ધોરણ : 8 વિષય : संस्कृत
પાઠનું નામ:
(8) मम दिनचर्या
અધ્યયન નિષ્પતિ :
– સાદી, સરળ, વાતચીત અને વર્ણન સંસ્કૃતમાં કરે.
– સાદી, સરળ, વાતચીત અને વર્ણન સમજ પૂર્વક સાંભળે
– સંઘિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓનું શુદ્ઘ વાંચન કરે.
– દિનચર્યા, પ્રસંગવર્ણન તથા કથાનું સ્વતંત્ર લેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– ઘડિયાળ દ્વારા સમયની સમજ
– વિદ્યાર્થીઓ દ્વારા સમયની જાણકારી
– मम दिनचर्या નું વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– શિક્ષક દ્વારા પોતાની દિનચર્યાનું કથન
– વિદ્યાર્થીઓ દ્વારા પોતાની દિનચર્યાનું કથન
– ક્રિયા૫દોની સમજ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ઘડિયાળનું મોડેલ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ઘડિયાળ બતાવી સમય જણાવી. સમય જણાવવા કહીશ. પાઠય પુસ્તકમાં ઘડિયાળનું ચિત્ર જોઇ સમય જણાવવા કહીશ. સમય લખવા જણાવીશ. પાઠય પુસ્તકમાં मम दिनचर्या નું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વંચાવીશ. પોતાની દિનચર્યાનું વિદ્યાર્થીઓ સમક્ષ કથન કરીશ. વિદ્યાર્થીઓ પાસે પોતાની દિનચર્યાનું વ્યક્તિગત કથન કરાવીશ. ક્રિયાપદોની સમજ ક્રિયા દ્વારા કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– मम दिनचर्या નું લેખન કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.