1. પ્રસ્તુત પધ ૨ચનાઓના રચિયતા કોણ કોણ છે ?
ઉત્તર : પ્રસ્તુત પઘમાં દુહાના રચિયતા અજ્ઞાત કવિ , મુક્તકના ગીતાબહેન પરીખ અને હાઈકુના ‘ સ્નેહરશ્મિ ‘ છે.
2. વિપત પડે ના …….., વલખે વિપત ન જાય.
ઉત્તર : વલખિયે
3. વિપત્તિના સમયમાં લેખક શું કરવાનું કહે છે?
ઉત્તર : ઉધમ
4. દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ?
ઉત્તર : દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ.
5. કવિના મતે વિપત્તિનો સામનો કેવી રીતે કરવો જોઈએ?
ઉત્તર : વિપત્તિ આવે ત્યારે માણસે મુંઝાવાને બદલે પરિશ્રમ કરવો જોઈએ. કારણ કે, ઉદ્યમ કરવાથી જ માણસની વિપત્તિ દૂર થઈ જાય છે.
6. નીચેના દુહાનો મુખ્ય વિચાર તમારી નોટબુકમાં લખો :
“વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય ;
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.”
ઉત્તર : આ પંક્તિમાં કવિ કહે છે કે દુઃખ પડે ત્યારે વલખાં મારવા ન જોઈએ. વલખાં મારવાથી દુઃખ દૂર થતું નથી. પણ દુ : ખ આવે ત્યારે મહેનત કરવી જોઈએ. મહેનતથી જ દુ : ખ દૂર થાય. દુઃખમાં નિરાશ થવાને બદલે મહેનત કરી એને દૂર કરવાના ઉપાય શોધવા જોઈએ. દરેક માણસોના જીવનમાં ક્યારેક હતાશા કે નિરાશા આવી જ જાય છે, ત્યારે હતાશાને ખંખેરીને આગળ વધવું જોઈએ. ઉદ્યમ એ સંકટ સમયની સાંકળ સમાન છે. આગળ વધવાના પ્રયત્નો જ આપણને તેવી પરિસ્થિતિમાંથી બહાર લાવી શકે છે.
7. ગુણની ઉપર ગુણ કરે , એ તો …… વટૃ;
ઉત્તર : વેવારા
8.અવગુણની ઉપર ગુણ કરે એને કેવો વટ કહેવાય ?
ઉત્તર : ક્ષત્રિય વટ
9. અવગુણની ઉપર અવગુણ કરે એ ક્ષત્રિય વટ છે(√ કે X)
ઉત્તર : X
10.વ્યવહારની રીત અને ક્ષત્રિય વટ વચ્ચે શો ભેદ છે?
ઉત્તર : વ્યવહાર એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો. જ્યારે ક્ષત્રિય વટની રીત એટલે કોઈના અપકાર ઉપર ઉપકાર કરવો.
11.નીચેના દુહાનો મુખ્ય વિચાર તમારી નોટબુકમાં લખો :
“ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારાં વક્રે;
અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયાં વટ્ટ .”
ઉત્તર : આ પંક્તિમાં કવિ કહે છે, કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક સામાન્ય વ્યવહાર થયો કહેવાય; પરંતુ જે કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતાં એના અપકારની સાથે આપણે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે. સજજન કે વીરપુરુષો અપકાર પર પણ ઉપકાર કરે છે. કોઈ પોતાનું ભૂંડું કરે તો પણ તેનું સારું કરીને તેનામાં રહેલો દુર્જનતાનો દુર્ગુણ દૂર કરવા પ્રેરણા આપે છે . તેનાથી દુનિયામાં દુર્જનોની સંખ્યા ઘટે છે. પોતાના પર અપકાર કરનાર પર ઉપકાર કરવો એ જ સાચી વીરતા અને એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે.
12. વિચાર વિસ્તાર કરો :
“ઊગે કમળ પંકમાં , તદપિ દેવ શિરે ચડે;
નહિ કુળથી કિંતુ, મૂલ મૂલવાય ગુણો વડે.”
