1. વ્યાખ્યા આપો : કંપન
ઉત્તર : પદાર્થની કે પદાર્થના કણોની આગળ – પાછળ કે ઉપર – નીચે થતી ગતિને કંપન કહે છે.
- વ્યાખ્યા આપો : કંપવિસ્તાર
ઉત્તર :કંપન કરતી વસ્તુના સમતોલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપવિસ્તાર કહે છે. - કંપિત થતી થાળીમાં જો પાણી હોય તો પાણીમાં____ ઉત્પન્ન થાય છે.
ઉત્તર :તરંગો4. ધ્વનિ પ્રબળતા વસ્તુના કંપનના______વિડે નક્કી થાય છે.
ઉત્તર :કંપવિસ્તાર - કેટલાક કિસ્સાઓમાં કંપનોનું નિદર્શન શા માટે થઈ શકતું નથી?
ઉત્તર :કેટલાક કિસ્સાઓમાં ઉત્પન્ન થતાં કંપનનો કંપવિસ્તાર ખૂબ જ નાનો હોવાના કારણે તે કંપનો જોઈ શકાતા નથી. - નીચેના કોષ્ટકમાં સંગીત વાઘોના કંપન કરતા ભાગ જણાવો :
ક્રમ | સંગીત વાદ્ય | કંપન કરતો ભાગ |
1. | ડ્રમ | ચામડાનો પડદો |
2. | મંજીરા | પતરાં વડે બનેલી વસ્તુ |
3. | વીણા | તણાયેલી દોરી |
4. | તબલાં | ખેંચાયેલી સપાટી (મેમ્ર્બેન) |
5. | વાંસળી | હવાનો સ્તંભ |
6. | ઢોલક | ખેંચાયેલી ત્વચા (મેમ્બ્રેન) |
7. | સિતાર | તાર |
8. | એકતારો | તાર |
7.કયાં સંગીતનાં વાઘોને ફક્ત ટીપવામાં કે અથડાવવામાં આવે તો ધ્વનિ ઉત્પન્ન કરે છે?
ઉત્તર : મંજીરા,માટીના ઘડા અને કરતાલ વગેરેને ફક્ત ટીપવાથી કે અથડાવવાથી ધ્વનિ ઉત્પન્ન થાય છે.
8.તબલાંની સપાટી ઉપર પ્રહાર કરતાં,ત્યારે જે ધ્વનિ સંભળાય તે તબલાંની સપાટીનો જ છે.
ઉત્તર : ખોટું
- ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
ઉત્તર :કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે.10. નીચેનામાંથી ધ્વનિ શામાંથી ઉત્પન્ન થતો નથી?
(A) વસ્તુને અડકવાથી
(B) વસ્તુને ઘસવાથી
(C) વસ્તુમાં ધ્રુજારી થવાથી
(D) બે વસ્તુ અથડાવાથી
ઉત્તર : A
11. સ્વરપેટી એટલે શું?
ઉત્તર : મનુષ્યોમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે.
12. સ્વરપેટીનું બીજું નામ_____છે.
ઉત્તર : કંઠસ્થાન
13. સ્વરપેટી_____ના ઉપલા છેડા પર હોય છે.
ઉત્તર : શ્વાસનળી
14. સ્વરતંતુઓ એટલે શું?
ઉત્તર : સ્વરપેટી અથવા કંઠસ્થાનની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી સ્લિટની રચના થાય છે ધનને સ્વરતંતુઓ કહે છે.
15. સ્વર પેટી ની આકૃતિ દોરી તેનું કાર્ય સમજાવો.
ઉત્તર :
મનુષ્યોમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે. બે સ્વરતંતુઓ સ્વરપેટીથી એવી રીતે ખેંચાયેલ હોય છે કે જેથી એક સાંકડી તિરાડ હવાની અવરજવર માટે બંને વચ્ચે રહે. જ્યારે ફેફસાં તિરાડ દ્વારા હવા ધકેલે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુઓ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે. જેને લીધે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે.
16. નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે?
(A) નાની છોકરીની
(B) નાના છોકરાની
(C) પુરુષની
(D) સ્ત્રીની
ઉત્તર : C
- અવાજના પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા કેમ હોય છે?
