1.કુદરતી વિનાશક ઘટનાઓ કઈ કઈ છે?
ઉત્તર : પૂર, વાવાઝોડા, ચક્રવાત, વીજળી પડવી, ભૂકંપ, ત્સુનામી વગેરે કુદરતી વિનાશક ઘટનાઓ કહી શકાય.
2. વિધુત – તણખો ક્યાં અને ક્યારે જોવા મળે છે?
ઉત્તર : જયારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તથા જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં વિદ્યુત – તણખો જોવા મળે છે. વીજળી પણ એક મોટા પાયે વિદ્યુત – તણખો જ છે.
3. આકાશમાં વીજળી થવાનું કારણ વાદળમાં એકઠો થતો વીજભાર છે.
ઉત્તર : ખરું
4. અવલોકન જણાવો? ઊનના પૉલિએસ્ટરનાં કપડાં અંધારામાં ઉતારતી વખતે ….
ઉત્તર : જે – તે વ્યક્તિની રૂંવાટી ઊભી થઈ જાય છે અને તણખા સાથે તડ – તડ અવાજ સંભળાય છે
5. શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે. સમજાવો.
ઉત્તર : શિયાળા દરમિયાન ઊનમાંથી બનેલા સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ સંભળાય છે. કારણ કે શરીર અને સ્વેટર વચ્ચે ઘર્ષણ થતાં વીજભાર ઉત્પન્ન થાય છે, આ સમયે ઊર્જાનું પ્રકાશઊર્જા અને ધ્વનિઊર્જામાં રૂપાંતર થવાથી તડ તડ તેવો અવાજ થાય છે અને તણખા દેખાય છે.
6. અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલીને કઈ બે ઘટનાઓ સમાન છે તેમ દર્શાવ્યું હતું?
ઉત્તર : અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલીને દર્શાવ્યું કે આકાશમાં થતી વીજળી અને ઊનના ક્પડાંમાંથી થતા તણખાઓ સમાન ઘટનાઓ છે.
7. અવલોકન જણાવો : પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસીને કાગળના ઝીણા ટુકડા પાસે લઈ જતાં …
ઉત્તર : વીજભારિત પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કાગળના ટુકડાને આકર્ષે છે.
(A) પ્લાસ્ટિકની ફૂટપટ્ટી
ઉત્તર : B
9. અવલોકન જણાવો : પ્લાસ્ટિકની રીફિલને પૉલિથીન સાથે ઘસતાં …
ઉત્તર : રીફિલ વીજભાર મેળવે છે. એટલે કે વીજભારિત પદાર્થ બને છે.
ઉત્તર : ખરું
11. સ્ટીલની ચમચીને ઊનના કાપડ જોડે ખૂબ ઘસી તેને કાગળના નાના ટુકડા પાસે લઈ જતાં ..
ઉત્તરઃ ચમચી વીજભારિત થતી નથી તેથી કાગળના ટુકડા ચમચી વડે આકર્ષાતા નથી.
12. જે તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે કયા સાધન વડે જાણશો?
(A) થર્મોમીટર
ઉત્તર : C
13. ફુગ્ગાને કોરા વાળ સાથે ઘસીને ફુગ્ગાને વીજભારિત કરી શકાય છે.
ઉત્તર : ખરું
14. ઊન નીચેનામાંથી કોને વીજભારિત કરી શકશે?
(A) પ્લાસ્ટિકની ફૂટપટ્ટી
15. વીજભારિત થયેલી વસ્તુ કાગળના ટુકડાને આકર્ષી શકતી નથી.
ઉત્તર : ખોટું
16. પ્લાસ્ટિકના કાંસકાને વાળ સાથે ખૂબ ઘસતાં કોણ વીજભારિત થશે?
(A) પ્લાસ્ટિકનો કાંસકો
ઉત્તર : C
17. વીજભારિત પદાર્થ એટલે શું?
