પ્રકરણ ૧૦ તરૂણાવસ્થા તરફ
1.વ્યાખ્યા આપો : તરુણાવસ્થા
ઉત્તર : જીવનકાળની એવી અવસ્થા છે જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેનાં પરિવર્તનો થાય છે,તેને તરુણાવસ્થા કહે છે.
2.બધાં જ પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ _____ કરે છે.
ઉત્તર : પ્રજનન
3.માનવમાં તરુણાવસ્થા લગભગ ____ વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે.
ઉત્તર : 11
4.માનવમાં તરુણાવસ્થા 18 અથવા 19 વર્ષની ઉમર સુધી જ રહે છે. (✔ કે X)
ઉત્તર : ✔
5.કઈ વયજૂથનો ગાળો તરુણ-અવધિનો છે?
(A) 4 થી 8 વર્ષ
ઉત્તર :(C) 11 થી 18 કે 19 વર્ષ
6.કઈ ઉંમરની વ્યક્તિને તરુણ કહે છે?
ઉત્તર : 13 થી 18 કે 19 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને તરુણ કહે છે.
7.દરેક વ્યક્તિઓમાં તરુણાવસ્થાની અવધિ સરખી હોય છે. (✔ કે X)
ઉત્તર : X
8.યૌવનારંભનો સંકેત જણાવો.
ઉત્તર : તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિના શરીરમાં આવતા બદલાવ યૌવનારંભનો સંકેત દર્શાવે છે.
9.તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
10.યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ જણાવો.
ઉત્તર : યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ વ્યક્તિની ઊંચાઈમાં એકાએક થતો વધારો છે.
11. 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના____ % ઊંચાઈ પ્રાપ્ત કરે છે જયારે છોકરી તેની પૂર્ણ ઊંચાઈના____ % ઊંચાઈ પ્રાપ્ત કરે છે.
ઉત્તર : 81 , 88
12.પૂર્ણ ઊંચાઈની ગણતરીનું સૂત્ર જણાવો.
ઉત્તર : વર્તમાન ઊંચાઈ/ વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઇની % x 100
13.એક છોકરાની ઉંમર 9 વર્ષ અને ઊંચાઈ 120 સેમી છે. વૃદ્ધિકાળના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ કેટલી હશે?
ઉત્તર : 9 વર્ષની ઉંમરે ઊંચાઈની ટકાવારી (%) = 75
120/75 x 100 = 160 સેમી.
14.જન્મના સમયથી જ વૃદ્ધિની કુદરતી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. (✔ કે X)
ઉત્તર : ✔
15.તરુણાવસ્થામાં શરૂઆતમાં છોકરાઓ છોકરીઓની સરખામણીમાં ધીમે વધે છે. (✔ કે X)
ઉત્તર : ✔
16.લગભગ____ વર્ષની ઉંમરે વ્યક્તિ પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે.
ઉત્તર : 18
17.વ્યક્તિની ઊંચાઈ શેના પર આધાર રાખે છે?
ઉત્તર : વ્યક્તિની ઊંચાઈ તેને માતા-પિતા દ્વારા પ્રાપ્ત કરેલ જનીન પર આધાર રાખે છે.
18.છોકરાઓ કરતાં છોકરીઓની સરેરાશ ઊંચાઈ વધારે હોય છે. (✔ કે X)
ઉત્તર : X
19.છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુ વિકાસની સરખામણીમાં વધુ હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔
20.યૌવનારંભમાં થતા શારીરિક આકારમાં બદલાવ વિશે લખો.
ઉત્તર : યૌવનારંભમાં વૃદ્ધિને કારણે છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે.છોકરીઓમાં આ સમયે કમરની નીચેનો ભાગ પહોળો થાય છે.વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે.આમ,છોકરા-છોકરીઓમાં અલગ-અલગ બદલાવ જોવા મળે છે.
21.યૌવનારંભમાં છોકરાઓના અવાજમાં શું ફેરફાર થાય છે?
ઉત્તર : યૌવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે. છોકરીઓનો અવાજ ભારે બને છે અને ક્યારેક અવાજ ઘોઘરો પણ બને છે.થોડા અઠવાડિયા પછી અવાજ સામાન્ય બને છે.
22.કંઠમણિ વિશે નોંધ લખો.
