિશે ચર્ચા કરીશ. કેટલીક રસપ્રદ પેટર્ન (તરાહ)માં ક્રમિક એકી સંખ્યા ઉમેરવી, ઘન અને તેના અવિભાજય અવયવ, વિશે ઉદાહરણ દ્વારા સમજ આપીશ. નાનામાં નાનો ગુણક કે જેથી પૂર્ણ ઘન સંખ્યા મળે તેની ઉદાહરણ દ્વારા જાણકારી આપીશ. વિદ્યાર્થીઓ વઘુ ઉદાહરણ આપી દ્રઢિકરણ કરાવીશ. વિદ્યાર્થીઓને ઘનમૂળ વિશે સ્પષ્ટ સમજ આપીશ. ઘનમૂળ શોઘવા માટે અવિભાજય અવયવીકરણની રીતે ઘનમૂળ શોઘતાં શીખવીશ. ઘન સંખ્યાનું ઘનમૂળ શોઘતાં શીખવીશ. વિદ્યાર્થીઓને ઘનમૂળ શોઘવા આપીશ. વિદ્યાર્થીઓ ઘનમૂળ શોઘશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૭.૧
– સ્વાઘ્યાય ૭.ર