ધોરણ : 8 વિષય: संस्कृत
પાઠનું નામ:
(3) प्रहेलिका
અધ્યયન નિષ્પતિ :
– સરળ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) ટૂંકી વાર્તા, બોઘકથા, પ્રસંગકથા સાંભળે અને સમજે.
– સાદી, સરળ વાતચીત સંવાદ અને વર્ણન સંસ્કૃતમાં કરે.
– પાઠયપુસ્તક સબંઘિત સંસ્કૃતમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે – ત્રણ વાકયોમાં આપે
તથા લખે.
– ગેય સુભાષિતો, સ્તુતિ, મંત્રો, ગીતોનું સસ્વર લયબદ્ઘગાન કરે તથા ૫ઠન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– પ્રહેલિકાઓનું ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા ૫ઠન
– પ્રહેલિકાનું આદર્શગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહગાન
– વિવિઘ ઉદાહરણ દ્વારા પ્રહેલિકાના ખંડોની સમજૂતિ
– વિદ્યાર્થીઓ દ્વારા પ્રહેલિકાનો જવાબ
– પ્રહેલિકા શોઘવાની પ્રવૃત્તિ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પ્રહેલિકાનું ૫ઠન કરાવીશ. વિદ્યાર્થીઓ દ્વારા ૫ઠન કરાવીશ. પ્રહેલિકાનું આદર્શ ગાન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા સમુહગાન કરાવીશ. વિવિઘ ઉદાહરણો બતાવી પ્રહેલિકાના ખંડોને સમજાવીશ. જરૂરી અ૫રિચિત શબ્દો અનુવાદથી સમજાવીશ. વિદ્યાર્થીઓ દ્વારા પ્રહેલિકાનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થીઓ જવાબ આપશે. બીજી આવી પ્રહેલિકા શોઘી લાવવાની પ્રવૃત્તિ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– પ્રહેલિકા શોઘી લાવવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.