1.વ્યાખ્યા આપો: કુદરતી સંસાધનો
ઉત્તર : કુદરતમાંથી પ્રાપ્ત થતાં સંસાધનોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે.
2.પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર : જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલાં હોય છે અને માનવપ્રવૃત્તિઓ દ્વારા તે ખલાસ થાય તેમ નથી તેવાં સંસાધનોને પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે, ઉદા, સૂર્યપ્રકાશ હવા.
3.પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું?તેનાં ઉદાહરણ આપો.
ઉત્તર : જે સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત છે અને માનવપ્રવૃત્તિ દ્વારા તે ખલાસ થઈ શકે તેમ છે,તેવાં સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદા. તરીકે કોલસો,વન્યજીવો,ખનીજો,ખનીજ તેલ.
4.અશ્મિબળતણ એટલે શું?ઉદાહરણ આપો.
ઉત્તર : જે બળતણ,સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી ભૂ-જૈવ-રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનેલાં હોય છે તેવાં બળતણને અશ્મિભૂત બળતણ કે અશ્મિબળતણ કહેવામાં આવે છે. ઉદા. ખનીજ કોલસો,પેટ્રોલિયમ,કુદરતી વાયુ.
5.શા માટે અશ્મિબળતણ એ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે,તે સમજાવો.
ઉત્તર : કોલસો,પેટ્રોલિયમ જેવાં અશ્મિબળતણ એ સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી બનેલાં લાં હોય છે. પૃથ્વીના પેટાળમાં ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ કે પ્રાણીઓ ધીરે-ધીરે અરિમબળતણમાં ફેરવાતાં જાય છે.આ પ્રક્રિયા થતાં વર્ષો લાગે છે.આથી,તે કુદરતમાં મર્યાદિત જથ્થામાં છે.જેના કારણે અશ્મિબળતણ પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે.
6.કેરોસીન એ અશ્મિબળતણ નથી. (✔ કે X)
ઉતર: X
7.નીચેના પૈકી કર્યું અશ્મિબળતણ નથી?
(A) લાકડું
ઉત્તર : (A) લાકડું
8.કોલસાનો બળતણ તરીકે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે?
ઉત્તરઃશરૂઆતમાં કોલસાનો રેલવે એન્જિન ચલાવવા માટે તેમાં પાણીમાંથી વરાળ ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થતો હતો.તે તાપ વિદ્યુત મથકમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે.સગડી અને ઘરગથ્થુ ચૂલામાં પણ વપરાય.
9.મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે તે વર્ણવો.આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે?
ઉત્તર : 300 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વીના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં પૂર જેવી કુદરતી આફતોને કારણે જંગલો જમીનની નીચે દટાઈ ગયાં.તેમની ઉપર માટી જમા થવાના કારણે તેઓ દબાણમાં આવ્યાં. તેઓ ઊંડે ઊંડે જવાના લીધે તાપમાનમાં વધારો થતો ગયો.ઊંચા દબાણ અને તાપમાનના લીધે મૃત વનસ્પતિઓ ધીરે-ધીરે કોલસામાં ફેરવાતી ગઈ.કોલસો કાર્બનનો બનેલો હોવાથી,વનસ્પતિમાંથી કોલસામાં રૂપાંતરણ થવાની ઘટનાને કાર્બોનાઇઝેશન કહે છે. કોલસો એ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મિબળતણ કહે છે.
10.કોલસો પથ્થર જેવા______ રંગનો સખત પદાર્થ છે.
ઉતર: કાળા
11.કોલસાને અશ્મિબળતણ કેમ કહે છે?
ઉત્તર : કોલસો એ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મિબળતણ કહે છે.
12.હવામાં કોલસાને ગરમ કરતાં શું થાય છે?આ પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે?
ઉત્તર : કોલસાને હવામાં ગરમ કરતાં તે સળગીને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે.ઉષ્માઊર્જા અને પ્રકાશ ઊર્જા મુક્ત થાય છે.
13.કોલસા ઉપર પ્રક્રિયાઓ કરી કયાં ઉત્પાદનો મેળવવામાં આવે છે?
ઉત્તર : કોલસા ઉપર પ્રક્રિયાઓ કરી કોક,કોલટાર અને કોલગેસ મેળવવામાં આવે છે.
14.કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. (✔ કે X)
ઉતર: ✔
15.કોકનાં લક્ષણો અને ઉપયોગ વર્ણવો.
ઉત્તર : કોક એ સખત,છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે.કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે.
16.કોલટાર કાળું,ઘટ્ટ તથા અણગમતી વાસવાળું પ્રવાહી છે.(✔ કે X)
ઉતર: ✔
17.કોલટાર લગભગ_____ જેટલા પદાર્થોનું મિશ્રણ છે.
ઉત્તર : 200
18.કોલટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે.(✔ કે X)
ઉત્તર : ✔
19.કોલટાર કયા પદાર્થો મેળવવા વપરાય છે?શા માટે?