ઉત્તર : કેટલાક પદાર્થોને અન્ય પદાર્થ સાથે ઘસતા તે થોડો વીજભાર મેળવે છે. આવા પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે.
18. વીજભાર બે પ્રકારના છે.
ઉત્તર : ખરું
19. વીજભારના પ્રકાર લખો.
ઉત્તર : (1) ધન વીજભાર (2) ઋણ વીજભાર
20. સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે.
ઉત્તર : ખોટું
21. અસમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે.
ઉત્તર : ખોટું
22. જયારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે છે, ત્યારે ….
ઉત્તર : સળિયો ધનભારિત થાય છે, જયારે કાપડ ઋણભારિત થાય છે.
23. સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તરઃ હેતુ : સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે તે ઘટના સમજવી.
સાધન – સામગ્રી : બે ફુગ્ગા, ઊનનું કાપડ, દોરી.
આકૃતિ :
પદ્ધતિઃ (1) બે ફુગ્ગા ફુલાવો. (2) તેમને દોરી બાંધી એકબીજાને અડકે નહીં તેમ નજીક લટકાવો. (3) બંને ફુગ્ગાને ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં મૂકી દો. શું થાય છે તે તેનું અવલોકન કરો.
અવલોકન : બંને ફુગ્ગાને ઊન સાથે ઘસતા બંનેમાં સમાન પ્રકારના વીજભાર ઉત્પન્ન થાય છે. એક વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર જાય છે. એટલે કે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે.
નિર્ણય : બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે.
24. અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર : હેતુ: અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. તે ઘટના સમજવી.
સાધનસામગ્રી : એક રિફિલ, ફુગ્ગો, પોલીથીન નો ટુકડો, ઊનનું કાપડ, કાચનો પ્યાલો.

પદ્ધતિ : (1) વપરાયેલી રીફિલ લઈ તેને પોલિથીન સાથે ઘસો. (2) તેને કાળજીપૂર્વક કાચના પ્યાલાને સ્ટેન્ડ તરીકે વાપરતા હોય તેમ તેમાં મૂકો. (3) હવે ફુગ્ગો ફુલાવી તેને ઊનના કાપડ સાથે ઘસી તેને પ્યાલામાંથી રીફિલની નજીક લઈ જાવ. અવલોકન : રીફિલ અને ફુગ્ગામાં ઉત્પન્ન થતા વીજભાર અસમાન હોય છે. વીજભારિત રીફિલ વીજભારિત ફુગ્ગાની નજીક જાય છે.
નિર્ણય : બે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે.
25. કાચનો વીજભારિત સળિયો પ્લાસ્ટિકની વીજભારિત સ્ટ્રોને આકર્ષે છે.
ઉત્તર : ખરું
26. કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તેના વીજભારને____વીજભાર તરીકે લેવામાં આવે છે.
ઉત્તર : ધન
27. વસ્તુઓને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર ____ હોય છે.
ઉત્તર : સ્થિર
28. સ્થિર વીજભાર જાતે વહન પામે છે.
ઉત્તર : ખોટું
29. ઇલેક્ટ્રોસ્કોપની મદદથી પદાર્થ વીજભારિત છે કે નહિ તે શોધી શકાય તે ક્રિયા આકૃતિ સહિત સમજાવો.
ઉત્તર : ઇલેક્ટ્રોસ્કોપ : આ સાધનનો ઉપયોગ કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે કરી શકાય છે.
સિદ્ધાંતઃ સમાન પ્રકારનો વીજભારમાં અપાકર્ષણ થાય છે. જ્યારે અસમાન વીજભારમાં આકર્ષણ થાય છે.
ઉત્તર : માનવ શરીર એ વિદ્યુતનું સુવાહક છે. તેથી જયારે વીજભારિત પદાર્થોને આપણા હાથ વડે અડીએ તો વીજભારિત પદાર્થ આપણા શરીર મારફતે પોતાનો વીજભાર પૃથ્વીમાં ગુમાવે છે અને તેનો વીજભાર દૂર થાય છે.
