ધોરણ : 8 વિષય: संस्कृत
પાઠનું નામ:
- चित्रपदानि – 2
અધ્યયન નિષ્પતિ :
– સાદી સરળ વાતચીત અને વર્ણન સમજપૂર્વક સાંભળે.
– ૫રિચિત તેમજ કાલ્પનિક ૫રિસ્થિતિમાં સામાન્ય સંવાદો બોલે.
– સંઘિયુક્ત શબ્દો સાથેનાં સ્વતંત્ર વાકયો તેમજ નાના ફકરાઓનું શુદ્ઘ વાંચન કરે.
– સાદા તથા જોડાક્ષરોયુક્ત વાકયોનું અનુલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– एते: તથા ते વાકયોનું ઉચ્ચારણ
– વિદ્યાર્થીઓ દ્ઘારા ઉચ્ચારણ एता તથા ता: ના વાકયો
– एतानि તથા तानि ના વાકયો
– वयम् તથા ययम् ના વાકયો ઉચ્ચારણ
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ एते: તથા ते વાકયોનું ચિત્ર બતાવી શુદ્ઘ ઉચ્ચારણ કરીશ. વિદ્યાર્થીઓની બે – બે ની જોડી બનાવી શુદ્ઘ ઉચ્ચારણ કરવા જણાવીશ.આજ રીતે एता: તથા ता: ના વાકયો एतानि તથા तानि ના વાકય, वयम् તથા ययम् ના વાકયોનું ઉચ્ચારણ કરાવીશ. ચિત્રોથી બીજા આવા ઉદાહરણો દ્વારા વઘુ મહાવરો કરાવીશ.
મૂલ્યાંકન
– વાકયોનું લેખન કરવા જણાવીશ.