ઉત્તર : યૌવનારંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે.છોકરાઓમાં આ વૃદ્ધિ વધુ થાય છે,જેથી મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે.આ ઉપસી આવેલા ભાગને કંઠમણિ કહે છે.છોકરીઓમાં સ્વરપેટીનો વિકાસ સામાન્ય થતો હોવાથી તેઓમાં કંઠમણિ દેખાતી નથી.
23.છોકરાઓમાં જોવા મળતી કંઠમણિ ખરેખર અપેક્ષાકૃત મોટી બનેલી ____ છે.
ઉત્તર : સ્વરપેટી
24. યૌવનારંભમા છોકરીઓના અવાજમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે?
ઉત્તર : યૌવનારંભમા સ્વરપેટી માં વૃદ્ધિ ની શરૂઆત થાય છે.તેમજ તેમનો અવાજ સામાન્ય રીતે ઊંચો અને તીવો થાય છે.
25.કારણ આપો : યૌવનારંભ દરમિયાન ક્યારેક છોકરાઓનો અવાજ ઘોઘરો થઈ જાય છે.
ઉત્તરઃ યૌવનારંભ દરમિયાન કંઠની ગ્રંથિ (સ્વરપેટી) માં વૃદ્ધિની શરૂઆત થાય છે.છોકરાઓમાં સ્વરપેટીનો વિકાસ છોકરીઓની સાપેક્ષ વધુ થાય છે.ક્યારેક છોકરાઓમાં સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય છે જેના પરિણામે તેમનો અવાજ ઘોઘરો થઈ જાય છે.
26.કારણ આપો : તરુણાવસ્થા દરમ્યાન ચહેરા પર ખીલ કે ફોડલીઓ થાય છે.
ઉત્તર : તરુણાવસ્થા દરમ્યાન પ્રસ્વેદ અને તૈલિગ્રંથિઓનો સ્રાવ વધી જાય છે.આ ગ્રંથિઓમાંથી સ્ત્રવતા સ્ત્રાવને લીધે ચહેરા પર ખીલ કે ફોડલીઓ થાય છે.આથી તરુણાવસ્થા દરમ્યાન પ્રસ્વેદ અને તૈલિગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતા કારણે ખીલ (ફોડલીઓ) થાય છે.
27.તરુણાવસ્થા દરમ્યાન કઈ નલિકાવિહીન ગ્રંથિઓ સક્રિય બને છે?
ઉત્તર : તરુણાવસ્થા દરમ્યાન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે શુક્રપિંડ તેમજ અંડપિંડ સક્રિય બને છે.
28.તરુણાવસ્થા દરમ્યાન છોકરાઓના પ્રજનન અંગોમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે?
ઉત્તર : તરુણાવસ્થા દરમ્યાન છોકરાઓના પ્રજનન અંગો જેવાં કે શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે.તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે.
29.યૌવનારંભ દરમ્યાન છોકરીઓનાં પ્રજનન અંગોમાં શું ફેરફાર જોવા મળે છે?
ઉત્તરઃ યૌવનારંભ દરમ્યાન છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે.તેમજ અંડપિંડમાંથી અંડકોષો પરિપક્વ બની મુક્ત થવાનું શરૂ થઈ જાય છે.ગર્ભાશયનો વિકાસ થાય છે.
30.યૌવનારંભ દરમ્યાન માનસિક,બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા વિશે જણાવો.
ઉત્તર : યૌવનારંભમાં વ્યક્તિની વિચારસરણીમાં પણ પરિવર્તન આવે છે.પહેલાની સાપેક્ષે કિશોર વધુ સ્વતંત્ર અને પોતાની તરફ વધુ સચેત બને છે.બૌદ્ધિક વિકાસ થતાં તે વિચારવામાં વધુ સમય લે છે.આ સમયે તેના મગજની શીખવાની ક્ષમતા સૌથી વધુ હોય છે.આ સમયગાળામાં આવતા શારીરિક અને માનસિક બદલાવ પ્રત્યે તરુણ અનુકૂળ બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પોતાને અસુરક્ષિત અનુભવે છે. તરુણોએ આ બદલાવને હળવાશથી લઈને સ્વીકારવો જોઈએ.
31. 12,13 વર્ષની ઉંમર પછી છોકરીઓની કમરની નીચેનો ભાગ પહોળો બને છે. આ ફેરફારનું કારણ જણાવો.