31. અર્થિંગ એટલે શું ? તેનો ઉપયોગ ક્યાં થાય છે? શા માટે?
ઉત્તર : વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારનાં વહનની ક્રિયાને અર્થિંગ (earthing) કહે છે. તેનો ઉપયોગ ઊંચી ઇમારતોની ઉપર વિદ્યુત રક્ષક (વીજળીવાહક) તરીકે વાહક સળિયો રાખવામાં આવે છે. જેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટવામાં આવે છે. તે ઇમારતોને વીજળીની અસરથી બચાવે છે.
32. વીજળી ક્યારે થાય છે?
ઉત્તર : બે વાદળોના ધન વીજભાર અને ઋણ વીજભાર કે જમીન અને નજીકના વાદળોના અસમાન વીજભારો મળતાં તેજસ્વી પ્રકાશનો લિસોટો અવાજ સાથે ઉત્પન્ન થાય છે, ત્યારે વીજળી થાય છે.
33. વિદ્યુતભાર વિભારણ એટલે શું? સમજાવો.
ઉત્તર : હવાના પ્રવાહોની ઝડપી હીલચાલના કારણે વાદળોની ઉપરની ધાર ધનભારિત અને નીચેની ધાર ઋણભારિત બને છે. જમીનની પાસે પણ ધનવીજભાર જમા થાય છે, જ્યારે ધન વીજભાર અને ઋણવીજભારનો જથ્થો અતિશય વધી જાય ત્યારે હવા વિદ્યુતની મંદવાહક હોવા છતાં વીજભારના વહનને રોકી શકતી નથી. આમ,ધન અને ઋણ વીજભાર મળતાં જ તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. જેને આપણે ‘વીજળી’ તરીકે જોઈએ છીએ. આ સમગ્ર પ્રક્રિયાને વિધુતભાર વિભારણ કહે છે.
34. ગાજવીજ અને વીજળી વખતે નીચેના પૈકી કયું સ્થળ સૌથી વધુ સલામત કહેવાય?
(A) ખુલ્લું મેદાન
ઉત્તર : B
35. ગાજવીજ અને વીજળી દરમ્યાન ઝાડ એ સુરક્ષિત સ્થાન કહેવાય.
ઉત્તર : ખોટું
36. છજાં કાઢેલાં સ્થળો વીજળીના આંચકાથી બચાવી શકે છે.
ઉત્તર : ખોટું
37.જો જંગલમાં હોઈએ અને ગાજવીજ તેમજ વીજળી સાથેનું તોફાન આવે તો નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો પોગ્ય છે.
ઉત્તર : ખરું
38. ગાજવીજ સાથેના તોફાન દરમિયાન શું શું કરવું જોઈએ?
ઉત્તર : જો આપણે ઘરની બહાર હોઈએ ત્યારે ખુલ્લા વાહનો જેવાં કે મોટરસાઈકલ, ટ્રેક્ટર, બાંધકામના મશીનો, ખુલ્લી ગાડીઓ સુરક્ષિત ન હોવાથી તેમનાથી દૂર રહેવું. ખુલ્લા મેદાનો, ઊંચા વૃક્ષો, બગીચાનાં છાપરાં વગેરે સ્થળોને બદલે ઘરમાં જવું જોઈએ. જો ઘરની અંદર હોઈએ તો ટેલિફોનનાં વાયર, વિદ્યુત વાયરો, ધાતુની પાઇપ વગેરે સાથેનો સંપર્ક ટાળવો જોઈએ. જરૂર પડે ત્યારે મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવો જોઈએ, દોરડાવાળા લેન્ડલાઇનનાં ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ. ટીવી, કમ્યુટરનાં પ્લગ કાઢી નાખવાં
39. ગાજવીજ સાથેના તોફાન સમયે શું શું ન કરવું જોઈએ?
