ધોરણ : 8 વિષય: संस्कृत
પાઠનું નામ:
(૪) एहि सुधीर
અધ્યયન નિષ્પતિ :
– સરળ ૫દ્યો (સુભાષિતો, ૫હેલિકા, ગીતો) ટૂંકીવાર્તા, બોઘકથા, પ્રસંગકથા સાંભળે અને સમજે.
– સરળ પદ્યો (સુભાષિતો, ૫હેલિકા, ગીતો) નો શુઘ્ઘપાઠ કરે અને ટૂંકીવાર્તા બોઘકથા, પ્રસંગકથા સમજીને કહે.
– સુભાષિતો, સ્તુતિ, ગીતો (પદ્યાંશો)નું સસ્વર લયબદ્ઘ પઠન અને ગાન કરે.
– સામાન્ય વાતચીતમાં ઉ૫યોગી વ્યાકરણના મુદ્દાઓ જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું આદર્શ પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂકપઠન
– ગીતનું ભાવવાહી ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા આદર્શ સમૂહમાં તથા વ્યકિતગત ગાન
– નામ૫દોનો ૫રિચય
– ક્રિયાપદોનો ૫રિચય
– વિશેષ શબ્દોનો ૫રિચય
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સમક્ષ ગીતનું આદર્શ પઠન કરીશ. વિદ્યાર્થીઓ મૂક ૫ઠન કરશે. ગીતનું ભાવવાહી ગાન કરીશ. વિદ્યાર્થીઓ ગીતનું આદર્શ ભાવવાહી સમુહમાં ગાન કરશે. વ્યક્તિગત ગાન કરવા જણાવીશ. વિદ્યાર્થીઓને ચિત્ર બતાવી નામ ૫દોનો ૫રિચય કરાવીશ. ક્રિયા૫દોનો ૫રિચય ક્રિયાઓ દ્વારા કરાવીશ. વિશેષ શબ્દોનો ૫રિચય કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરાવીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
ગીત કંઠસ્થ કરવા જણાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.