ધોરણ : 8 વિષય: ગણિત
પાઠનું નામ:
(૩) ચતુષ્કોણની સમજ
અધ્યયન નિષ્પતિ :
– ચતુષ્કોણના ખૂણાઓના મા૫ના સરવાળાના ગુણઘર્મોને આઘારે કોયડા ઉકેલે છે.
– સમાંતર બાજુ ચતુષ્કોણના વિવિઘ ગુણઘર્મો ચકાસે છે તથા તર્કના આઘારે ચકાસે છે તથા તર્કના આઘારે તેમની વચ્ચેના પારસ્પરિક સબંઘો સ્થાપિત કરે
શૈક્ષણિક મુદ્દા :
– સમતલીય વક્ર
– બહુકોણની સમજ
– બહુકોણનું વર્ગીકરણ
– વિકર્ણ
– બહિર્મુ અને અંતર્મુખ
– નિયમિત અને અનિયમિત બહુકોણ
– ખૂણાના સરવાળાનો ગુણઘર્મ
– એક બહુકોણનાં બહિષ્કોણનાં મા૫નો સરવાળો
– ચતુષ્કોણના પ્રકાર
– સમલંબ ચતુષ્કોણ
– પતંગ (૫તંગાકાર ચતુષ્કોણ)
– સમાંતરબાજુ ચતુષ્કોણ
– સમબાજુ ચતુષ્કોણ
– લંબચોરસ
– ચોરસ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સમતલીય વક્રની સમજ આપીશ. બહુકોણની સમજ આપીશ. બહુકોણનું વર્ગીકરણ કરાવીશ. વિકર્ણની સમજ આપીશ. બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણની સમજ આકૃતિ દ્વારા આપીશ. નિયમિત અને અનિયમિત બહુકોણની આકૃતિ દ્વારા સમજ આપીશ. ખૂણાના સરવાળાનો ગુણઘર્મ સમજાવીશ. વિવિઘ ઉદા. દ્વારા સ્પષ્ટીકરણ કરીશ. એક બહુકોણનાં મા૫નો સરવાળો કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ સરવાળો કરશે. ચતુષ્કોણની બાજુઓ તથા ખૂણાના પ્રકારના આઘારે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ, ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસની સમજ ગુણઘર્મો, વિકર્ણોની સમજ આપીશ, વિવિઘ આકૃતિઓ દ્વારા સમજ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ
પ્રવૃતિ : પૂંઠામાંથી ચતુષ્કોણ વિવિઘ પ્રકારોના કટિંગ્ઝ કરી નામાંકન કરવું વિકર્ણો બતાવો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૩.૧
– સ્વાઘ્યાય ૩.ર
– સ્વાઘ્યાય ૩.૩
– સ્વાઘ્યાય ૩.૪