1. સંસ્કારની શ્રીમંતાઈ ‘ પાઠના સર્જકનું નામ જણાવો.
ઉત્તર : સંસ્કારની શ્રીમંતાઈ ” પાઠના સર્જકનું નામ ‘ કુન્દનિકા કાપડિયા છે.
2. સંસ્કારની શ્રીમંતાઈ પાઠનો સાહિત્ય પ્રકાર ………….છે.
3. સંસ્કારની શ્રીમંતાઈ ‘ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર : આ પાઠ ‘દ્વાર અને દીવાલ’માંથી લેવામાં આવ્યો છે.
ઉત્તર : જગમોહનદાસને એમના મિત્રવર્તુળમાં ‘રાજા’ નામથી સંબોધવામાં આવતા હતા. કારણ કે, તે એટલા શ્રીમંત હતા કે સાઠ લાખના ખર્ચે તેમને દરિયાકિનારે‘ આનંદમહલ’ બનાવ્યો હતો. જે અલકાપુરીની યાદ અપાવતો. ઘરે છ ગાડી અને નોકર હતા.
5. …….એ બેય હાથે તેમની આરતી ઉતારી હશે.
ઉત્તર : લક્ષ્મી દેવી
6. જગમોહનદાસના વૈભવ – વિલાસની માહિતી આપો.
ઉત્તર : જગમોહનદાસ પાસે સાઠ લાખ રૂપિયાના ખર્ચે દરિયાકિનારે બંધાવેલો ‘આનંદમહેલ’ નામનો આસમાની બંગલો હતો. એ બંગલો રાત્રે દીવાના ઝળહળાટમાં દેવોની અલકાપુરી જેવો લાગતો હતો. તેમના ઘરે છ મોટરગાડીઓ હતી અને અનેક નોકર – ચાકર હતા.
7. જગમોહનદાસના કુટુંબમાં કુલ કેટલા સભ્યો હતા ? કયા કયા?
ઉત્તર : જગમોહનદાસના કુટુંબમાં કુલ આઠ સભ્યો હતા . જગમોહનદાસ, તેમનાં પત્ની પાર્વતી બહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, છવ્વીસ વર્ષના પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, તેમનાં બે બાળકો મિલન તથા મૃણાલ અને તેમની સોળ વર્ષની પુત્રી પ્રીતિ.
8.જગમોહનદાસને જિંદગી સામે ફરિયાદ કરવાનું કોઈ કારણ ન હતું. વિધાન સમજાવો.
ઉત્તર : જગમોહનદાસ વૈભવી જીવનમાં દરેક જણ પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકતું હોય ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો કોઈ પ્રસંગ શા ઊભો થાય? બધાં જ લોકો સુખી હતાં. આમ , જિંદગી સામે ફરિયાદ કરવાનું એમની પાસે કોઈ કારણ નહોતું.
9. વિધાતાના ખેલમાંયે અજીબ વળાંક રહ્યા હોય છે.(✓કે X)
ઉત્તર : √
10.જગમોષનદાસ…. નો વેપાર કરતા હતા.
ઉત્તર : સટ્ટા
11. જગમોહનદાસને માથે એકવાર કેવું સંકટ આવી પડ્યું?
ઉત્તર : એકવાર જગમોહનદાસને માથે ભયંકર સંકટ આવી પડ્યું. એમને સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટરગાડીઓ અને ઘરની અનેક કિંમતી ચીજવસ્તુઓ વેચી નાખવી પડી. એમનાં સંપત્તિ, વૈભવ, માન – પ્રતિષ્ઠા જોતજોતાંમાં પાણીના રેલાની માફક વહી ગયાં.
12.“વિપત્તિ જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી , સાથે એના લાવલશ્કરને લાવે છે.” તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે?
ઉત્તર : વિપત્તી જયારે આવે છે ત્યારે એકલી નથી આવતી , સાથે એના લાવલશ્કરને લાવે છે.’ તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે. કારણ કે, જંગમોહનદાસને તે સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું હતું. ત્યાર પછી એમના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજય અને નુકસાનીની પરંપરા ચાલી હતી.
13. કઈ કહેવત જગમોહનદાસ પર આવી પડેલી મુશ્કેલીને યોગ્ય ઠેરવે છે?
