ધોરણ : 8 વિષય: ગણિત
પાઠનું નામ:
(૧૩) સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ
અધ્યયન નિષ્પતિ :
– સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ સમજે છે અને તેને લગતા કોયડા ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– એક રાશિમાં થતાં ૫રિવર્તનને કારણે અન્ય રાશીમાં ૫રિવર્તન આવે છે.
– સમપ્રમાણની સમજ
– સમપ્રમાણને લગતાં વ્યવહારૂં કોયડા
– વ્યસ્તપ્રમાણની સમજ
– વ્યસ્તપ્રમાણને લગતા વ્યવહારૂં કોયડા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને એક રાશિમાં થતાં ૫રિવર્તનને કારણે અન્યરાશિમાં ૫ણ ૫રિવર્તન થાય છે. તેવાં ઉદાહરણો આપીશ. વિદ્યાર્થીઓ પાસે બીજી આવી ૫રિસ્થિતિઓ લખાવીશ. સમપ્રમાણની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. વ્યાવહારિક ઉદાહરણો દ્વારા સમપ્રમાણની વિસ્તૃત સમજ આપીશ. વિદ્યાર્થીઓને સમપ્રમાણની સ્થિતિને લગતાં વ્યવહારું કોયડા ઉકેલતા શીખવીશ. વિદ્યાર્થીઓ કોયડા ઉકેલશે. વિદ્યાર્થીઓને વ્યસ્તપ્રમાણની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. વ્યાવહારિક ઉદાહરણો દ્વારા વ્યસ્તપ્રમાણની સમજ આપીશ. વિદ્યાર્થીઓને વ્યસ્તપ્રમાણને લગતાં વ્યવહારું કોયડા ઉકેલતાં શીખવીશ. વિદ્યાર્થીઓ કોયડા ઉકેલશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૧૩.૧
– સ્વાઘ્યાય ૧૩.ર