ઉત્તર :સ્વરપેટીમાં રહેલા સ્વરતંતુઓ જ્યારે કંપન અનુભવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. સ્વરતંતુ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છ . જયારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે આવૃત્તિ વધુ હોય છે અને જયારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજની આવૃત્તિ ઓછી હોય છે. આમ, ધ્વનિની આવૃત્તિમાં ફેરફારને લીધે અવાજના પ્રકાર અને ગુણવત્તા જુદા – જુદા હોય છે.18. પુરુષોમાં સ્વરતંતુઓ કેટલા લાંબા હોય છે?
ઉત્તર :20 mm19. સ્ત્રીઓમાં સ્વતંતુઓ લગભગ_____ જેટલા લાંબા હોય છે.
ઉત્તર : 5 mm20. બાળકોમાં સ્વરતંતુઓ ઘણા લાંબા હોય છે.
ઉત્તર : ખરું21. ધ્વનિને પ્રસરવા માધ્યમની જરૂર પડે છે.
ઉત્તર : ખરું22. અવાજનું પ્રસરણ શામાં થઈ શકતું નથી?
ઉત્તર : અવાજનું પ્રસરણ શૂન્યાવકાશમાં થઈ શકતું નથી.23. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકે છે.
ઉત્તર : ખોટુ24. કારણ આપો : શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી.
ઉત્તર : ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ કે સૂક્ષ્મ કણોના કંપનની જરૂર છે. આ માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ પૈકી કોઈ પણ હોઈ શકે. શૂન્યાવકાશમાં કોઈ જ પ્રકારના દ્રવ્યો હોતા નથી. આથી શૂન્યાવકાશમાં માધ્યમની ગેરહાજરીના કારણે ધ્વનિ પ્રસરણ પામતો નથી.25. કારણ આપો : ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી.
ઉત્તર : ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી, કારણ કે ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિને પ્રસરવા માટે માધ્યમના કણ ના કંપનની જરૂર પડે છે. પૃથ્વી પર બોલતી વખતે ધ્વનિ – પ્રસરણ માટે વાતાવરણ એક માધ્યમ બને છે જે ચંદ્ર પર નથી. પરિણામે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતી નથી.26. ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુઃ ધ્વનિ પ્રવાહી માધ્યમમાં પ્રસરણ પામે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી : ડોલ કે બાથટબ, ઘંટડી,
આકૃતિ :
પદ્ધતિ : સૌ પ્રથમ એક ડોલ કે બાથટબ લો. આ ડોલ કે બાથટબને સ્વચ્છ પાણીથી ભરો. હવે, એક નાની ઘંટડી લો. આ ઘંટડીને પાણીમાં ઉતારો અને હાથ વડે પકડી રાખો. ધ્યાન રાખો કે ઘંટી ડોલ કે બાથટબને અડકેલી ન હોય. હવે, ઘંટડીને એવી રીતે હલાવો કે તે પ્રેલ કે બાથટબને ન અડકે. ઘંટડી હલાવતા રહી તમારા કાનને પાણીની સપાટી પર રાખો. ધ્યાન રાખો કે પાણી કાનમાં ન જાય. આ સ્થિતિમાં ઘંટડીનો અવાજ સંભળાય છે કે નહીં તે નોંધો.
અવલોકન : પાણીમાં પડી વગાડતા ઘંટડીનો અવાજ પાણીની બહાર પણ સંભળાય છે.
નિર્ણય : ધ્વનિ પ્રવાહી માધ્યમમાં પ્રસરણ પામે છે.
27. આકાશમાં ઉડતા વિમાન નો અવાજ શૂન્યવકાશ માધ્યમ દ્વારા આપણા સુધી પહોંચે છે.
ઉત્તર : ખોટું
28. આપણી આસપાસ નો અવાજ હવાના માધ્યમ દ્વારા સંભળાય છે.
ઉત્તર : ખરું
29. નીચેનામાંથી શેમાં પ્રસારણ પામી શકશે?
(A) લોખંડની ફૂટપટ્ટી
(B) લાકડાની ફૂટપટ્ટી
(c) ખેંચાયેલી દોરી
(D) આપેલ તમામ
ઉત્તર : D
30. ધ્વનિ દોરીમાં પ્રસરણ પામી શકતો નથી.
ઉત્તર : ખોટું
31. આઇસક્રીમના કપ વડે રમકડાનો ટેલિફોન બનાવતાં અવાજ શેના દ્વારા પ્રસરણ પામશે? તેના કયા ભાગમાં કંપન જોવા મળશે?