ઉત્તર : આ પંક્તિમાં કવિ કહે છે કે કમળ કાદવમાં ઊગતું હોવા છતાં દેવના શિરે ચડે છે . તેને દેવને શિરે બેસવાનું સદ્ભાગ્ય તેના કુળના લીધે નહિ પરંતુ ગુણથી પ્રાપ્ત થાય છે. એ ગમે તે કુળમાં જન્મ્યો હોય પણ એનામાં પ્રામાણિકતા, હોશિયારી, મહેનત, વિવેક જેવા ગુણો અવશ્ય હોવા જોઈએ. કમળ કાદવમાં ઊગતું હોવા છતાં તેનામાં રહેલી સુવાસ અને સુંદરતા તેનું મહત્ત્વ વધારી દે છે. તેને મંદિરમાં બિરાજમાન દેવના મસ્તકે ચડાવી ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે. તેવી જ રીતે માણસમાં રહેલા સદ્ગુણો જ તેને સમાજમાં ઊંચા સ્થાને બિરાભાન કરાવી શકે છે, ગૌરવ અને માન – સન્માન પ્રદાન કરાવી શકે છે. આ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે ક્યા કુળમાં જન્મી છે તેના આધાર પર નહિ પરંતુ તેનામાં રહેલા ગુણના આધારે જ કરવું યોગ્ય છે.
13.વિચારવિસ્તાર કરો :
“હા પસ્તાવો વિપુલ ઝરણું, સ્વર્ગથી ઊતર્યું છે;
પાપી તેમાં ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે.”
ઉત્તર : પસ્તાવો એ હૃદયના ઊંડાણમાંથી જન્મેલી શ્રેષ્ઠ ભાવના છે. જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ભૂલો કરે જ છે, પરંતુ પોતે કરેલી ભૂલોનો પસ્તાવો કેટલાને થાય છે? માણસને જયારે પોતે કરેલી ભૂલનો પસ્તાવો થાય છે ત્યારે તે સામાન્ય માણસ મટીને સજ્જન બની જાય છે. અહીં પસ્તાવાને ઝરણું કહ્યું છે. ઝરણું શીતલ, આહલાદક અને પ્રસન્ન કરનારું હોય છે. પસ્તાવામાં રહેલી દિવ્ય શક્તિના કારણે કવિ કહે છે કે તે સ્વર્ગથી ઊતર્યું છે. કવિ કહે છે કે પસ્તાવારૂપી ઝરણામાં ડૂબકી દઈને પાપી પણ પુણ્યશાળી બને છે. આમ, માણસ બધાની વચ્ચે પોતાની ભૂલ કબૂલ કરે અને પસ્તાવો જતાવે તો – અજાણે માફ થઈ જાય છે. ભૂલ કબૂલ કરવી, પસ્તાવો જાહેર કરવો તે એક જાદુ છે. તે ભલભલાને પિગળાવી દેનારું જાદુઈ ઝરણું છે.
14. ’સૂકાં પર્ણો ‘ મુક્તકના રચિયતા કોણ છે?
ઉત્તર : ગીતાબહેન પરીખ
15. લીલાં અને સૂકાં પાનના દ્રષ્ટાંતથી કવયિત્રી કયો ભાવ પ્રગટ કરે છે?
ઉત્તર : લીલાં અને સૂકાં પાનના દ્રષ્ટાંતથી કવયિત્રી એ ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકાં પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઊઠે છે, પણ લીલાં પાન શાંત હોય છે. એમ અધૂરપવાળી વ્યક્તિ બહારથી સારા દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે, પણ હકીકતમાં તો એ પોતાની અધુરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે. જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે.
16. મુક્તકનાં લક્ષણો તમારી દૃષ્ટિથી જણાવો.
ઉત્તર : મુક્તક એ ટૂંકો, ચાર પદ અને બે લીટી ધરાવતો મુક્ત કાવ્યપ્રકાર છે. મુક્તક સ્વતંત્રકાવ્ય સ્વરૂપ છે. તે મોતી જેવુ નાનુ પણ ભારે તેજસ્વી હોય છે. તે ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે. મુક્તકની ભાષા, સરળ, સચોટ પ્રાસયુક્ત અને ચોટદાર હોય છે એમાં દૃષ્ટાંત બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે છે.
17. ’સૂકાં પર્ણો મુક્તક’ શામાંથી લેવામાં આવ્યું છે?
ઉત્તર : સૂકાં પર્ણો મુક્તક ‘ પૂર્વમાંથી ’ લેવામાં આવ્યું છે.
18. સૂકાં ……… વન ગજવતાં , શાંત લીલાં સદાયે.
ઉત્તર : પર્ણો
19. હાઈકુ …….. અક્ષરની કાવ્યકૃતિ છે.
ઉત્તર : 17
20. હાઈકુનાં લક્ષણો જણાવો.
