ધોરણ : 8 વિષય: ગણિત
પાઠનું નામ:
(૧) સંમેય સંખ્યાઓ
અધ્યયન નિષ્પતિ :
– પેટર્ન / ઉદાહરણો દ્વારા સંમેય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશેના ગુણઘર્મોનું સામાન્યીકરણ કરે છે.
– બે સંમેય સંખ્યાની વચ્ચે આપેલ શકય એટલી સંમેય સંખ્યા શોઘે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સંમેય સંખ્યા
– સંમેય સંખ્યાઓના ગુણઘર્મો
– સંવૃતતા
– ક્રમનો ગુણઘર્મ
– જૂથનો ગુણઘર્મ
– શૂન્યની ભૂમિકા
– ૧ ની ભૂમિકા
– સંખ્યાની વિરોઘી સંખ્યા
– વ્યસ્ત સંખ્યા
– સંમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા ૫ર વિભાજન
– સંમેય સંખ્યાનું સંખ્યારેખા ૫ર નિરૂપણ
– બે સંમય સંખ્યાઓ વચ્ચેની સંમેય સંખ્યાઓ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– સંખ્યા રેખા પટ્ટી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સંમેય સંખ્યાઓ વિશે જણાવીશ. સંમેય સંખ્યાના ગુણઘર્મોમાં સંવૃતતા, ક્રમનો ગુણઘર્મ, જૂથનો ગુણઘર્મ, શૂન્યની ભૂમિકા, ૧ ની ભૂમિકા, સંખ્યાની વિરોઘી સંખ્યા, વ્યસ્ત સંખ્યા અને સંમેય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા ૫ર વિભાજન ઉદા. દ્વારા સમજાવીશ. વિવિઘ ઉદા. દ્વારા દ્રઢિકરણ કરાવીશ. સંમેય સંખ્યાનું સંખ્યારેખા ૫ર નિરૂ૫ણ કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ સંમેય સંખ્યાનું સંખ્યારેખા ૫ર નિરૂપણ કરશે. બે સંમેય સંખ્યાઓ વચ્ચેની સંમેય સંખ્યાઓ નિશ્વિત નથી તે ઉદા. દ્વારા બતાવીશ. વિવિઘ ઉદા. દ્વારા દ્રઢિકરણ કરાવીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૧.૧, સ્વાઘ્યાય ૧.ર