ઉત્તર : ‘વિપત્તી જ્યારે આવે છે ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવલશ્કરને લાવે છે’. આ કહેવત જગમોહનદાસ પર આવી પડેલી મુકેલીને યોગ્ય ઠેરવે છે.
14. જગમોહનદાસ થયેલી નુકસાનીનું વર્ણન પાઠને આધારે કરો.
ઉત્તર : જગમોહનદાસની બધી સંપત્તિ, વૈભવ, માન, સ્થાન, બધું જ પાણીના રેલાની માફક આંખ ઊઘડતાં જ વહી ગયું. નુકસાન એટલું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો પણ વેચી નાખવો પડ્યો. મોટરગાડી અને ઘરની બીજી કિંમતી વસ્તુઓ પહેલાંથી જ વેચી નાખી.
15. વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા?
ઉત્તર : વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસે પચાસ રૂપિયા ભાડું આપી એક નાનકડાં મકાનમાં રહેવા ચાલ્યા ગયા.
16. શ્રીમંતાઈ માણસના સ્વભાવના કયા પાસાને રજૂ કરે છે?
ઉત્તર : શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અક્કડતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊચું આસન એના સ્વભાવને અમીરી બેપરવાડીનો અચળો પહેરાવે છે.
17. માણસના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલાં છે તે નિરીક્ષણ કરવાની વસ્તુ ક્યારે બને છે?
ઉત્તર : માણસના જીવનમાં જ્યારે આફતો આવી પડે છે ત્યારે એને પાઈપાઈનો હિસાબ ઉપર દિવસો ખેંચવાના હોય છે. આવે વખતે એના સ્વભાવમાં કેટલી સમતુલા અને ઉદારતા રહે છે એનું નિરીક્ષણ કરવું જોઈએ.
18. જગમોહન રોઠ નાના બની ગયા પછી તેમના ઘરનું વાતાવરણ કેવું હતું?
ઉત્તર : જગમોહન શેઠ નાના બની ગયા પછી તેમણે ઘરમાંથી બધા નોકરોને રજા આપી દીધી. ઘરનું કામ કરવા કેવળ એક જ ઘાટી રાખ્યો. રસોઈ કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું. પહેલાં ચળકતી નવી મોટરોમાં ફરતા શેઠિયાઓની અવરજવર રહેતી એને બદલે હવે સામાન્ય માણસોને અવરજવર રહેતી.
19. જગમોહનદાસની પુત્રી પ્રીતિ લેખિકાની મિત્ર હતી. (√ કે X )
ઉત્તર : √
20.“એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી, પણ તેઓ નિભાવી લેતાં” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : આ વાક્ય લેખિકા બોલે છે.
21. લેખિકાના પ્રશ્નોનો દયાળજીભાઈએ શો જવાબ આપ્યો?
ઉત્તર : લેખિકાના પ્રશ્નોના જવાબ આપતાં દાદાએ કહ્યું કે, એમને કોઈ દુઃખ નથી. પહેલાંની જેમ આજે પણ બેઠા બેઠા રોટલા ખાય છે . એમને કોઈ વાતની તકલીફ નથી. રોજ સવારે ઊઠતાં જ મસાલો નાખેલી ગરમ ચાનો કપ એમની સામે હાજર થઈ જાય છે. વહુ એમને પૂછીને રસોઈ બનાવે છે. એમની તબિયતને અનુકૂળ પડે એ માટે જુદું રાંધે છે. રોજ બપોરે છાપું વાંચે છે અને સાંજે ફરવા જાય છે. મોટર નથી એટલે એમને ચાલવાની કસરત મળે છે, એટલે શરીરે સારું રહે છે.
22.વિધાન સમજાવો : “મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઊલટું સારું રહે છે.”
23.દાદા દયાળજીભાઈએ લેખિકાની હાજરીમાં નિઃશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત ખૂંચતી હતી?
ઉત્તર : દાદા દયાળજીભાઈએ લેખિકાની હાજરીમાં નિઃશ્વાસ નાખ્યો. કારણ કે, સુખસાહેબીમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયાં. પરંતુ તેમની વૃદ્ધાવસ્થાને કારણે તે કોઈ કામ કરી શકતા ન હતા, આ વાત એમને મનોમન ખૂંચતી હતી . તેમને આ ઉંમરે કોણ કામ આપે? આ વાતનું એમને દુઃખ હતું.
