ધોરણ : 8 વિષય : संस्कृत
પાઠનું નામ:
(7) सुभाषितानि
અધ્યયન નિષ્પતિ :
– સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) સાંભળી શુદ્ધ પાઠ કરે અને સમજી ને કહે.
– સંધિયુક્ત શબ્દો સાથેના સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાનો શુદ્ધ વાંચન કરે.
– ગેય, સુભાષિતો, સ્તુતિ, મંત્રો, ગીતો (૫દ્યાંશો)નું સસ્વર લયબદ્ઘ ગાન કરે તથા પઠન કરે.
– પાઠ્યવસ્તુ સંબંધિત પ્રશ્નોના જવાબ સંસ્કૃત માં લખે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠાન
– વિદ્યાર્થીઓ દ્વારા મુકપઠન
– સુભાષિતોમાં આવતા પરિચિત શબ્દોની સમજ
– સુભાષિતોનું લયબદ્ઘ ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહ ગાન
– પ્રાર્થનામાં સુભાષિતોનું ગાન
– સુભાષિતોમાંથી મળતા વિચારો તથા મૂલ્યોની સમજ
– સુભાષિતોનું લેખન
– સ્વાધ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મુક્ત પઠન કરાવીશ. સુભાષિતો માં આવતા શબ્દો ની સમજ આપીશ. વિદ્યાર્થીઓ સમક્ષ શુદ્ધ ઉચ્ચાર સાથે સુભાષિતોનું લયબદ્ઘગાન કરીશ. વિદ્યાર્થીઓ પાસે અનુદાન કરાવીશ. વિદ્યાર્થીઓ સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. પ્રાર્થનામાં સુભાષિતોનું ગાન કરાવીશ. સુભાષિતોમાંથી મળતા ઉચ્ચ વિચારો તેમજ મૂલ્યોને સમજાવીશ. સુભાષિતો નું લેખન કરાવીશ. સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરો ની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સુભાષિતો કંઠસ્થ કરવા જણાવીશ
– સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