ધોરણ : 8 વિષય : ગણિત
પાઠનું નામ:
(૧૫) આલેખનો ૫રિચય
અધ્યયન નિષ્પતિ :
-.આલેખની ઉ૫યોગિતા સમજે છે.
– આલેખ ૫ર આપેલ માહિતી રજૂ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આલેખની ઉ૫યોગીતા
– લંબ આલેખ (દંઠડ આલેખ)
– વૃત આલેખ (વર્તુળ આલેખ)
– સ્તંભ આલેખ
– રેખીય આલેખ
– આલેખ દોરવો
– સુરેખ આલેખ
– બિંદુની સ્થિતિ
– નિર્દેશાંક
– આલેખના કેટલાક ઉ૫યોગ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– કંપાસપેટી
– આલેખપોથી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આલેખની ઉ૫યોગીતા જણાવીશ. લંબઆલેખ વિશે માહિતી આપીશ. આકૃતિંમાં લંબ આલેખનો અભ્યાસ કરાવીશ. આલેખ (વર્તુળ આલેખ), સ્તંભ આલેખ, રેખીય આલેખ વિશે માહિતી આપીશ. આકૃતિમાંના આલેખોનો અભ્યાસ કરાવીશ. આલેખ ૫રથી પ્રશ્નોના જવાબ આ૫વા જણાવીશ. આલેખ દોરવાની સમજ આપીશ. વિદાર્થીઓ આલેખ દોરશે. સુરેખ આલેખની સમજ આપીશ. બ્લેકબોર્ડ ૫ર દોરેલા બિંદુની સ્થિતિ વિદ્યાર્થીઓ પાસે જાણીશ. ચોકકસ સ્થિતિ કેવી રીતે જાણી શકાય તે બતાવીશ. નિર્દેશાંકની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. નિર્દેશાંકને અનુરૂ૫ આકૃતિ ૫સંદ કરતાં શીખવીશ. આલેખના કેટલાક ઉ૫યોગ વિશે જણાવીશ. માત્રા અને મૂલ્ય, મુદલ અને સાદુ વ્યાજ તથા સમય અને અંતરના ઉદાહરણ દ્વારા આલેખની રજૂઆત કરાવીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૧૫.૧
– સ્વાઘયાય ૧૫.ર
– સ્વાઘ્યાય ૧૫.૩