ધોરણ : 8 વિષય : ગણિત
પાઠનું નામ:
(૮) રાશિઓની તુલના
અધ્યયન નિષ્પતિ :
– નફો–ખોટ, વળતર (ડિસ્કાઉન્ટ) વેટ, ચક્રવૃદ્ઘિ વ્યાજ જેવી વિવિઘ ૫રિસ્થિતિઓમાં ટકાની સંકલ્પનાઓનો ઉ૫યોગ
શૈક્ષણિક મુદ્દા :
– ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવતર્ન
– ટકાવારીમાં વઘારે કે ઘટાડો શોઘવો.
– વળતર શોઘવું
– વેચાણ અને ખરીદી સબંઘિત કિંમત (નફો અને ખોટ)
– મૂળકિંમત અથવા વેચાણ કિંમત શોઘવી (નફો અથવા ખોટ શોઘવા)
– GST (Goods and Service Tax) આઘારિત પ્રશ્નો
– ચક્રવૃદ્ઘિ વ્યાજ
– ચક્રવૃદ્ઘિ વ્યાજના સૂત્રની તારવણી
– વાર્ષિક ચક્રવૃદ્ઘિ વ્યાજ દર અથવા અર્ઘ વાર્ષિક ચક્રવૃદ્ઘિ વ્યાજદર
– ચક્રવૃદ્ઘિ વ્યાજના સૂત્રની ઉ૫યોગીતા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન કરાવીશ. વિવિઘ ઉદાહરણ દ્વારા પુનરાવર્તન કરાવશી. વિદ્યાર્થીઓને દાખલા ગુણવા આપીશ. ટકાવારીમાં વઘારો કે ઘટાડો કેવી રીતે શોઘી શકાય તે ઉદાહરણના દાખલા ગણાવી સમજાવીશ. વળતર શોઘવાની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. દાખલા ગણવા આપીશ. વેચાણ અને ખરીદી સબંઘિત કિંમત (નફો અને ખોટ) શોઘતાં શીખવીશ. મૂળ કિંમત અથવા વેચાણ કિંમત શોઘતાં શીવીશ. નફા (%) અથવા ખોટ (%) શીખાવીશ. તે માટે વિવિઘ ઉદાહરણોના દાખલા ગણાવીશ. GST (Gppds and Service Tax) આઘારિત પ્રશ્નોત્તરી કરીશ. GST ની સમજ આપીશ. તેના આઘારે દાખલા ગણાવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. ચક્રવૃદ્ઘિ વ્યાજની સંકલ્પના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરીશ. ચક્રવૃદ્ઘિ વ્યાજની ગણતરી કરતાં શીખવીશ. દાખલા ગણાવીશ. ચક્રવૃદ્ઘિ વ્યાજના સૂત્રની તારવણી ઉદાહરણ દ્વારા કરાવીશ. વાર્ષિક ચક્રવૃદ્ઘિ વ્યાજદર અથવા અર્ઘ વાર્ષિક ચક્રવૃદ્ઘિ વ્યાજ દરના આઘારે દાખલા શીખવીશ. ચક્રવૃદ્ઘિ વ્યાજના સૂત્રની ઉ૫યોગીતાના આઘારે દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓને દાખલા ગણવા આપીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૮.૧
– સ્વાઘ્યાય ૮.ર
– સ્વાઘ્યાય ૮.૩