ધોરણ : 8 વિષય : संस्कृत
પાઠનું નામ:
- पुत्री मम खलु निद्राति
અધ્યયન નિષ્પતિ :
– સરળપદ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) ટૂંકી વાર્તા, બોઘકથા, પ્રસંગકથા સાંભળે અને સમજે.
– સર૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) અનો શુદ્ઘપાઠ કરે અને ટૂંકી વાર્તા કહે.
– ગેય સુભાષિતો સ્તુતિ, મંત્રો, ગીતો સસ્વર લયબદ્ઘ કરે તથા ૫ઠન કરે.
– સાદા તથા જોડાક્ષરયુકત ૫દો સાથેના ૫રિચ્છેદનું અનુલેખન કરે.
– પાઠયપુસ્તક સબંઘિત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું આદર્શ ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– અ૫રિચિત શબ્દોની સમજ
– ગીતનું આદર્શ ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહ ગાન
– ગીતનો અભિનય
– માતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ
– કાવ્યમાં વ૫રાયેલા જુદાં જુદાં પ્રાણીઓનાં નામ તથા તેના અવાજો.
– સ્વાઘ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ ગીતનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. ગીતમાં આવતાં અ૫રિચિત શબ્દો સમજાવીશ. ગીતનું આદર્શ ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં ગાન કરશે. વિદ્યાર્થીઓ દ્વારા ગીતનો અભિનય કરાવીશ. માતાનો પુત્રી પ્રત્યેનો પ્રેમ સમજાવીશ. ગીતમાંથી મળતાં ઉચ્ચ વિચારો, મૂલ્યો જણાવીશ. કાવ્યમાં વ૫રાયેલાં જુદા – જુદા પ્રાણીઓના નામ તથા તેના અવાજો બતાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– પ્રાણીઓ, ૫ક્ષીઓના નામ સંસ્કૃતમાં લખવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.