ઉત્તર : જો આપણે ઘરની બહાર હોઈએ તો વાહનો યંત્રોથી દૂર રહેવું. ખુલ્લા મેદાનમાં જવું નહીં. ઊંચા વૃક્ષો – થાંભલા વગેરેની નીચે કે નજીક જવું નહીં. વીજળી – ટેલિફોનના વાયરો, ધાતુની પાઇપો સાથેનો સંપર્ક ટાળવો. લેન્ડ લાઈન ટેલિફોનનો ઉપયોગ કરવો નહીં. વીજળીથી ચાલતા ટી.વી. કપ્યુટરના પ્લગ કાઢી નાખવા. પાણીનો સંપર્ક ટાળવો, નહાવું નહીં.
40. ઊંચી ઇમારતોને વીજળીથી થતા નુક્સાનથી બચાવવા શું કરવું જોઈએ?
ઉત્તરઃ ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે. માટે ઊંચી ઈમારત પર વીજળીનો વિદ્યુત – સુવાહક રાખવામાં આવે છે. વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડ દાટેલો હોય છે. ઊંચી ઇમારત પર વીજળી પડે, તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી, ઇમારતને થતું નુકસાન અટકે છે. ઊંચી ઇમારતને વીજળીથી થતાં નુકસાનથી બચાવવા વીજળીનો વાહક રાખવામાં આવે છે.
41. કારણ આપો : ગાજવીજ અને વીજળીવાળા તોફાન વખતે ઇમારતોની પાણીની પાઇપો કે વિદ્યુતતારોને અડકવું ન જોઈએ.
ઉત્તરઃ ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલાં ધાતુના સ્તંભ, વિદ્યુત વાયરો અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે, પણ તેઓ વિદ્યુત સુવાહક હોવાથી વીજળીનો આંચકો લાગી શકે છે તેથી તેમને ગાજવીજવાળા તોફાન દરમિયાન અડકવું ન જોઈએ.
42. વીજળીનું વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી.
ઉત્તર : ખોટું
43. આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો જણાવો.
ઉત્તર : આપણી જાતને વીજળીથી બચાવવાના ત્રણ ઉપાયો આ મુજબ છે : (1) વીજળી અને ગાજવીજ વખતે ઘરની નજીક બહાર હોય, તો ઘરમાં કે કોઈ ઇમારતના નીચે ચાલ્યા જવું. ખુલ્લામાં રહેવું નહીં. (2) કાર કે બસમાં મુસાફરી કરતા હો, તો વાહનનાં બારી – બારણા બંધ કરવા. (3) બહાર ફરતાં હોઈએ, તો નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો.
44.ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે.
ઉત્તર : ખોટું
45. 26 જાન્યુઆરીના રોજ, 2001 માં મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો?
ઉત્તર : ગુજરાતમાં
46. કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી?
ઉત્તર : ભૂકંપ
47. ભૂકંપ એટલે શું? ભૂકંપ થવાનું મુખ્ય કારણ જણાવો.
ઉત્તર : પૃથ્વીના સૌથી ઉપરના પડનું અચાનક હલવું કે ધ્રૂજવું તેને ભૂકંપ કે ધરતીકંપ કહે છે. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજીત થયેલું છે. આ દરેકટુકડાઓ પ્લેટ છે. બે પ્લેટ જયારે એકબીજા સાથે ઘસાય છે ત્યારે પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે વિક્ષોભ ઉત્પન્ન થતા જમીનની સપાટી પર ધ્રુજારી થાય છે. આ વિક્ષોભ ભૂકંપનું મુખ્ય કારણ છે.
48. ભૂકંપથી શું નુકસાન થાય છે?
ઉત્તર : ભૂકંપથી ભૂખલન અને સુનામી થઈ શકે છે. ભૂકંપ ઇમારતો તથા સ્મારકો વગેરેને મોટા પાયે નુકસાન કરે છે. મનુષ્યો તેમજ પ્રાણીઓની જાનમાલની નુકસાની પણ થાય છે.
49. ભૂકંપના કારણે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે?
