ધોરણ : 8 વિષય: ગણિત
પાઠનું નામ:
(ર) એકચલ સુરેખ સમીકરણ
અધ્યયન નિષ્પતિ :
– ચલોનો ઉ૫યોગ કરીને વ્યવહારૂં કોયડાઓ/ કુટ પ્રશ્નો ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બૈજિક ૫દાવલિઓ અને સમીકરણોની સમજ (પુનરાવર્તન)
– એકચલ સુરેખ સમીકરણ
– બૈજિક સમીકરણ
– એક બાજુ સુરેખ૫દાવલિ હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવાં સમીકરણનો ઉકેલ
– કુટ પ્રશ્નોના ઉકેલ
– વ્યાવાહારિક કુટપ્રશ્નનો ઉકેલ
– બન્ને બાજુ ચલ હોય તેવાં સમીકરણોનો ઉકેલ
– વઘુ ઉદા. દ્વારા દ્રઢિકરણ
– સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતર
– સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને બેઝિક ૫દાવલિઓ અને સુરેખ સમીકરણનું પુનરાવર્તન કરાવીશ. વિદ્યાર્થીઓને એક ચલ સુરેખ સમીકરણની સમજ આપીશ. ઉદા. દ્વારા સમજ આપીશ. બૈજિક સમીકરણની માહિતી આપીશ. સમીકરણનો ઉકેલની સંકલ્પના સમજાવીશ. કેવી રીતે ઉકેલ મેળવાય છે તે સમજાવીશ. એક બાજુ સુરેખ ૫દાવલિ હોય અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવશે. કુટ પ્રશ્નના ઉકેલ મેળવતાં શીખવીશ. વિદ્યાર્થીઓ કુટ પ્રશ્નો ઉકેલ મેળવશે. વ્યાવહારિક કુટ પ્રશ્નના ઉકેલ મેળવવા જણાવીશ. વિદ્યાર્થીઓ ઉકેલ મેળવશે. બન્ને બાજુ ચલ હોય તેવાં સમીકરણોનો ઉકેલ મેળવવાના દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓને દાખલા ગણવા આપીશ. અને દ્રઢિકરણ કરાવીશ. સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ રૂપાંતરણ કરશે સુરેખ સ્વરૂપે બદલી શકાય તેવા સમીકરણનો ઉકેલ મેળવતાં શીખવીશ. વિદ્યાર્થીઓને દાખલા ગણવા આપીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ર.૧, – સ્વાઘ્યાય ર.ર, – સ્વાઘ્યાય ર.૩, – સ્વાઘ્યાય ર.૪, – સ્વાઘ્યાય ર.૫, – સ્વાઘ્યાય ર.૬