ઉત્તર : આઇસક્રીમના કપ વડે રમકડાનો ટેલિફોન બનાવી સામ-સામેના કપ પૈકી કોઈ એક કપમાં બોલતા અવાજ દોરી દ્વારા પ્રસરણ પામે છે. આથી દોરીમાં કંપન જોવા મળે છે. દોરીના માધ્યમ દ્વારા પ્રસરતો અવાજ બીજે છેડે કપમાં સાંભળી શકાય છે.
32. ધ્વનિ___ માધ્યમમાં પ્રસરી શકે.
ઉત્તર : ધન, પ્રવાહી અને વાયુ
33. જુદાં જુદાં માધ્યમોમાં ધ્વનિ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે.
ઉત્તર : ખરું
34. શામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય છે?
(A) શૂન્યાવકાશ
(B) તેલ
(C) પાણી
(D) હવા
ઉત્તર : D
35. કાનની બહારના ભાગનો આકાર___જેવો છે.
ઉતર : ગરણી
36. કાનનો પડદો એ___ નો ભાગ છે.
ઉત્તર : શ્રવણ અંગ
37. કાનનો પડદો એક ખેંચાયેલા____ ના પડ જેવો હોય છે.
ઉત્તર : રબર
38. કાનના પડદાનું કાર્ય જણાવો.
ઉત્તર : કાનમાં પ્રવેશેલો ધ્વનિ કાનના સંવેદનશીલ પડદાને કંપિત કરે છે. કાનનો પડદો આ કંપનને આંતરિક કાન સુધી મોકલે છે. અને આંતરિક કાનથી આ ધ્વનિ તરંગો મગજ સુધી પહોંચે છે.
39. ધ્વનિ આપણને કેવી રીતે સંભળાય છે, તે માનવ કાનની આકૃતિ દોરી સમજાવો.
ઉત્તર :
કાનની બહારના ગરણી જેવા આકારમાં જ્યારે ધ્વનિ પ્રવેશે છે, ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. કાનમાં પ્રવેશેલા ધ્વનિતરંગો કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો આ કંપનીને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિના તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ.
40. કારણ આપો : કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં.
ઉત્તર : કાનમાં આવેલો કર્ણપટલ એટલે કે કાનનો પડદો પાતળો હોય છે. જે કાનમાં તીક્ષ્ણ – અણીદાર વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુક્સાન થવાની શક્યતા છે. જેના કારણે આપણી સાંભળવાની ક્ષમતા ઓછી થઈ શકે છે. આથી, કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં.
41. વ્યાખ્યા આપો :
(1) દોલિત ગતિ
ઉત્તર : જયારે કોઈ પદાર્થ નિશ્ચિત બિંદુની સાપેક્ષ ગતિનું પુનરાવર્તન કરતો હોય તો તે પદાર્થની ગતિને દોલિત (આંદોલિત) ગતિ કહે છે.
(2) આવૃત્તિ
ઉત્તર : એક સેકન્ડ દીઠ થતાં દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે.
42. આવૃત્તિનો એકમ_____ છે.
ઉતર : હટ્ઝ
43. હટ્ઝ નોસંકેત___ છે.
ઉત્તર : HZ
44. 1 હટઝ એટલે શું?
ઉત્તર : કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે, તો તેના કંપનની આવૃત્તિ 1 HZ કહેવાય છે.
45. વ્યાખ્યા આપો: આવર્તકાળ
ઉત્તર : એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્ત કાળ કહે છે.
-
વસ્તુને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને______કહે છે.
ઉત્તર : આવર્તકાળ47. અવાજ ઉત્પન્ન કરતી વસ્તુ ને આપણે જોયા વગર પણ ઓળખી શકીએ છીએ.
ઉત્તર :ખરુ48. ધ્વનીના અગત્ય ના ગુણધર્મો જણાવો.
ઉત્તર : કંપવિસ્તાર અને આવૃત્તિ ધ્વનિ ના અગત્યના ગુણધર્મ છે.49. કંપન કરતી વસ્તુ ની એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે.
ઉત્તર : ખોટું50. જો કોઈ વસ્તુ એક સેકન્ડમાં 20 દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ કેટલી થશે?
ઉત્તર :20 Hz51. ધ્વનિ ની પ્રબળતા નો આધાર કંપન કરતી વસ્તુ ના કંપવિસ્તાર પર રહેલો છે, તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર :
હેતુ : ધ્વનિની પ્રબળતા નો આધાર કંપન કરતી વસ્તુ ના કંપવિસ્તાર પર રહેલો છે, તે સાબિત કરવું.
