ધોરણ : 8 વિષય : ગણિત
પાઠનું નામ:
(૫) માહિતીનું નિયમન
અધ્યયન નિષ્પતિ :
– સ્તંભ આલેખ અને વર્તુળ આલેખ દોરે અને તેનું અર્થઘટન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– માહિતી
* વિવિઘ પ્રકારના આલેખ
(૧) ચિત્ર આલેખ
(ર) લંબ આલેખ (દંડ આલેખ)
(૩) દ્વિ-લંબાલેખ
* માહિતીની ગોઠવણી
– વર્ગીકૃત માહિતી
– વર્ગીકૃત આવૃત્તિ વિતરણ
– લબં આલેખની ખાસ રજુઆત
(સ્તંભ આલેખ)
– વર્તુળ આલેખ અથવા પાઇચાર્ટ
– તક અને સંભાવના
– ૫રિણામ મેળવવું
– સમસંભાવી શકયતાઓ
– તક અને સંભાવના વચ્ચે સબંઘ
– શકયતા ઘટના સ્વરૂપે
– વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– કંપાસ પેટ્ટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને રોજ બરોજનાં જીવનમાં વિવિઘ પ્રસંગો કે ઘટનાઓની આંકડાકીય વિગતોની માહિતી વિશે જણાવી ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને વિવિઘ પ્રકારના આલેખોમાં ચિત્ર આલેખ, લંબ આલેખ (દંડ આલેખ) અને દ્વિ-લંબાલેખની ચિત્રાત્મક રીતે માહિતી આપીશ. આપેલ માહિતી દર્શાવવા યોગ્ય આલેખ દોરવા જણાવીશ. માહિતીની ગોઠવણી વિશે જણાવીશ. માહિતીને આવૃત્તિ ચિહ્નોથી ગોઠવતાં શીખવીશ. વર્ગીકૃત માહિતીની સંકલ્પના ઉદા. સ્પષ્ટ કરીશ. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરતાં શીખવીશ. લંબ આલેખ (સ્તંભ આલેખ) ની સંકલ્પના સ્પષ્ટ કરી સ્તંભ આલેખ વિશે સમજૂતિ આપીશ. તેના આઘારે પ્રશ્નોના ઉત્તરો આપવા જણાવીશ. વર્તુળ આલેખ અથવા પાઇ-ચાર્ટની સમજ આપીશ. તેનો અભ્યાસ કરાવીશ. પાઇ-ચાર્ટ દોરતાં શીખવીશ. વિદ્યાર્થીઓને આપેલ માહિતી ૫રથી ચાર્ટ દોરતાં શીખવીશ. તક અને સંભાવના વિશે જણાવી તેની ચર્ચા કરીશ. સંભવિત ૫રિણામ શું હોઇ શકે ? યાદચ્છિક સિક્કો ઉછાળીને H (છા૫) અથવા T (કાંટ) દ્વારા ૫સંદગીના પ્રયોગો વિશે જણાવીશ. ચર્ચા કરીશ. સમ સેભાવી શકયતાઓ વિશે જણાવીશ. તક અને સંભાવના વચ્ચેનો સબંઘ સમજાવીશ. શકયતા ઘટના સ્વરૂ૫ કેવી રીતે નિર્માણ પામે છે તે બતાવીશ. વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ કેવી રીતે બને છે તે જણાવીશ. અને ચર્ચા કરીશ.
મૂલ્યાંકન
સ્વાઘ્યાય ૫.૧
સ્વાઘ્યાય ૫.ર
સ્વાઘ્યાય ૫.૩