ધોરણ : 8 વિષય : संस्कृत
પાઠનું નામ:
– सडख़्या
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત તથા કાલ્પનિક ૫રિસ્થિતિમાં થતાં સામાન્ય સંવાદો સમજપૂર્વક સાંભળે.
– ૧ થી ૧૦૦ સુઘીની સંખ્યા સાંભળે સમજીને બોલે
– ૧ થી ૧૦૦ સુઘીની સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખે.
– સાદી સરળ વાતચીત અને વર્ણન સંસ્કૃતમાં કરે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું સંવાદોનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– નાટ્યીકરણ
– ૫૧ થી ૧૦૦ સંખ્યાનું ઉચ્ચારણ તથા લેખન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– અંકકાર્ડ
– શબ્દકાર્ડ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠના સંવાદોનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા સંવાદોનું વાંચન કરાવીશ. પાઠમાં આવતી સંખ્યાનું ઉચ્ચારણ કરીશ. ૫૧ થી ૧૦૦ સંખ્યાનું ઉચ્ચારણ લેખન કરાવીશ. અંકકાર્ડ તથા શબ્દકાર્ડની જોડી બનાવવા જણાવીશ. શાકભાજીના સંસ્કૃત નામ જણાવી લખાવીશ. ક્રિયાપદોની સમજણ ક્રિયા કરાવી આપીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– ૫૧ થી ૧૦૦ સુઘી સંખ્યાનું લેખન કરો.
– શાકભાજીના સંસ્કૃત નામ જણાવો.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.