1 . ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે’ કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તર : ‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે’ કાવ્યના કવિનું નામ પ્રેમાનંદ છે.
2. પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા .( ✓ કે × )
ઉત્તર : √
3. ‘ સુદામા ચરિત્ર ‘ ના ક્યા કડવાનો આ કાવ્યખંડ છે ?
(A) બીજા
(B) ત્રીજા
(C) પાંચમાં
(D) સાતમા ✓
4. કાવ્યમાં કૃષ્ણ માટે કયા કયા શબ્દ વપરાયા છે ?
ઉત્તર : કાવ્યમાં કૃષ્ણ માટે અવિનાશ, હરિ , શ્રીરણછોડ, વિશ્વાધાર, જાદવરાય, શામળિયો, છબીલોજી, શ્રી કૃષ્ણદેવ, પ્રભુજી વગેરે શબ્દો વપરાયા છે
5. અવિનાશ પથારીમાં સૂતા છે . ( ✓ કે X )
ઉત્તર: √
6. અવિનાશને કેટલી પટરાણીઓ હતી ?
ઉત્તરઃ અવિનાશને આઠ પટરાણીઓ હતી.
7. શ્રીકૃષ્ણની આઠ પટરાણીનાં નામ જણાવો .
ઉત્તર : શ્રીકૃષ્ણની આઠ પટરાશ્રીઓના નામ આ મુજબ છે : (1) રુક્મિણી (2) શ્રીવૃંદા (3) ભદ્રાવતી (4) જાંબુવતી (5) સત્યા (6) કાલિંદી (7) લક્ષ્મણા (8) સત્યભામાં .
8. શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની કઈ કઈ સેવા કરતી હતી ?
ઉત્તર : શ્રીકૃષ્ણની પટરાણીઓને તેમની આ રીતે સેવા કરતી હતી : રુકિમણી પગ દબાવતી તેમજ શ્રીવૃંદા તેમને પંખો નાખતી હતી. ભદ્રાવતી એ અરીસો પકડયો હતો , જ્યારે જાંબુવતી જળની ઝારી લઈને ઊભી હતી. સત્યાં સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી. કાલિંદી અગર દૂર કરતી હતી. લક્ષ્મણા તંબોળ લઈ આવી હતી, સત્યભામાં શ્રીકૃષ્ણને પાનનું બીડું ખવડાવતી હતી. આમ, શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ તેમની સેવા કરતી હતી.
9. રુક્મિણી તળાંએ પાયરે , ……. ઢોળે વાય રે .
ઉત્તર : શ્રીવૃંદા
10. શ્રીકૃષ્ણની સામે દર્પણ કોણે ધર્યું છે ?
ઉત્તર : શ્રીકૃષ્ણ સામે દર્પણ ભદ્રાવતી રાણીએ ધર્યું છે .
11 . …….. એ જલની ઝારી લીધી છે
ઉત્તર : જાંબુવતી
12. શ્રીકૃષ્ણને સુગંધી લેપ કોણ લગાડે છે ?
ઉત્તર : સત્યા શ્રીકૃષ્ણને સુગંધી લેપ લગાડે છે .
13. અગરના લેપને કોણ ઉખેડે છે ?
ઉત્તર : અગરના લેપને કાલિંદી ઉખાડે છે .
14. પાનનું બીડલું કોણ લાવે છે ?
(A) રુક્મિણી
(B) લક્ષ્મણા √
(C) સત્યભામાં
(D) શ્રીવૃંદા
15. ………… પાનનું બીડું ખવરાવે છે .
ઉત્તર : સત્યભામાં
16. શ્રીહરિ ક્યાં પોઢ્યા છે ?
ઉત્તર : શ્રીહરિ હિંડોળાખાટ પર પોઢ્યા છે .
17. શ્રીકૃષ્ણની સોળ હજાર રાણીઓની વિશેષતા જણાવો .
ઉત્તર : શ્રીકૃષ્ણની સોળ હજાર રાણીઓમાં કોઈ હંસની ચાલવાળી તો કોઈ હાથીની ચાલવાળી છે. કોઈની હરણ જેવી આંખો છે , તો કોઈ ચકોરી જેવી છે . કોઈનો વાન શ્યામ છે તો કોઈ ગોરી છે. કોઈ મુગ્ધા બાલકિશોરી છે, તો કોઈ યુવતી શ્યામ છબીલી છે . કોઈ હાથનાં કંગન ખવડાવે છે તો કોઈ શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરી લે તેવી છે.
18 . શ્રીકૃષ્ણને રીઝવવા માટે સોળ હજાર રાણીઓ શું કરે છે ?