ઉત્તર : હાઈકુ 17 અક્ષરની સાદી , સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે . જેમાં 5 – 7 – 5 એવું પંક્તિદીઠ તેનું અક્ષર વિભાજન છે. એને પ્રત્યેક શબ્દ એક – એક સૌંદર્યચિત્ર ઉપસાવે છે. એમ કહેવાય છે કે, હાઈકુ જ બોલે છે, કવિ નહિ.
21. સૂકેલી ડાળીએ મોર બેઠો.(√ કે X )
ઉત્તર : X
22. ‘સૂકેલી ડાળે’ હાઈકુનો અર્થ સ્પષ્ટ કરો.
ઉત્તર : પ્રસ્તુત હાઈકુમાં કવિ પોપટને સૂકી ડાળ પર બેઠેલો જુએ છે. ત્યારે તેમને એમ લાગે છે કે, વૃક્ષ લીલાં પાનથી છવાઈ ગયું છે. આ હાઇકુનો ભાવાર્થ એ છે કે, પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં ક્યારેક દુઃખના દિવસો આવશે અને શૂન્યાવકાશ સર્જાઈ જશે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ખીલશે અને સુખ આવશે.
23. કોઈ એક હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.
ઉત્તર : ‘ફરતી પીંછી’, હાઈકુનો વિચાર છે કે, જેમ કાળા રંગની પીંછી ફરે છે. ત્યાં બધે અંધકાર છવાઈ જાય છે. તેમ છતાં દિપકના પ્રકાશ રંગી શકતી નથી. તેવી જ રીતે અજ્ઞાની માણસ મોહમાયારૂપી અંધકારમાં ફસાઈ જાય છે; પરંતુ જ્ઞાની માણસને મોહમાયારૂપી અંધકાર સ્પર્શી શકતો નથી.
24.’ફરતી પીંછી હાઈકુનો’ મુખ્ય વિચાર લખો.
ઉત્તર: ‘ફરતી પીંછી’ હાઈકુમાં કવિ કહે છે કે અંધકાર રૂપી પીંછી જ્યાં જ્યાં ફરે છે તે તમામ વસ્તુઓ ને એ પોતાના કાળા રંગથી રંગી દે છે. પરંતુ દીવો તેના કાળા રંગથી કદી રંગા તો નથી. આ હાઈકુ નો ભાવાર્થ એ છે કે અજ્ઞાની માણસ પર માયા રૂપી અંધકારની અસર થાય છે, પરંતુ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતી નથી.
25.નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો:
1.વિપત=………………
ઉત્તર : દુખ
2.ઉદ્યમ=………………
ઉત્તર : મહેનત
3.અવગુણ=………………
ઉત્તર : દુર્ગુણ
4.પર્ણ=………………
ઉત્તર : પાન
6.વન=………………
ઉત્તર : જંગલ
7.દીપ=………………
ઉત્તર : દીવો
8.પોપટ=………………
ઉત્તર : કીર, સુડો
9.ડાળ=………………
ઉત્તર : શાખા
10.સદાય=………………
ઉત્તર : હંમેશા
26.નીચે આપેલા તળપદા શબ્દો ના અર્થ લખો:
1.વિપત – ………………
ઉત્તર : આફત
2.વેવારા – ………………
ઉત્તર : વ્યવહાર
3.ખત્રિયા – ………………
ઉત્તર : ક્ષત્રિય
4.ચોગમ – ………………
ઉત્તર : ચારે તરફ
5.વટૃ –………………
ઉત્તર : આબરૂ
27.નીચે આપેલા શબ્દો ના વિરોધી શબ્દ લખો:
1.દુઃખ × ………………
ઉત્તર : સુખ
2.ગુણ × ………………
ઉત્તર : અવગુણ
3.અંધકાર ×………………
ઉત્તર : પ્રકાશ
4.લીલું × ………………
ઉત્તર : સુકુ
5.ઉદ્યમ × ………………
ઉત્તર : આળસ
28.નીચે આપેલા શબ્દો ને શબ્દકોશ ના ક્રમમાં ગોઠવો:
1.વિપત, ગુણ, અવગુણ, ઉધમ, દીપ, ડાળ
ઉત્તર : અવગુણ, ઉદ્યમ, ગુણ, ડાળ, દીપ, વિપત
2.વેવારા, સૂકાં, પર્ણો, પોપટ, અંધકાર, પીંછી
ઉત્તર : અંધકાર, પર્ણો, પીંછી, પોપટ, વેવારો, સૂકાં