ધોરણ : 8 વિષય: ગણિત
પાઠનું નામ:
(૧ર) ઘાત અને ઘાતાંક
અધ્યયન નિષ્પતિ :
– પૂર્ણાક ઘાતાંકને લગતા કોયડાઓ ઉકેલે છે.
– ઘાતાંકના નિયમો સમજી તેનો ઉ૫યોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ઘાતાંકનો ઉ૫યોગ ઋણ પૂર્ણાંક ઘાતાંક
– ઘાતાંકના નિયમો
– કિંમત શોઘો.
– નાની સંખ્યાઓનો પ્રમાણિત સ્વરૂપે દર્શાવવામાં ઘાતાંકનો ઉ૫યોગ
– બહુ જ મોટી તથા બહુ જ નાની સંખ્યાઓની સરખામણી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને મોટી સંખ્યાઓને ઘાતાંકનો ઉ૫યોગ કરીને વઘારે સરળતાથી લખી શકાય તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. ઋણ પૂર્ણાંક ઘાતાંકની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. સંખ્યાના વ્યસ્ત શોઘતાં જણાવીશ. ઘાતાંકના નિયમો સમજાવીશ. ઘાતાંકના નિયમો ઉદાહરણ દ્વારા સમજાવીશ. સાદુરૂપ આપી ઘાત સ્વરૂપે લખતાં શીખવીશ. ઘાતાંકના નિયમોનો ઉ૫યોગ કિંમત શોઘતાં શીખવીશ. વિદ્યાર્થીઓ કિંમત શોઘશે. નાની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવતાં ઘાતાંકનો ઉ૫યોગ કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવશે. બહુ જ મોટી સંખ્યા અને બહુ જ નાની સંખ્યાઓની સરખામણી કરતાં શીખવીશ. આપેલ સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે તથા ઘાતાંકમાં આપેલી સંખ્યાને સામાન્ય સ્વરૂપે લખાવીશ. વિદ્યાર્થીઓ સૂચના મુજબ લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૧ર. ૧
– સ્વાઘ્યાય ૧ર. ર