ઉત્તર : શ્રીકૃષ્ણને રીઝવવા માટે કેટલીક સ્ત્રીઓ ચંગ, મૃદંગ અને ઉપંગ જેવાં વાજિંત્રોના તાલે ભાતભાતનાં વસ્ત્રો પહેરી ગાંધર્વનૃત્ય કરે છે, તો કેટલીક સીઓ શ્રીમંડળ વીણાના સૂરે શ્રીકૃષ્ણનાં ગુણગાન ગાઈ રહી છે. કોઈ હાથનાં કંકણ ખણકાવે છે, કોઈ ચંચળ સ્ત્રી શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરી લે છે. આમ, આ બધી સ્ત્રીઓ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા ઇચ્છે છે અને તેમનો સાથ ઝંખે છે.
19. ‘વિશ્વાધાર’ શબ્દનો અર્થ આપો .
ઉત્તર : ‘વિશ્વાધાર’ એટલે વિશ્વના આધાર
20 . દાસી શ્રીકૃષ્ણ પાસે કયા સમાચાર લઈને આવે છે ?
21. દાસી દ્વારે ઊભેલા દ્વિજ વિશે શ્રીકૃષ્ણને શી માહિતી આપે છે ?
ઉત્તર : દાસી શ્રીકૃષ્ણને દ્વિજ વિશે માહિતી આપે છે કે તે કોઈ ઋષિ નથી તેમજ કોઈનો પત્ર પણ લાવ્યો નથી. તે દુઃખી અને દરિદ્ર જેવો દેખાય છે.
22. કવિએ આખ્યાનખંડમાં ક્યા કયા ઋષિ ઓનાં નામનો ઉલ્લેખ કર્યો છે ?
ઉત્તર : કવિએ આખ્યાન ખંડમાં નારદજી વશિષ્ઠ દુર્વાસા અગત્સ્ય વિશ્વામિત્ર, અત્રિ અને વામદેવ જેવા ઋષિઓનાં નામનો ઉલ્લેખ કર્યો છે.
23. દાસીના મુખે થયેલ સુદામાની દરિદ્રતાનું વર્ણન કરો.
ઉત્તર : શ્રીકૃષ્ણના દ્વારે ઊભેલા સુદામા દુ : ખી અને દરિદ્ર દેખાય છે. તેની પાસે તુંબીપાત્ર છે. માથે ભૂખરી જટા છે અને જટા તથા દેહ રાખથી ખરડાયેલો લાગે છે. તેને જોવા માટે શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. એ જાણે ભૂખરૂપી સ્ત્રીને પરહ્યો હોય એવું લાગે છે. આવું સુદામાનું વર્ણન દાસી શ્રીકૃષ્ણ પાસે કરે છે.
24. દાસીના મતે સુદામા ……. સ્ત્રીને પરણ્યા હોય તેવું લાગે છે .
ઉત્તર : ભૂખરૂપી
25. કોને જોવા માટે શેરીએ થોકબંધ લોકો એકઠા થયા છે ?
(A) કૃષ્ણને
(B) સેનાપતિને
(C) સુદામાને ✓
(D) બ્રાહ્મણને
27. દાસી દ્વારા સુદામાના આગમનનાં વચન સાંભળી શ્રીકૃષ્ણ સુદામા વિશે શું કહ્યું ?
ઉત્તર : દાસીના વચન સાંભળી શ્રીકૃષ્ણે કહ્યું , “ આ તો મારો બાળમિત્ર સુદામો મારા જેવા દુખિયાનો વિસામો છે.”
28. શ્રીકૃષ્ણનું પીતાંબર કોણ ભૂમિ પરથી ઊચકે છે ?
ઉત્તર : શ્રીકૃષ્ણનું પીતાંબર રુક્મિણી ભૂમિ પરથી ઊચકે છે ,
29. ભગવાન સ્ત્રીઓને શું તૈયાર કરવાનું કહીને ગયા?
ઉત્તર : ભગવાન સ્ત્રીઓને પૂજાની સામગ્રી તૈયાર કરવાનું કહીને ગયા .
30. શ્રીકૃષ્ણના મતે તે જે રાજ ભોગવે છે તે કોના પુણ્યનું ફળ છે ?
ઉત્તર : શ્રીકૃષ્ણના મતે તે જે રાજ ભોગવે છે તે સુદામાના પુણ્યનું ફળ છે .
31. શ્રીકૃષણને કઈ રાણી વધારે વહાલી લાગશે ?
ઉત્તર : જે રાણી નીચે નમીને સુદામાના ચરણસ્પર્શ કરશે એ રાણીને શ્રીકૃષ્ણ સૌથી વધારે વહાલી ગણશે.