24.“ઓહો દર્શનાબહેન , ઘણે દિવસે કાંઈ?” – આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર : આ વાક્ય સુમોહન બોલે છે.
25.પ્રીતિને……..બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી.
ઉત્તર : ડૉક્ટર
26. સુમોહનને કઈ વાત કઠતી હતી ? તેણે લેખિકાને શું કહ્યું?
ઉત્તર : સુમોહનની ઇચ્છા પ્રીતિને ડૉક્ટર બનાવી આગળ ભણવા અમેરિકા મોકલવાની હતી. પણ હવે એ પરિસ્થિતિ રહી નહોતી. એ વાત કઠતી હતી. તેણે લેખિકાને કહ્યું કે પ્રીતિ ભણવામાં એના કરતાં પણ હોશિયાર છે. એને મનમાં એમ હતું કે તે બહેનને ઊંચામાં ઉં કેળવણી અપાવશે . પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પોતાને જે સગવડ મળી તે હવે બહેનને મળે તેમ નથી. એને કારણે બહેન સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે … આટલું કહેતાં તેનો અવાજ ભીનો થઈ ગયો.
27. ઉત્પલાભાભી સુખની શી વ્યાખ્યા આપે છે ?
ઉત્તર : ઉત્પલાભાભી સુખની વ્યાખ્યા આપતાં કહે છે કે , “અરે બહેન , તમે પણ શું માનો છો કે બંગલો ને મોટરગાડી જ માણસને સુખ આપે છે ? અરે આ કામ કરવામાં કેટલી મજા પડે છે , સાંજના એ નોકરી પરથી થાકીને આવે , અમે જમી લઈએ , પછી રાતે બે ઘડી વાતો કરતા જે આનંદ મળે છે તે પેલાં પાર્ટી ને ક્લબ ને મિજલસોમાં ક્યારેય ન મળતો …”આમ ઉત્પલાભાભીએ સુખની વ્યાખ્યા કરતાં કહ્યું.
28.“કેવાં નસીબદાર સાસુ છો તમે ?” – આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે ?
ઉત્તર : લેખિકા બોલે છે . પાર્વતીબહેનને કહે છે.
29.પોતાને મળેલ ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે?
ઉત્તર : પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે.
30.કોણે આખી જિંદગીમાં કદી ખોટું કામ કર્યું નથી?
ઉત્તર : દાદાએ
31.“ભગવાને સંપત્તિ લઈ લઈને તો ઊલટાની વધુ મોટી આશિષ આપી છે ઊંચા.” – આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાંથી કેવો સૂર પ્રગટે છે?
ઉત્તર : આ વાક્ય પાર્વતીબહેન બોલે છે . આ વાક્યમાંથી એ સૂર પ્રગટે છે કે સંપત્તિ જાય તો એનો અફસોસ કરવો નહિ. સંપત્તિ ગઈ એને ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું.
32.લેખિકાને પ્રીતિના કુટુંબની કઈ બાબત ઈર્ષ્યા કરવા જેવી લાગે છે?
ઉત્તર : લેખિકાને પ્રીતિના ઘરના લોકોની કર્તવ્યભાવના, પોતાને ઘસી નાખવાની ઝંખના, એમના પ્રેમની સુવાસ સાચે જ ઈર્ષ્યા કરવા જેવી લાગે છે.
33. લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે એ પ્રીતિને મન શું છે? શા માટે?
ઉત્તર : લેખિકા જેને કર્તવ્યભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે.કારણ કે, સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે.
34.પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે?
ઉત્તર : પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે, કારણ કે સંસ્કારની શ્રીમંતાઈ હોય તો જીવનમાં કોઈપણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એક્બીજાને મદદરૂપ થઈએ છીએ.
35. પ્રીતિ પોતાના કુટુંબની લાગણી અને કર્તવ્યભાવનાને શાનું નામ આપે છે? શા માટે?
ઉત્તર : પ્રીતિ પોતાના કુટુંબની લાગણી અને કર્તવ્યભાવનાને ‘ સંસ્કારની શ્રીમંતાઈનું નામ આપે છે . કારણ કે , તે હોય તો જ આપણે વિપરીત પરિસ્થિતિમાં મદદરૂપ બની શકીએ
36. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
(1) શ્રીમંત = ……………..