ઉત્તર : તરુણાવસ્થામાં જાતીય અંતઃસ્ત્રાવોની અસર હેઠળ છોકરીઓમાં નિતંબના હાડકાં પહોળા બને છે જે ગર્ભવિકાસ માટે જરૂરી છે.જેનાથી કમરની નીચેનો ભાગ પહોળો બને છે.
32.શુક્રપિંડ એ નર પ્રજનન અંગ છે. (✔ કે X)
ઉત્તર : ✔
33.માદા પ્રજનન અંગ તરીકે____ કાર્ય કરે છે.
ઉત્તર : અંડપિંડ
34. શુક્રપિંડ_____ જયારે અંડપિંડ_____ઉત્પન્ન કરે છે.
ઉત્તર : શુક્રકોષ, અંડકોષ
35.અંતઃસ્ત્રાવ એટલે શું?
ઉત્તર : અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા અને ચોક્કસ જગ્યાએ ચોક્કસ કાર્ય કરતા રાસાયણિક પદાર્થોને અંત:સ્ત્રાવ કહે છે.આ અંત:સ્રાવો પોતાના લક્ષ્યાંક સ્થળ પર પહોંચીને ચોક્કસ કાર્ય કરે છે.
36.તફાવત લખો: પુરુષના ગૌણ જાતીય લક્ષણો અને સ્ત્રી ના ગૌણ જાતીય લક્ષણો.
ઉત્તર :
પુરુષનાગૌણજાતીયલક્ષણો | સ્ત્રીનાગૌણજાતીયલક્ષણો. |
ચહેરા પર દાઢી મુછ નો વિકાસ જોવા મળે છે. | દાઢી મુછ નો વિકાસ થતો નથી. |
ખભા નો વિકાસ વધારે પહોળો હોય છે. | ખભા નો વિકાસ સાંકડો હોય છે. |
સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે. | સ્તન ગ્રંથિઓમાં વિકાસ જોવા મળે છે. |
નિતંબ પ્રદેશ ઓછો વિકસિત હોય છે. | નિતંબ પ્રદેશ તમામ પ્રદેશ વધારે વિકસિત હોય છે. |
37.અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું?
ઉત્તર : જે ગ્રંથિઓ નલિકાવિહીન હોય અને અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે તેને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહે છે. દા.ત. પિટ્યુટરી ગ્રંથિ, અંડપિંડ,શુક્રપિંડ,થાઇરોઇડ વગેરે.
- શુક્રપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ_____અને અંડપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ_____છે.
ઉત્તર : ટેસ્ટેસ્ટેરોન, ઇસ્ટ્રોજન
39.જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંત : સ્રાવના નિયંત્રણમાં હોય છે?
ઉત્તર : પિટ્યુટરી
- ટેસ્ટેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવોનાં ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંત : સ્રાવ દ્વારા થાય છે?
ઉત્તર :પિટ્યુટરી ગ્રંથિ
- તફાવત આપો : નર જાતિય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ
ઉત્તર :
નરજાતિયઅંતઃસ્ત્રાવ | માદાજાતીયઅંતઃસ્ત્રાવ |
ટેસ્ટોસ્ટેરોન એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે. | ઇસ્ટ્રોજન એ માદા જાતીય અંતઃસ્ત્રાવ છે. |
તે શુક્ર પિંડ માં ઉત્પન્ન થાય છે. | તે અંડપિંડ માં ઉત્પન્ન થાય છે. |
તે છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણો ઉત્પન્ન કરે છે. દા.ત દાઢી મુછ ઉગવા. | તે છોકરીઓમાં ગોણ જાતીય લક્ષણો ઉત્પન્ન કરે છે. દા.ત સ્તનનો વિકાસ થવો. |
42.સ્ત્રીઓમાં સ્તનના વિકાસ અને દૂધસ્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે?
ઉત્તર : સ્ત્રીઓમાં સ્તનના વિકાસ અને દૂધસ્ત્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે ‘ઇસ્ટ્રોજન’ નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે.
43.અંતઃસ્ત્રાવો કઈ રીતે કાર્ય કરે છે?
ઉત્તર : વિવિધ અંતઃસ્ત્રાવો જુદી – જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં ઉત્પન્ન થાય છે.આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવને સીધા રુધિરમાં જ ઠાલવે છે.જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે. લક્ષ્યાંક – સ્થળ અંત : સ્રાવ સાથે પ્રતિક્રિયા કરી પોતાનું કાર્ય કરે છે.દા.ત. પિટ્યુટરી ગ્રંથિમાંથી અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે.તે પૈકી પ્રજનન અંગો પર અસર કરતો અંત : સ્રાવ રુધિર દ્વારા પુરુષમાં શુક્રપિંડ સુધી જયારે સીમાં અંડપિંડ સુધી પહોંચે છે અને ત્યાં ઉત્પન્ન થતા જાતીય અંતઃસ્રાવોનું નિયમન કરે છે.શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો ટેસ્ટેસ્ટેરોન અંત : સ્રાવ અને અંડપિડમાં ઉત્પન્ન થતો ઇસ્ટ્રોજન અંતસ્રાવ રુધિર વડે પોતાના લક્ષ્યાંક સ્થાન સુધી પહોંચીને જે-તે જાતીય લક્ષણોને પ્રેરે છે.
44.___ અને_____ પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે.
ઉત્તર: શુક્રપિંડ,અંડપિંડ
45.જાતીય અંતઃસ્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તર : જે અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ અને નિયમન કરતાં હોય તેમને જાતીય અંતઃસ્રાવ કહે છે. દા.ત. ટેસ્ટેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન. આ અંતસ્રાવો જાતીય અંગોમાંથી ઉત્પન્ન થાય છે અને છોકરા અને છોકરીમાં ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ કરતા હોવાથી તેમને જાતીય અંતઃસ્ત્રાવો કહે છે.છોકરાઓમાં દાઢી – મૂછ ઉગવા,છાતી પર વાળ ઉગવા,છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થવો,દૂધસ્ત્રાવી ગ્રંથિઓ વિકસિત થવી જેવા કાર્યો આ અંતઃસ્ત્રાવો કરે છે.વળી, છોકરા-છોકરી બન્નેને બગલ તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગે છે.
46.જન્યુઓની પરિપક્વતા અને ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔
- સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો આરંભ કેટલામાં વર્ષથી થાય છે અને ક્યાં સુધી ચાલુ રહે છે?
ઉત્તર : સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ 10 થી 12 વર્ષની ઉંમરથી આરંભ થાય છે અને 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલુ રહે છે.
48.સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જયારે …..
(A) ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
(B) સ્તનનો વિકાસ શરૂ થાય છે.
(C) શરીરનું વજન વધે છે.
(D) શરીરની ઊંચાઈ વધે છે.
ઉત્તર : (A) ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
49.અંડપિંડ દ્વારા અંડકોષ_____ દિવસના અંતરાલ પર મુક્ત થાય છે.
ઉત્તર : 28 થી 30
50.રજોસાવ (ઋતુસ્ત્રાવ) એટલે શું?
ઉત્તર : સ્ત્રીમાં લગભગ 28–30 દિવસના અંતરાલે ગર્ભાશયનું અંદરનું સ્તર અને તેની રુધિરવાહિનીઓ તૂટતા તેમાંથી સ્રાવ પામતું રૂધિર અને અંડકોષ યોનિમાર્ગ મારફતે શરીરની બહાર આવે છે,જેને જો સ્ત્રાવ (ઋતુસ્ત્રાવ) કહે છે.
51.ટૂંક નોંધ લખો ઋતુસ્ત્રાવ ચક
ઉત્તર : સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થા 10 થી 12 વર્ષની ઉંમરથી શરૂ થઈ 45 થી 50 વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે.આ દરમ્યાન અંડપિંડમાં અંડકોષ પરિપક્વ થાય છે.લગભગ 28 થી 30 દિવસના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે.આ સમયે ગર્ભાશયની દિવાલ જાડી બને છે,જેથી તે ગર્ભધારણ કરી શકે. જો મુક્ત થયેલા અંડકોષનું ફલન ન થાય તો ગર્ભસ્થાપન માટેની તૈયારી નિષ્ફળ જાય છે.તે સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે.જે અફલિત અંડકોષ સાથે યોનિમાર્ગ દ્વારા રક્તસ્રાવ સ્વરૂપે શરીરની બહાર નીકળે છે જેને ઋતુસ્ત્રાવ કે રજોસ્ત્રાવ કહે છે.આ ઘટના દર 28 થી 30 દિવસના અંતરાલે ફરીથી જોવા મળે છે.રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધી આ ચક્ર ચાલ્યા કરે છે.
52.ઋતુસ્ત્રાવ દર 25 દિવસે થાય છે. (✔ કે X)
ઉત્તર : X
53.રજોદર્શન કોને કહે છે?
ઉત્તર : તરુણીમાં યૌવનારંભની શરૂઆતમાં થતા પ્રથમ ઋતુસ્ત્રાવને રજોદર્શન કહે છે.
54.લગભગ______ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ થવાનું બંધ થઈ જાય છે.
ઉત્તર : 45 થી 50
55.રજોનિવૃત્તિ એટલે શું?
ઉત્તર : સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજોનિવૃત્તિ કહે છે.
56.સ્ત્રીમાં પ્રજનનકાળની અવધિ રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીની હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔
57.ઋતુસ્ત્રાવના ચક્રનું નિયંત્રણ_____દ્વારા થાય છે.
ઉત્તર : અંતઃસ્ત્રાવો
- મનુષ્યમાં લિંગ નિશ્ચયન આકૃતિ સાથે સમજાવો.
ઉત્તર : મનુષ્યના પ્રત્યેક કોર્ષ માં રંગસૂત્રો હાજર હોય છે દરેક કોષ કેન્દ્ર માં 23 જોડ રંગસુત્રો આવેલા હોય છે.તેમાંથી 1જોડ એટલે કે 2 રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે,જેમાં બાળકના લિંગનિશ્ચયન માટેનો સંદેશ હોય છે.પુરુષમાં XY અને સ્ત્રીમાં XX લિગી રંગસૂત્રો હોય છે.અફલિત અંડકોષમાં હંમેશાં એક X- રંગસૂત્ર આવેલું હોય છે.જયારે એક પ્રકારના શુક્રકોષમાં X રંગસૂત્ર જયારે બીજા પ્રકારના શુક્રકોષમાં Y– રંગસૂત્ર હોય છે.જો અંડકોષનું ફલન X- રંગસૂત્ર ધરાવતા શુક્રકોષ સાથે થાય તો યુગ્મનજ XX રંગસૂત્ર ધરાવે જે છોકરી તરીકે વિકાસ પામે.જો અંડકોષનું ફલન Y- રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષ સાથે થાય તો યુગ્મનજ XY રંગસૂત્ર ધરાવે છે જે છોકરા તરીકે વિકાસ પામે.આમ બાળકનું લિંગ પિતા દ્વારા નક્કી થાય છે.
59.બાળકના લિંગનિશ્ચયન માટેનો સંદેશ કઈ રચનામાં હોય છે?
ઉત્તર : ફલિત અંડકોષ ના રંગસૂત્રોમાં
60.રંગસૂત્રોનું સ્થાન જણાવો.
ઉત્તર : પ્રત્યેક કોષનું કોષકેન્દ્ર
61.મનુષ્યના દરેક કોષમાં કેટલાં રંગસૂત્રો હોય છે?તેમાંથી લિંગી રંગસૂત્રો કેટલાં હોય છે?
ઉત્તર : મનુષ્યના દરેક કોષમાં કોષકેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો હોય છે તેમાં 2 રંગસૂત્ર ( 1 જોડ ) લિગી રંગસૂત્રો હોય છે.
62.સ્ત્રીઓમાં બે____ રંગસૂત્રો તથા પુરુષોમાં એક____ રંગસૂત્ર અને એક____ રંગસૂત્ર હોય છે.
ઉત્તર : X,X,Y
63. અંડકોષમાં માત્ર____પ્રકારનો રંગસૂત્રો હોય છે.
ઉત્તર : x
64. શુક્રકોષો બે પ્રકારના હોય છે. (✔ કે X)
ઉત્તર : ✔
65. આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષની છે,શા માટે?
ઉત્તર : તરુણાવસ્થા લગભગ 11 વર્ષથી પ્રારંભ થઈને 18 કે 19 વર્ષ સુધીની ઉંમર સુધી રહે છે.લગભગ 18 વર્ષની ઉંમરે શ્રી માનસિક તેમજ શારીરિક રૂપે માતા બનવા માટે પરિપક્વ અને સશક્ત બને છે.તરુણાવસ્થામાં તરુણી માતૃત્વ ધારણ કરે તો માતા અને સંતાન બંનેને સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓ નડી શકે છે.આથી,સરકારે સ્ત્રી માટે 18 વર્ષની ઉંમર લગ્ન માટે નક્કી કરી છે.જેથી સ્ત્રીને માતૃત્વ સંબંધિત તકલીફો ઓછી પડે.