32. સામગ્રી તૈયાર કરવા જતી સ્ત્રીઓ સુદામા વિશે કેવું અનુમાન કરે છે ?
ઉત્તર : સામગ્રી તૈયાર કરવા જતી સ્ત્રીઓ અનુમાન કરે છે, “શ્રીકૃષ્ણના આ ભાઈ કેવા હશે ? જેને શામળિયા સાથે સ્નેહ છે , એનું શરીર કરોડ કામદેવ જેવું રૂપાળું હશે.”
33. પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર રાણીઓ શું વાતો કરે છે ?
ઉત્તર : પૂજાની સામગ્રી લઈને ઊભેલી સોળ હજાર નારીઓ એકબીજાને કહે છે, “જે તો સુદામાને જોવાનો આનંદ લઈએ અને દિયરનાં દર્શન કરીએ.’’
34. શ્રીકૃષણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો .
ઉત્તર : શ્રીકૃષ્ણ અને સુદામાનું મિલન ચારેય વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દશ્ય જોઈ રહ્યા હતા , શ્રીકૃષ્ણ સુદામાને નીચે નમીને પગે લાગ્યા. સુદામાએ હાથ પકડીને ઊભા કર્યા, એમને હૈયા સરસા ચાંપ્યા , એમને ગાઢ આલિંગનમાં લીધા. શ્રાવણ મહિનામાં જેમ છાપરા ઉપરથી વરસાદના પાણીની ધાર પડે તેમ એ વખતે સુદામાને જોતાં જ શ્રીકૃષ્ણની આંખમાંથી આંસુ વહેતાં હતાં. સુદામાએ શ્રી કૃષ્ણ ના આંસુ લૂછ્યા. શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબીપાત્ર લઈ લીધું અને કહ્યું, “તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું. હવે મારા મહેલને પાવન કરો.’’
35. શ્રીકૃષ્ણ સુદામા પાસેથી શું લઈ લીધું ?
ઉત્તર : શ્રી કૃષણે સુદામા પાસે તુંબીપાત્ર લઈ લીધું .
36. સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી ?
ઉત્તર : સુદામાનો ધૂળથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતાં બોલ્યાં, “આ શા ફૂટડા શ્રીકૃષ્ણના મિત્ર સુદામા ! આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રીકૃષ્ણ શું જોઈ દોડી ગયા ! બંનેની નાનપણની માયા ભારે કહેવાય ! બંને મિત્રોની જેડી . જોવા જેવી છે . શ્રીકૃષ્ણ શરીરે સુગંધી લેપ લગાડ્યો છે, જયારે સુદામાએ ભસ્મ લગાવી છે. કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જશે તો જરૂર ડરી જશે ?’’
37. શ્રીકૃષ્ણ સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું ?
ઉત્તર : શ્રીકૃષ્ણ સુદામાને પોતાની શૈય્યા પર બેસાડ્યા અને પોતે સુદામાને પંખો નાખવા લાગ્યા .
38. શ્રીકૃષ્ણના વૈભવનું વર્ણન કરો.
ઉત્તર : શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે. તે હિંડોળાખાટ પર સૂતા છે. તેમને આઠ પટરાણીઓ છે, જે વિવિધ પ્રકારે સેવા કરે છે. જ્યારે બીજી સોળ હજાર રાણીઓ જાતજાતનાં વાજિંત્રો વગાડે છે. વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા, બાલકિશોરી, શ્યામછબીલી, હંસગામિની, ગજગામિની, મૃગનયની અણીઓ નાચગાન કરીને શ્રીકૃષ્ણને રીજવે છે.
39. નીચેની પંક્તિોનો ભાવાર્થ લખો:
(1) પિંગલ જટાને ભસ્મ ભરિયો રે ,
સુધારૂપિણી સ્ત્રીએ તે વરિયો રે .
ઉત્તર : કુષ્ણની દ્વારિકા નગરીના દ્વારે ઊભેલો એક દ્વિજ ( બ્રાહ્મણ ) ચાલીને આવ્યો હશે એટલે રસ્તાની ધૂળ ઊડતાં એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે. એણે શરીરે ભસ્મ ચોળી છે. સુદામા જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યો હોય એમ એમનો દેહ ભૂખથી કૃશ થઈ ગયેલો દેખાય છે.
( 2 ) આ હું ભોગવું રાજયાસન રે ,
તે તો એ બ્રાહ્મણનું પૂન્ય રે .