સાધનસામગ્રી : ધાતુ નો ગ્લાસ, ચમચો, દોરી, થરમોકોલ બોલ
આકૃતિ :
પદ્ધતિ : સૌ પ્રથમ એક ધાતુનો ગ્લાસ (પ્યાલો) લો. હવે આ પ્યાલો પડે નહીં તે રીતે તેને સપાટ સપાટી પર ઊભો ગોઠવો. હવે એક સ્ટીલનો ચમચો લઈ તેને આ ગ્લાસ સાથે ગ્લાસની ધાર પર ધીમેથી અથડાવો. તરત જ દોરી સાથે બાંધેલા થર્મોકોલના બૉલને ગ્લાસની ધાર સાથે આકૃતિમાં બતાવ્યા મુજબ અડાડો અને બૉલમાં જોવા મળતાં કંપવિસ્તાર અને સંભળાતા અવાજની નોંધ અવલોકન કોઠામાં કરો. આ જ ચમચા વડે ગ્લાસની ધાર પર જોરથી પ્રહાર કરી થર્મોકોલના બોલમાં જોવા મળતાં કંપવિસ્તાર અને અવાજની નોંધ અવલોકન કોઠામાં કરો. આ મુજબ પ્રયોગનું પુનરાવર્તન કરી અવલોકન નોંધો.
અવલોકન :
પ્રહાર | ધીમો પ્રહાર–1 | ધીમો પ્રહાર–1 | ધીમો પ્રહાર–2 | ધીમો પ્રહાર–2 | ધીમો પ્રહાર–3 | ધીમો પ્રહાર–3 |
કંપવિસ્તાર | નાનો | મોટો | નાનો | મોટો | નાનો | મોટો |
અવાજ | ધીમો | મોટો | ધીમો | મોટો | ધીમો | મોટો |
નિર્ણય : જેમ કંપવિસ્તાર નાનો હોય તેમ ધ્વનિ ધીમ હોય એટલે પ્રબળતા ઓછી હોય છે. અને મોટા કંપવિસ્તાર વાળા ધોની ની પ્રબળતા વધુ હોય છે.
-
એક લોલક 4 સેકન્ડમાં 40 વાર દોલન કરે છે, તેના આવર્તકાળ અને આવૃત્તિ શોધો.
ઉત્તર :40 દોલન પૂર્ણ કરવા લાગતો સમય=4 સેકન્ડ
1 દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર 4/40=0.1 સેકન્ડ આવર્તકાળ=0.1 સેકન્ડ
આવૃત્તિ = દોલનનો ની સંખ્યા /સમય = 40/4 = 10HZ
આવૃત્તિ = 10 HZ53. જ્યારે મચ્છરની પોતાની પાંખો 500 કંપન પ્રતિ સેકંડની સરેરાશ દર થી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો કંપન નો આવર્તકાળ કેટલો હોય?
ઉત્તર : આવૃત્તિ = 500 Hz
500 કંપન કરતા લાગતો સમય=1 સેકન્ડ
1 કંપન કરવા લાગતો સમય= ?
1/500 સેકન્ડ
કંપની નો આવર્તકાળ =0.002 સેકન્ડ54. જો કંપન નો વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે.
ઉત્તર :ખોટું55. જો કંપવિસ્તાર બમણો થઈ જાય તો પ્રબળતા કેટલા ગણી બને છે?
ઉત્તર : 4 ગણી56. જ્યારે કંપનનો કંપવિસ્તાર વધારે કે ઓછો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વની કેવો હોય છે?
ઉત્તર : જ્યારે કંપનનો કંપવિસ્તાર ઓછો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વની નિર્બળ હોય. જ્યારે એક કંપનનો કંપવિસ્તાર વધારે હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વની પ્રબળ હોય છે.57. ધ્વનિ ની પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધાર રાખે છે.
ઉત્તર : ખરું58. ધ્વનિ ની પ્રબળતા નો એકમ જણાવો.
ઉત્તર : db59. ટૂંકનોંધ લખો : ધ્વનિ ની પ્રબળતા
ઉત્તર : ધ્વનિની પ્રબળતા એટલે ધ્વનિ ઓછો છે કે મોટો છે. જે ધ્વનિની પ્રબળતા વધુ હોય તો તે ધ્વનિ મોટો હોય અને ધ્વનિની પ્રબળતા ઓછી હોય તો ધ્વનિ નાનો (ધીમો) હોય. ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો કંપવિસ્તાર બમન્નો કરવામાં આવે તો પ્રબળતા ચાર ગણી બને છે. ધ્વની પ્રબળતા ડેસિબલ (db) એકમમાં દર્શાવવામાં આવે છે. 80 dB થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે. ધ્વનિની પ્રબળતા કંપનના કંપવિસ્તાર પર આધારિત છે. જયારે કંપવિસ્તાર વધુ હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય છે. જયારે કંપવિસ્તાર નાનો હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ નાનો (નબળો – મંદ) હોય છે.60. સામાન્ય શ્વાસની પ્રબળતા_____ dB હોય છે.