66.જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા થાય છે.(✔ કે X)
ઉત્તર : ✔
67.પિટ્યુટરી ગ્રંથિ____ માં આવેલી છે.
ઉત્તર : મગજ
68.મનુષ્યની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનાં નામ જણાવો.
ઉત્તર : મનુષ્યની અંત:સ્ત્રાવી ગ્રંથિઓમાં પિટ્યુટરી ગ્રંથિ,થાઇરોઇડ ગ્રંથિ,એડ્રિનલ ગ્રંથિ,સ્વાદુપિંડ,અંડપિંડ અને શુક્રપિંડનો સમાવેશ થાય છે.
69.થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઊણપથી કયો રોગ થઈ શકે?
(A) મધુપ્રમેહ
ઉત્તર : (C) ગોઇટર
70.થાઇરોકિસન અંતઃસ્ત્રાવ માટે કયું ખનિજતત્ત્વ જરૂરી છે?
ઉત્તર :આયોડિન
71. સ્વાદુપિંડની અગત્યતા જણાવો.
ઉત્તર : સ્વાદુપિંડ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.જે ઇસ્યુલિન નામના અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે છે.ઇસ્યુલિન શરીરમાં ગ્લુકોઝ (શર્કરા) ના પ્રમાણનું નિયમન કરે છે.ઇસ્યુલિનના અભાવમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ) નો રોગ થાય છે.
72. મધુપ્રમેહને અસર કરતો અંતઃસ્ત્રાવ જણાવો.
ઉત્તર : ઇસ્યુલિન
73. રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલિત કરતો અંતઃસ્ત્રાવ કયો છે?
ઉત્તર : એડ્રિનાલીન
74.થાઇરોઈડ અને એડ્રિનલન ગ્રંથિઓ_____ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવો ના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે.
ઉત્તર : પિટ્યુટરી
75.નીચેની ગ્રંથિઓ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે,તે જણાવી તેમનું કાર્ય જણાવો?
(1) પિટ્યુટરી ગ્રંથિ :
ઉત્તર : પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વ્યક્તિમાં સામાન્ય વૃદ્ધિ પ્રેરે છે. TSH અને ACTH જેવા પિટ્યુટરી અંતઃસ્ત્રાવ થાઈરોઈડ અને એડિનલ ગ્રંથિને તેમના અંતઃસ્ત્રાવો મુક્ત કરવા આદેશ આપે છે. અને જાતીય અંતઃસ્રાવોનું નિયમન કરે છે.
(2) થાઈરોઈડ ગ્રંથિ :
ઉત્તર : થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી છે.થાઈરોઇડ ગ્રંથિમાંથી થાઈરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે,જે બનાવવા આયોડિન જરૂરી છે.જો આયોડિન પૂરતા પ્રમાણમાં ન મળે તો થાઈરોક્સિન ઉત્પન્ન ન થાય જેના કારણે ગોઇટર નામનો રોગ થાય છે.
(3) એડ્રિનલ ગ્રંથિ :
ઉત્તર : એડ્રિનલ ગ્રંથિ રુધિરમા ક્ષાર ની માત્રાને સંતુલનમાં રાખતો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત આ ગ્રંથિમાંથી સ્રાવ પામતો ઐડિનાલિન નામનો અંત:સ્રાવ ગુસ્સો,ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે.
(4) શુક્રપિંડ :
ઉત્તરઃ શુક્રપિંડ ટેસ્ટેસ્ટેરોન નામનો જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે.જે છોકરામાં દાઢી-મૂછ ઉત્પન્ન કરે છે.
(5) અંડપિંડ :
ઉત્તર : અંડપિંડમાં ઉત્પન્ન થતો ઇસ્ટ્રોજન નામનો જાતીય અંતઃસ્ત્રાવ છોકરીનોમાં સ્તનગ્રંથિનો વિકાસ કરે છે.
76. કારણ આપો : પિટયુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહી શકાય.