ઉત્તર : ભૂકંપથી ભૂસ્ખલન, પૂર અને સુનામી થઈ શકે છે.
50. ભૂકંપ ની સમજૂતી આકૃતિ સહિત આપો.
ઉત્તર:
ઉત્તર : પૃથ્વી પર જવાળામુખીના ફાટવાથી, ભૂકંપથી, ઉલ્કા પડવાથી કે ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓને લીધે ધ્રુજારીઓ થઈ શકે છે.
52. સિસ્મીક કે ફોલ્ટ ઝોન એટલે શું?
ઉત્તર : કેટલાંક ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને સિસ્મીક કે ફોલ્ટ ઝોન કહે છે.
53. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવાં ક્ષેત્રોનાં નામ આપો.
ઉત્તર : (1) ભારતમાં કાશ્મીર (2 ) પૂર્વ તથા મધ્ય હિમાલય. (3) ગુજરાતમાં કચ્છનું રણ (4) રાજસ્થાન અને ગંગાના મેદાનો
54. વીજળીના વાહકો ઇમારતોને શાનાથી બચાવે છે?
ઉત્તર : વીજળીથી
55. ભૂકંપની તીવ્રતાને કયા માપક્રમ વડે માપી શકાય છે?
ઉત્તર : રિક્ટર સ્કેલ
56.____રિક્ટર સ્કેલ કરતાં વધુ તીવ્રતાવાળા ભૂકંપ ખૂબ જ વિનાશક હોય છે.
ઉત્તર : 7
57. ભૂજ અને કાશ્મીરના ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ઉત્તર : 7.5 થી વધુ
58. ટૂંક નોંધ લખો : સિસ્મોગ્રાફ

ઉત્તર : ભૂકંપ આવે ત્યારે થતી દ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તંરગોને સિસ્મીક તરંગો કહે છે.આ તરંગોને સિસ્મોગ્રાફ સાધન વડે નોંધવામાં આવે છે. આ સાધનમાં એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે. જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આ ધ્રુજારી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે. સિસ્મીક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધે છે. આ તરંગોના અભ્યાસથી સંપૂર્ણ નકશો તૈયાર કરી શકાય છે. તેના વડે તેઓ ભૂકંપની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે.
60. કોઈ એક ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3 નોંધાય છે. શું તે સિસ્મોગ્રાફ વડે નોંધાશે? શું તે વધુ વિનાશ નોંતરશે?
ઉત્તર : ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. હા. 3 ની તીવ્રતાનો ભૂકંપ રિક્ટર સ્કેલ પર નોંધાશે, પરંતુ 3 ની તીવ્રતાનો ભૂકંપ બહુ વિનાશક હોતો નથી.
61. સિસ્મિક ઝોનમાં રહેઠાણના માળખા કેવા હોવા જોઈએ?
ઉત્તર :સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ મોટા આંચકા સહન કરી શકે તેવી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ‘ભૂકંપ સલામત ’હોય તેવા માળખાઓ ઊભા કરવા જોઈએ. ઈંટ – સિમેન્ટ કરતાં લાકડાની રચના ભૂંકપ સામે વધુ સલામત રહે છે.
62.ભૂંકપના કેન્દ્રને ____ કહે છે.
ઉત્તર : એપિસેન્ટર
63. ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી જોઈએ, તેના પર કાર્ય કરતી સંસ્થા કઈ છે? તે ક્યાં આવેલી છે?
ઉત્તર : કેન્દ્રીય ઈમારત સંશોધન કેન્દ્ર, રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે.
64. ઉચ્ચ સિસ્મીક વિસ્તારોમાં છાપરાંઓ શક્ય એટલાં હળવાં રાખવાં જોઈએ.
ઉત્તર : ખરું
65. ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરનારી સંસ્થા કઈ છે? તે ક્યાં આવેલી છે?
ઉત્તર : ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR ( Institute of Seismographic Research ) છે, જે ગાંધીનગરમાં આવેલી છે.