ઉત્તર : 1061. મંદ ગુસપુસ (5 મી સુધીમાં) ની પ્રબળતા_____ dB હોય છે.
ઉત્તર : 3062. સામાન્ય વાતચીતની પ્રબળતા 60 db હોય છે.
ઉત્તર : ખરું63. વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા____હોય છે.
ઉત્તર : 70 dB64. એક ફેક્ટરીમાં સરેરાશ ધ્વનિની પ્રબળતા___ dB હોય છે.
ઉત્તર : 8065. ____dB થી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય છે.
ઉત્તર : 8066. વસ્તુના કંપનની_____વડે ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે.
ઉત્તર : આવૃત્તિ67. બાળક અને મોટી ઉંમરના લોકોની ધ્વનિની આવૃત્તિ સરખી હોય છે.
ઉત્તર : ખોટું68. જેમ કંપનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે.
ઉત્તર : ખોટું69. જેમ કંપનની આવૃત્તિ વધારે તેમ ધ્વનિનું____વધુ હોય છે.
ઉત્તર : તીણાપણું70. ડ્રમ અને સિસોટી પૈકી શેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ તીણો હોય છે? કેમ?
ઉત્તર : ડ્રમ અને સિસોટી પૈકી ડ્રમ ઓછી આવૃત્તિથી કંપન કરે છે. તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે સિસોટી વધુ આવૃત્તિથી કંપન કરે છે. તેથી તે વધુ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. અહીં સિસોટીના ધ્વનિની પીચ વધુ હોવાથી સિસોટીમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ તીણો હોય છે.71. કારણ આપો : મચ્છર વડે ઉદ્ભવતો ધ્વનિ એ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો હોય છે.
ઉત્તર : મચ્છર વડે ઉદ્ભવતો ધ્વનિ વધુ આવૃત્તિવાળો હોવાથી તેની પીચ વધુ હોવાથી તે તીણો હોય છે. જયારે સિંહની ગર્જનાથી ઉદ્ભવતો ધ્વનિ ઓછી આવૃત્તિવાળો હોય છે. પરિણામે તેની પીચ ઓછી હોવાથી આ અવાજ ઘેરો હોય છે. આમ, બંનેની ધ્વનિ આવૃત્તિ જુદી જુદી હોવાથી ધ્વનિ જુદો જુદો હોય છે.72. સિંહની ગર્જના ઘણી વધારે____ હોય છે, જ્યારે પક્ષીઓના ધ્વનિ___હોય છે.
ઉત્તર : પ્રબળ, નિર્બળ73. પુરુષ અને સ્ત્રીના ધ્વનિની આવૃત્તિ સરખી હોય છે કે અલગ? શા માટે?
ઉત્તર : પુરુષ અને સ્ત્રીના ધ્વનિની આવૃત્તિ અલગ – અલગ હોય છે, કારણ ક , પુરુષ અને સ્ત્રીના સ્વરતંતુની લંબાઈ અલગ અલગ હોવાથી તેમના ધ્વનિની આવૃત્તિ પણ જુદી જુદી હોય છે.74. વ્યાખ્યા આપો : અશ્રાવ્ય ધ્વનિ
ઉત્તર : 20 કંપન પ્રતિ સેકન્ડ (20 Hz) કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. આવા ધ્વનિને અશ્રાવ્ય ધ્વનિ કહે છે.75. અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ જણાવો.
ઉત્તર : મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધુ હોય છે.76. 20000 કંપન/સેકન્ડ કરતા વધારે આવૃત્તિ વધવાની પણ માનવના કારણે સંભળાતો નથી.
ઉત્તર : ખરું77. મનુષ્યના કાન માટે શ્રવણ રેન્જ 20 Hz to 20000Hz હોય છે.
ઉત્તર : ખરું79. કર્યુ પ્રાણી 20,000 Hz કરતાં વધારે આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે?
ઉત્તર : કૂતરો80. અસ્ટ્રાસાઉન્ડ સાધનો કેટલી આવૃત્તિ પર કાર્ય કરે છે, તથા તેનો ઉપયોગ ક્યાં થાય છે?
