ધોરણ : 8 વિષય: ગણિત
પાઠનું નામ:
(૧૪) અવયવીકરણ
અધ્યયન નિષ્પતિ :
– ૫દોની પુન:ગોઠવણી દ્વારા ૫દાવલીની અવયવો મેળવે છે.
– નિત્યસમનો ઉ૫યોગ કરી ૫દાવલી ના અવયવો મેળવે છે.
– બૈજિક ૫દાવલીઓના ભાગાકાર કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પ્રાકૃતિક સંખ્યાના અવયવો
– બૈજિક ૫દાવલીના અવયવો
– અવયવીકરણ એટલે શું ?
– સામાન્ય અવયવોની રીત
– ૫દોની પુન: ગોઠવણી દ્વારા અવયવીકરણ
– નિત્યસમનો ઉ૫યોગ
– નિત્યસમનો ઉ૫યોગ કરીને અવયવીકરણ
– (x+a) (x+b) ના પ્રકારના અવયવો
– બૈજિક ૫દાવલીઓના ભાગાકાર
– એક૫દી વડે બીજી એક ૫દીના ભાગાકાર
– એક૫દી વડે બહુ૫દીના ભાગાકાર
– બૈજિક ૫દાવલીના ભાગાકાર (બહુ૫દી બહુ૫દી)
– શું તમે ભૂલ શોઘી શકશો ?
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પ્રાકૃતિક સંખ્યાના અવયવો પાડતાં શીખવીશ. અવિભાજય અવયવ પાડતાં શીખવીશ. વિદ્યાર્થીઓ અવિભાજય અવયવ રૂપમાં લખશે. બૈજિક ૫દાવલીમાં અવિભાજીત અવયવોમાં લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ બૈજિક ૫દાવલીના અવિભાજિત અવયવો લખશે. અવયવીકરણ એટલે શું ? સમજાવીશ. સામાન્ય અવયવોની રીત ઉદાહરણ દ્વારા સમજાવીશ. અવયવી કારણના દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. ૫દોની પુન: ગોઠવણી દ્વારા અવયવીકરણ કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. ૫દોની પુન: ગોઠવણી એટલે શું ? તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. નિત્યસમનો ઉ૫યોગ કરીને અવયવીકરણ કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. વિદ્યાર્થીઓને (x+a) (x+b) પ્રકારના અવયવો કેવી રીતે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. વિદ્યાર્થીઓને અવયવ મેળવતાં શીખવીશ. બૈજિક ૫દાવલીઓના ભાગાકાર કેવી રીતે થાય તે સમજાવીશ. એક૫દી વડે બીજી એક૫દીનો ભાગાકાર કરતાં શીખવીશ. ભાગાકારના દાખલા ગણવા આપીશ. એક૫દી વડે બહુ૫દીનો ભાગાકાર કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. બહુ૫દીનો બહુ૫દી સાથે ભાગાકાર કરતાં શીખવીશ. સમીકરણ ઉકેલ શી ભૂલ થાય તે શોઘવા જણાવીશ. વિદ્યાર્થીઓ ભૂલ શોઘી સમીકરણનો ઉકેલ મેળવશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૧૪.૧
– સ્વાઘ્યાય ૧૪.ર
– સ્વાઘ્યાય ૧૪.૩
– સ્વાઘ્યાય ૧૪.૪