ઉત્તર : ‘ સુદામા આવ્યા છે ’ એ સમાચાર સાંભળીને કૃષ્ણ પોતાના બાળમિત્રને મળવા સફાળા દોડે છે. તેમની પટરાણીઓને તેમનો અતિથિસત્કાર કરવા પૂજાથાળ તૈયાર કરવાનું કહે છે. તેઓ રાણીઓને પોતાના બાળમિત્રનો મહિમા સમજાવતાં કહે છે કે, “ મારા આ બાળમિત્ર સુદામાના પુણ્યપ્રતાપથી જ હું આ રાજયાસનનું સુખ ભોગવી રહ્યો છું.” એમ કહીને શ્રીકૃષ્ણ મિત્રતાનો પૂજયભાવ વ્યક્ત કરે છે.
40. નીચેનાં વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગોવાળા શબ્દો શોધીને લખો :
(1) શ્રવણે સરોવરમાં ઘડો ડુબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો.
(2) વર્ગમાં બહુ ગણગણાટ થાય છે.
(1) સેજ્યા = …………………
(2) મરાલ = …………………
(3) અંબર = …………………
(4) ઉપહાર = …………………
(5) ફૂટડું = …………………
(6) દ્વિજ = …………………
(7) ક્ષુધા = …………………
(9) દીન = …………………
(10) લોચન = …………………
(11) મોજડી = …………………
(12) કંદર્પ = …………………
42. વિરુદ્ધાર્થી શબ્દો લખો :
(1)પાપ x …………………
(2) કાળી x …………………
(3) આજ x …………………
(4) પાસે x …………………
(5) અંબર x …………………
(6) ગરીબ x …………………
(7) અબોલ x …………………
(8) સંગત x …………………
(9) પવિત્ર x …………………
43. નીચે આપેલા શબ્દો ને શબ્દકોશના ક્રમમાં લખો :
અવિનાશ, દુર્વાસા, કનૈયો, અવિનાશ, હિંડોળો, પીતાંબર, ગજગામાં, રુકમણી
ઉત્તર : અવિનાશ, કનૈયો , ગજગામા , દુર્વાસા , પીતાંબર , રુકિમણી , હિંડોળો .
44. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો :
(1) કસ્તૂરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી-ઘૂંટીને તૈયાર કરેલો લેપ
(2) બંને બાજુ વગાડી શકાય તેવું ઢોલક જેવું એક વાઘ
(3) મુખેથી વગાડવાનું વાજું
(4) જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર
(5) નાગરવેલના પાનનું બીડું
(6) હાથીના જેવી ચાલવાળી
(7) હંસના જેવી ચાલવાળી
(8) હરણ ( મૃગ ) ની આંખ જેવી આંખવાળી
45. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો :
(1) પીતાંબર – …………………
(3) ગજગામા – …………………
(4) પ્રેમાલિંગન –…………………
(5) વાંકાબોલી – …………………
(6) રામ – કૃષ્ણ – …………………
(7) મહાદેવ – …………………
(8) જાદવરાય – …………………
(9) ત્રિભુવન – …………………
(10) માતા – પિતા – …………………
46. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો અલગ તારવો :
ઘેરઘેર , ઝરમર , પાંચપાંચ , ખળખળ , છનનન , રાતોરાત , ખુલ્લંખુલ્લા , લાડુબાડુ , ટપટપ , દડબડ , ઢમઢમ , પેનબેન , ગીતબીત
ઉત્તર : દ્વિરુક્ત શબ્દો : ઘેરઘેર, પાંચ – પાંચ , રાતોરાત , ખુલ્લંખુલ્લાં , લાડુબાડુ , પેનબેન , ગીતબીત
રવાનુકારી શબ્દો : ખળખળ , છનનન , ઝરમર , ટપટપ , દડબડ , ઢમઢમ
47. વિચારવિસ્તાર કરો અને તમારી નોટબુકમાં લખો :
મિત્ર એવો શોધવો , ઢાલ સરીખો હોય ;
ઉત્તર : આ પંક્તિોમાં સાચો મિત્ર કેવો હોવો જોઈએ , તેનું લક્ષણ બતાવાયું છે. સાચો મિત્ર ઢાલ જેવો હોય છે . લડાઈમાં પોતાના રક્ષણ માટે ઢાલનો ઉપયોગ કરવામાં આવે છે. બાકીના સમયે ઢાલ પીઠ પાછળ લટકાવેલી રહે છે . સાચો મિત્ર પણ આ રીતે દુઃખમાં આગળ રહી ઢાલની માફક આપણી રક્ષા કરે છે. આમ, સાચો મિત્ર તે છે જે સુખમાં ભલે આપણી સાથે ન હોય પણ દુઃખમાં આપણી મદદે જરૂર દોડી આવે છે.