ઉત્તર : પિટ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી ગ્રંથિ છે,જે વિવિધ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે.આ પૈકી અમુક અંત : સ્ત્રાવ થાઈરોઇડ અને એડિનલ ગ્રંથિને અનુક્રમે થાઇરોક્સિન અને એડિનાલિન અંતઃસ્ત્રાવ મુક્ત કરવા આદેશ આપે છે. વળી જનનપિંડો દ્વારા ઉત્પન્ન થતા જાતીય અંતઃસ્ત્રાવોનું નિયમન પણ પિટ્યુટરી ગ્રંથિમાંથી અવતા અંતઃસ્ત્રાવ વો થાય છે.આથી જ પિટટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ કહી શકાય.
77.કાયાંતરણ એટલે શું? ઉદાહરણ દ્વારા સમજાવો.
ઉત્તર : ડીમ્ભમાંથી પુખ્ત પ્રાણી સ્વરૂપમાં રૂપાંતરને કાષાંતરણ કહે છે.રેશમના કીડાનું લારવામાંથી વયસ્ક પ્રાણીમાં રૂપાંતર તેમજ ડીમ્ભમાંથી બાળ દેડકામાં રૂપાંતર એ કાયાંતરણ જ છે. કાયાંતરણમાં પણ અંતઃસ્ત્રાવો અગત્યનો ભાગ ભજવે છે.
78.રેશમના કીડાને વયસ્ક ફૂદામાં રૂપાંતરિત થવા માટે____અંતઃસ્ત્રાવની જરૂર પડે છે.
ઉત્તર : કીટ
79.કીટ અંતઃસ્ત્રાવનું કાર્ય ઉદાહરણ સાથે સમજવો.
ઉત્તર : કીટકોમાં ઈયળમાંથી વયસ્ક કીટકમાં રૂપાંતર થવાની ક્રિયાને કાયાંતરણ કહે છે.કીટકોમાં કાયોતરણનું નિયંત્રણ કીટ અંત:સ્રાવ દ્વારા થાય છે. જો આ અંત:સ્રાવ ન સ્ત્રવે તો ઇયળ કીટકમાં રૂપાંતરિત થતી નથી.
80.દેડકામાં થાઇરોઇડ ગ્રંથિનું મહત્વ સમજાવો.
ઉત્તર : દેડકામાં કાયાંતરણનું નિયમન,દેડકામાં રહેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી ઝવતા અંતઃસ્રાવ થાઇરોક્સિન વડે થાય છે.આ થાઇરોક્સિનનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થતા ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતરણ પોગ્ય રીતે થાય છે,પરંતુ જો આયોડિનના અભાવે થાઇરોક્સિનનો સ્રાવ ન થાય તો ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થતું નથી.
81.સંતુલિત આહાર એટલે શું?
ઉત્તર : જે ખોરાકમાં પ્રોટીન,કાર્બોદિત,ચરબી,વિટામીન અને ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી હોય તેને સંતુલિત આહાર કહે છે.
82.દૂધ પોતે એક સંતુલિત આહાર છે. (✔ કે X)
ઉત્તર : ✔
83. લોહતત્વની અગત્યતા સમજાવો.
ઉત્તર : લોહતત્ત્વ એ રુધિરના એક ઘટક એવા રક્તકણમાં આવેલા હિમોગ્લોબીનના બંધારણમાં જરૂરી છે. હિમોગ્લોબીન શ્વસન વાયુનું વહન કરે છે. લોહતત્ત્વની ઊણપથી પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબીન બનતું નથી તેથી એનિમિયા થાય છે.
84.આયર્નથી ભરપૂર ખોરાક જણાવો.
ઉત્તર : લીલા પાંદડાવાળા શાકભાજી,ગોળ,માંસ,સંતરા,આમળાં
85.પ્રોટીન આપતા ખાદ્ય પદાર્થોનાં નામ લખો.
ઉત્તર : દૂધ,કઠોળ,માંસ
86. ચરબી આપતા ખાદ્ય પદાર્થો જણાવો.
ઉત્તર : ઘી,તેલ,માંસ,ઇંડા
87.કિશોરો માટે સમતોલ આહાર જરૂરી છે. સમજાવો .