ઉત્તર : તબીબી સારવારમાં વપરાતા અસ્ટ્રાસાઉન્ડ સાધનો 20000 Hz થી વધુ આવૃત્તિ પર કાર્ય કરે છે. તેનો ઉપયોગ તબીબી સમસ્યાઓની તપાસ કરવા થાય છે.81. વ્યાખ્યા આપો : ઘોંઘાટ
ઉત્તર : મોટો ધ્વનિ કે જે કર્ણપ્રિય નથી તેને ઘોઘાટ કહે છે.82. અનિચ્છનીય ધ્વનિને___કહે છે.
ઉત્તર : ધોંધાટ83. અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે.
ઉત્તર : ખોટું84. જો બધા જ વિદ્યાર્થીઓ એક સાથે ખૂબ મોટેથી બોલે તો ઉત્પન્ન થતા ધ્વનિને શું કહેવાય છે?
ઉત્તર : ધોધાટ85. સંગીતનો ધ્વની એ કાનને ખુશી આપે છે.
ઉત્તર : ખરું86. સંગીતનો ધ્વનિ એટલે શું?
ઉત્તર : સંગીતના વાઘો વડે ઉદ્ભવતો ધ્વનિ કે જે કર્ણપ્રિય છે તેને સંગીતનો ધ્વનિ કહે છે.87. ઘોઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે? શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે?
ઉત્તર : ઘોંઘાટ એટલે અસુખદ ધ્વનિ, જયારે સંગીતનો ધ્વની કાનને ખુશી આપનારો ધ્વનિ છે. ઘોંઘાટથી ધ્વનિ – પ્રદૂષણ થાય છે. જયારે સંગીતથી ધ્વનિ – પ્રદૂષણ થતું નથી. વાહનોના હોર્નનો અવાજ, કારખાનાઓના મશીનનો અવાજ ઘોંઘાટ છે. જયારે હાર્મોનિયમ, વાંસળી કે તબલાનો અવાજ એ સંગીતથી ઉત્પન્ન થતો અવાજ છે. જો સંગીત ખૂબ મોટેથી વગાડવામાં આવે કે જેથી કાનમાં તકલીફ થાય તો આવું સંગીત ઘોંઘાટ બની જાય છે.88. નીચેનામાંથી કોને ઘોંઘાટ કહી શકાય?
(A) શાકમાર્કેટનો અવાજ
(B) સંગીત
(C) લયબદ્ધ ગવાતી પ્રાર્થના
(D) રેડિયોમાં વાગતું સંગીત
ઉત્તર : A
89. વ્યાખ્યા આપો : ધ્વનિનું પ્રદૂષણ
ઉત્તર : હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે.
90. તમારી આસપાસના ઘોંધાટનાં ઉદ્દગમોની યાદી બનાવો.
ઉત્તર : વાહનોના હૉર્ન, કારખાનામાં ચાલતા મશીનો, લાઉડસ્પીકર પર વાગતાં ગીતો કે સંગીત, મોટાં અવાજથી ચાલતાં ટેલીવિઝન , રેલવે સ્ટેશન કે અન્ય વધુ ગીચતાવાળા વિસ્તારો વગેરે ઘોંઘાટના વિવિધ ઉદ્દગમો છે.
91. ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્તતા ઉત્પન્ન કરી શકે છે.
ઉત્તર : ખરું
92. ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાનકર્તા છે તે જણાવો.
ઉત્તર : ઘોંઘાટ એટલે અસુખદ ધ્વનિ. ઘોંઘાટ મનુષ્યને શારીરિક અને માનસિક એમ બંને રીતે નુકસાનકર્તા છે. અતિશય ઘોઘાટની હાજરી મનુષ્યમાં અનેક સ્વાથ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે. ઘોંઘાટને કારણે રાત્રે માણસની ઊંઘ બગડે છે તેવી માણસને અનિંદ્રાની સમસ્યા સતાવે છે. ન ગમતા અવાજને લીધે માનસિક તાણ ઉત્પન્ન થાય છે. વળી આવી વ્યક્તિ સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આ ઉપરાંત હાઈપર ટેન્શન (હાઈ બ્લડ પ્રેશર) ની તકલીફ પણ થાય છે. ઘોંધાટમાં લાંબા સમય સુધી રહેવાથી ક્યારેક અંશતઃ બહેરાશ કે કાયમી બહેરાશ પણ આવી શકે છે.