ધોરણ : 8 વિષય : संस्कृत
પાઠનું નામ:
(6) रमणीय नगरी
અધ્યયન નિષ્પતિ :
– સાદી, સરળ વાતચીત, સંવાદ અને વર્ણન સંસ્કૃત માં કરે.
– સંદ્ઘિયુકત શબ્દો સાથે સ્વતંત્ર વાક્યો તેમજ નાના ફકરાઓ નું શુદ્ધ વાંચન કરે.
– પાઠ્ય વસ્તુ સંબંધિત સંસ્કૃત માં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં જ બે-ત્રણ વાક્યમાં આપે.
– સાદા તથા જોડાક્ષર યુક્ત પદો સાથેના પરિચ્છેદનું અનુલેખન તથા શ્રૃતલેખન કરે.
– સામાન્ય વાતચીતમાં ઉપયોગી વ્યાકરણમાં મુદ્દાઓ જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– પાઠમાં આવતા અપરિચિત શબ્દોની સમજૂતી
– ગાંધીનગર ગુજરાતની રાજધાની વિશેષતાઓ
– પોતાના ગામ શહેરની વિશેષતાઓ
– સ્વાધ્યાય ચર્ચા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા પાઠનું વારાફરતી વાંચન કરાવીશ. પાઠમાં આવતા પરિચિત શબ્દો સમજાવીશ. ગાંધીનગર ગુજરાતની રાજધાની વિશે વિગતે સમજાવીશ. ગાંધીનગર ની વિશેષતાઓ વિશે સમજાવીશ. પોતાના ગામ કે શહેર ની વિશેષતાઓ વિશે સંસ્કૃતમાં વાક્ય બોલવા જણાવીશ. સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરો ની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.