20.ફૂદાં અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શામાંથી બને છે?
(A) કોક
ઉતર:(B) કોલટાર
21.બિટુમીનનો ઉપયોગ જણાવો.
ઉત્તર : બિટુમીન એ પેટ્રોલિયમની એક પેદાશ છે.જેનો ઉપયોગ રોડ બનાવવા માટે થાય છે.
22.કોલગેસ કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે?
ઉત્તર : કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મુક્ત થાય છે.
23.19 મી સદીમાં સૌપ્રથમ કોલગૅસનો ઉપયોગ શા માટે થયો હતો?
ઉત્તર : 19 મી સદીમાં સૌપ્રથમ કોલગેસનો ઉપયોગ લંડનમાં તથા ન્યૂયોર્કમાં રસ્તા પરની લાઇટ માટે થયો હતો.
24.આજકાલ કોલગેસ પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતાં____ના સ્રોત તરીકે વાપરવામાં આવે છે.
ઉત્તર : ઉષ્મા ઊર્જા
25.કારણ આપો : કોલગૅસનો ઉપયોગ કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસનાં કારખાનાંઓમાં બળતણ તરીકે વપરાય છે.
ઉત્તર : કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે.આથી,કોલસા પર પ્રક્રિયા કરતા ઉદ્યોગોની આસપાસનાં કારખાનાંઓમાં કોલગેસ વપરાય છે.
26. પેટ્રોલ અને ડીઝલના ઉપયોગો જણાવો.
ઉત્તર: હળવા વાહનો જેવા કે મોટરસાયકલ, સ્કૂટર અને કારમાં બળતણ તરીકે પેટ્રોલ વપરાય છે, જ્યારે ભારે વાહનો જેવા કે ટ્રક અને ટ્રેકટર માં બળતણ તરીકે ડીઝલ વપરાય છે.
27.પેટ્રોલિયમ કેવી રીતે બને છે?
ઉત્તર : સમુદ્રમાં રહેતા જીવો મૃત્યુ પામતાં તેમનાં મૃતદેહો સમુદ્રના તળિયે બેસે છે અને રેતી તથા માટીનાં સ્તરોથી ઢંકાતા જાય છે.લાખો વર્ષ પછી,હવાની ગેરહાજરીમાં તથા ઉચ્ચ તાપમાન અને દબાણને લીધે મૃતજીવો પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં ફેરવાયા.આ રીતે સમુદ્રમાં રહેતા જીવોના મૃતદેહોના ઉપર થતી ભૂ-જૈવ-રાસાયણિક પ્રક્રિયાના કારણે પેટ્રોલિયમ બને છે.
28.દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યારે અને ક્યાં ખોદવામાં આવ્યો?
ઉત્તર : દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો 1859 માં અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો.
29.ભારતમાં સૌ પ્રથમ વખત ક્યાંથી ખનીજ તેલ કાઢવામાં આવ્યું?
(A) ગુજરાત
ઉત્તર : (C) અસમના માકુમ
30.ભારતના મુખ્ય કયા કયા વિસ્તારમાંથી ખનીજ તેલ મળી આવે છે?
ઉત્તર : ભારતમાં અસમ,ગુજરાત,બોમ્બે હાઈ અને ગોદાવરી તથા ક્રિષ્ના નદીના તટપ્રદેશમાંથી ખનીજ તેલ મળી આવે છે.
31.પેટ્રોલિયમ કેવું પ્રવાહી છે?
ઉત્તર : પેટ્રોલિયમ એ ઘેરું તૈલી અને ચીકણું પ્રવાહી છે.
32.પેટ્રોલિયમ કયા કયા ઘટકોનું મિશ્રણ છે?
ઉત્તર : પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ વાયુ,પેટ્રોલ,કેરોસીન,નેપ્યા,ડીઝલ,ઊંજણ તેલ,પૈરાફિન મીણ,બળતણ ડામર પેટ્રોલિયમ તથા કોક વગેરેનું મિશ્રણ છે.
33.પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને_____ કહે છે.
ઉત્તર: વિભાગીય નિયંદન
34. નીચેના કોષ્ટકમાં પેટ્રોલિયમ ના વિવિધ ઘટકો આપેલા છે તેના ઉપયોગ જણાવો.
ઉત્તર:
પેટ્રોલિયમ ના ઘટકો ઉપયોગો
LPG : ઘર અને ઉદ્યોગો માટે બળતણ તરીકે
પેટ્રોલ : વાહન બળતણ, હવાઈ જહાજ નું બળતણ, ડ્રાય ક્લિનિંગ માટે solvent
કેરોસીન : સ્ટવ, દીવા અને જેટ પ્લેન માટેના બળતણ તરીકે
ડીઝલ : ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેના બળતણ તરીકે
ઊંજણ તેલ : ઊંઝવા માટે
પેરાફીન : મીણ મલમ અને વેસલીન ની બનાવટ માં
બિટુમીન : રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે
35.રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો.
ઉત્તર : બિટુમીન