ઉત્તર : તરુણાવસ્થામાં તરુણો એટલે કે કિશોરોનો શારીરિક વિકાસ થતો હોય છે.આ અવસ્થામાં તેમની ઊંચાઈમાં વધારો થાય છે.ખભા પહોળા બને છે.આ દરમ્યાન શરીરને જરૂરી પોષકતત્ત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તે ખુબ જ જરૂરી હોય છે.સંતુલિત આહારમાં દરેક પોષક તત્ત્વો યોગ્ય પ્રમાણમાં હોય છે.આવો ખોરાક ખાવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ સારું જળવાઈ રહે છે.તેમજ શારીરિક વિકાસ પણ યોગ્ય રીતે થાય છે. આથી,કિશોરો માટે સમતોલ આહાર જરૂરી છે.
88.તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ , કારણ કે …..
ઉત્તર : શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે .
89. નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે?
(A) ચિપ્સ,નૂડલ્સ,કોકાકોલા
ઉત્તર : (B) રોટલી,દાળ,શાકભાજી
90.કારણ આપો : ચિપ્સ અને પેકેટ ફૂડ એ નિયમિત ભોજનનો ભાગ ન હોવો જોઈએ.
ઉત્તર : ચિપ્સ અને પેકેટ ફૂડ સ્વાદમાં તો સ્વાદિષ્ટ હોય છે,પરંતુ તેમાં પોષકતત્ત્વોની માત્રા પૂરતા પ્રમાણમાં હોતી નથી.વળી,સારા સ્વાથ્ય માટે ભોજનમાં બધા જ પોષકતત્ત્વો પૂરતા પ્રમાણમાં હોય તે ખૂબ જ જરૂરી છે જે ચિપ્સ કે ફૂડ-પેકમાં હોતા નથી.આથી, ચિપ્સ અને પેકિંગ ફૂડ એ નિયમિત ભોજનનો ભાગ ન હોવો જોઈએ.
91.કારણ આપો દરરોજે શારીરિક વ્યાયામ કરવો જોઈએ.
ઉત્તર : દરરોજ કરવામાં આવતા શારીરિક વ્યાયામથી આપણા શરીરના અંગો યોગ્ય રીતે કાર્ય કરે છે.મેદસ્વી લોકોમાં મેદનું પ્રમાણ ઘટાડે છે.લોહીનું પરિભ્રમણ સારું થતાં દરેક અંગને પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન યોગ્ય પ્રમાણમાં મળે છે.આમ,શરીરની તંદુરસ્તી જાળવવા દરરોજે શારીરિક વ્યાયામ કરવો જોઈએ.
92.કારણ આપો ડ્રગ્સ (નશાકારક પદાર્થો) થી દૂર રહેવું જોઈએ.
ઉત્તર : ડ્રગ્સ એટલે કે નશાકારક પદાર્થોના સેવનથી શરૂઆતમાં સારું લાગે છે,નશો કરનાર વ્યક્તિ પોતાને તણાવમુક્ત અનુભવે છે.પરંતુ ધીમે ધીમે તેને આ નશાની ટેવ પડી જાય છે.તે નશો ન કરે તો બેચેની અનુભવે છે અને ઘણી વખત તો તે તેનું માનસિક સંતુલન પણ ખોઈ બેસે છે.લાંબા ગાળે આ ડ્રગ્સ તેના શરીરના અંગોને ખૂબ જ નુકસાન પહોંચાડે છે.આથી જ આવા નુકસાનકારક ડ્રગ્સથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
93.AIDS શું છે? તે શાના કારણે થાય છે? કેવી રીતે ફેલાય છે?
ઉત્તર : AIDS એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ એક ચેપી બીમારી છે.આ રોગ HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાઇરસના સંક્રમણથી થાય છે. આ વાઇરસ AIDS ધરાવતા વ્યક્તિના શરીરમાંથી બીજા સ્વસ્થ વ્યક્તિના શરીરમાં દાખલ થઈને તેને બીમાર કરે છે. AIDS મુખ્યત્વે AIDS ધરાવતા વ્યક્તિ સાથે અસુરક્ષિત જાતીય સંપર્ક બનાવવાથી ફેલાય છે. આ ઉપરાંત HIV ગ્રસ્ત રૂધિરના ઉપયોગથી કે HIV ગ્રસ્ત વ્યક્તિએ ઉપયોગમાં લીધેલ સીરિજ વડે,તેમજ રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા ફેલાઈ શકે છે.