(3) અલકાપુરી = ……………..
(4) કુટુંબ = ……………..
(5) ઘર્ષણ = ……………..
(6) મનિષા = ……………..
(7) વિપત્તિ = ……………..
(8) વિધાતા = ……………..
(9) ઔદાર્ય = ……………..
(10) કરુણા = ……………..
(11) સુભગ = ……………..
(12) વિહ્ન = ……………..
(13) આશ્વાસન = ……………..
(14) નિઃશ્વાસ = ……………..
(15) નોકર = ……………..
ઉત્તર : સેવક , દાસ
37. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો.
(1) શ્રીમંતાઈ x ……………..
(2) શેઠ x ……………..
(3) સુખ x ……………..
(4) સ્વર્ગ x ……………..
(5) નુકસાન x ……………..
(6) મિત્ર x ……………..
(7) હર્ષ x ……………..
(8) હોશિયાર x ……………..
(10) તિરસ્કાર x ……………..
(11) ભાગ્યવાન x ……………..
(12) અખંડ x ……………..
38.નીચે આપેલા શબ્દોની જોડણી સુધારી ફરી લખો :
(1) સંસ્કાર – ……………..
(2) શીમતાંઈ – ……………..
(3) જીદગી – ……………..
(4) કરતવ્ય – ……………..
(5) અખંડીતતા- ……………..
(6) ઓદાર્થ – ……………..
(7) નિહશ્વાસ – ……………..
(8) દિકરિ – ……………..
(9) સ્થીતી – ……………..
39.નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ઉત્તર : અખંડિતતા, ઉત્પલા, ઔદાર્ય, પારણાં, પ્રીતિ, સામાજિક, સ્વભાવ
40.નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો :
(1) જગમોહનદાસ – ……………..
(2) નોકરચાકર – ……………..
(3) સુખદુઃખ – ……………..
(4) લક્ષમીદેવી – ……………..
(5) સુવાસ – ……………..
(6) સર્વજ્ઞ – ……………..
(7) રસોઈકામ – ……………..
(8) કર્તવ્યભાવના – ……………..
(9) પ્રેમસભર – ……………..
(10) માતા – ……………..
41.નીચેનામાંથી પાઠમાં આવતા દ્વિરુક્ત શબ્દો શોધીને લખો :
અવારનવાર, શ્રીમંતાઈ, પાઈપાઈ, સંસ્કાર, લક્ષ્મીદેવી, અવરજવર, પારાવાર, અતિશયોક્તિ, કર્તવ્યભાવના, નોકર – ચાકર
ઉત્તર : અવારનવાર, પાઈપાઈ, અવરજવર, પારાવાર, નોકર – ચાકર
42.નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
(1) પુત્રની પત્ની
(1) ઘસી નાખવું
વાક્ય : સંતાનોના યોગ્ય ઉછેર માટે વિધવા માએ પોતાનું જીવન ઘસી નાખ્યું.
(2) ફટકો પડવો
વાક્ય : જીરાના વેપારમાં મારા કાકાને ફટકો પડ્યો.
(3) બેય હાથે આરતી ઉતારવી
વાક્ય : લક્ષ્મીજીએ જગમોહનદાસની બેય હાથે આરતી ઉતારી હશે
(4) પાણીના રેલાની માફક વહી જવું
વાક્ય : સટ્ટાના વેપારમાં ભલભલાની સંપત્તિ પાણીના રેલાની માફક વહી જાય છે
(5) સોનાના પારણામાં ઝૂલવું
(6) વિષાદની રેખાઓ દોરાવી
વાક્ય : સુમોહનના ચહેરા પર વિષાદની રેખાઓ દોરાઈ ગઈ.
(7) બોજ હલકો કરવો જવાબદારી
વાક્ય : ભાભીએ માનો બોજ હલકો કર્યો.
(44) નીચે આપેલાં વાક્યોમાંથી સાદું , સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખાવો:
(1) જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે ‘રાજા’ નામથી જ સંબોધાતા.
(2) જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા.
(3) ઘણા દિવસે આવી, બેટા!
(4) આટલું ના હોત તો કશીયે ખોટ નહોતી.
(5) હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો.