1. ‘સાકરનો શોધનારો’ પાઠના લેખકનું નામ જણાવો.
ઉત્તર : ‘સાકરનો શોધનારો’ પાઠના લેખકનું નામ યશવંત પંડ્યા છે.
2. આ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
ઉત્તર : ‘સાકરનો શોખનારો’ પાઠનો સાહિત્ય પ્રકાર એકાંડી છે.
3. એકાંકી નાટક એટલે …
(A) બે એ કવાળું નાટક
(B) એક અંકવાળું નાટક ✓
(C) ત્રણ અંકવાળું નાટક
(D) ચાર અંકવાળું નાટક
ઉત્તર : ✓
5. અંજનના અભ્યાસખંડના હાલનું વિસ્તૃત વર્ણન કરો.
ઉત્તર : લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જ ભૂરો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે… અંજન આવી રીતે રંગ મેળવવાની મથામણ કરે છે પણ કંઈ યાદ રાખવામાં ફાવતું નથી.
7. અંજને લાલ રંગમાં વાદળી રંગ મેળવતાં …… રંગ મળ્યો.
ઉત્તર : જાંબુડો
ઉત્તર : રંગ મેળવણીની મથામણ કરતાં અંજન કઈ યાદ ન રહેતાં માસ્તર પર ચિડાય છે કે માસ્તર આમ ગોખવ્યા કરે એ ખોટું. યાદ તે કેટલું રહે? હું ગણિત ગોખું કે ઇતિહાસ, કડકડાટ કરું ને પાછું ભૂલી જવાય. આમ હેરાન થવાનું .
ઉત્તર : આ વાક્ય અંજન બોલે છે .
10. અંજનથી શાહીનો ખડિયો કઈ રીતે ઢોળાઈ ગયો ?
11. અંજન શેના વડે ડાઘા સાફ કરે છે ?
(A) બ્લોટિંગ ✓
(B) પેપર
(C) રૂમાલ
(D) કાપડ
12. ડાઘા સાફ કરવા જતાં અંજનનાં આંગળાં ખરડાય છે. ( ✓ કે X )
ઉત્તર : ✓
13. જંબુડો રંગ મેળવવા અંજન ક્યો ઉપાય વિચારે છે ?
14 . રંગ મેળવણીમાં અંજનના હાથની સાથે………….પણ સારી પેઠે ખરડાય છે.
ઉત્તર : કપડાં
15. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો. – “ પણ પીળા રંગનું શું થશે ? ”
ઉત્તર : લાલ શાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહિ એની ખાતરી કરવા અંજને બ્લોટિંગ લાલ ડાઘમાં વાદળી શાહી ભેળવી. એનાથી જાંબુડો રંગ થયો. તે વખતે તેને વિચાર આવ્યો : “પીળા રંગનું શું થશે ?”
16. કિન્નરી અંજનને ……… કેટલા પૂછવા આવી હતી .
ઉત્તર : સત્તર સત્તા
17. અંજન કિન્નરીથી શું સંતાડે છે ?
ઉત્તર : અંજન કિન્નરીથી ડાઘા સંતાડતો હતો.
18. ‘તું તો હમણાં કૂદકો મારતો હતો.’ આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે ? તે જણાવો.
ઉત્તર : આ વાક્ય કિન્નરી બોલે છે અને અંજનને કહે છે.
20. અંજન કિન્નરી પર ખિજાયા પછી કઈ લાગણી અનુભવે છે ?
ઉત્તર : અંજન કિન્નરી પર ખિજાયા પછી બહેનને દુભવ્યાની લાગણી અનુભવે છે.
21. અંજનની હાલત જોઈ કિન્નરી કોને બોલાવાની વાત કરે છે ? કેમ ?
ઉત્તર : અંજની હાલત જોઈ કિન્નરી તેમના બાપુને બોલાવવાની વાત કરે છે, કારણકે અંજની રંગ મેળવણી કરતા તેના કપડા અને આંગળા પણ સારી રીતે ખરડાય છે તે બતાવવા માટે બોલાવાનું કહે છે.
22. અંજન કિન્નરીના ‘સત્તર સત્તા કેટલા સો થાય’ નો શો જવાબ આપે છે ?
(A) બાણું સો
(B) ઓગણીસું સો ✓
(C) અઢાર સો
(D) પંદર સો
ઉત્તર : નિખિલરાય અંજન અને કિન્નરીને કહે છે.
24. અંજન અને કિન્નરીના પિતાનું નામ જણાવો.
ઉત્તર : અંજન અને કિન્નરીના પિતાનું નામ નિખિલરાય છે.
ઉત્તર : અંજનના હાથ અને કપડાં વિશે નિખિલરાયને કિન્નરી જણાવે છે.
26. નિખિલરાયનો મિજાજ કેમ બગડે છે ?
27. અંજનની કઈ પ્રવૃત્તિ તેના પિતાને ગમતી નથી ?
ઉત્તર : અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે, તો બીજે દિવસે બાટલી તોડે છે. આજે શાહી ઢોળી અને કપડા બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પડ્યા નિખિલરાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી.
28. અંજન કેમ ઢીલોઢસ થઈ જાય છે ?
ઉત્તર : નિખિલરાયને ગુસ્સો ઊભરાતાં તે અંજનને થપ્પડ ચોડી દે છે. આથી અંજન ઢીલોઢસ થઈ જાય છે.
29. હું લાલ શાહીમાં …… ભેળવવા ગયો.
ઉત્તર : વાદળી
30. અંજનને વાંચવા માટે નિખિલરાય કઈ ચેતવણી આપે છે ? શા માટે ?
ઉત્તર : અંજનને બે રંગોની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નહિ તેની ખાતરી કરવી હતી. નિખિલરાયને તેની આ પ્રવૃત્તિ પસંદ નહોતી. તેઓ માને છે કે આ તો રંગારાનું કામ છે. આથી તેઓ અંજનને વાંચવા બેસાડે છે અને ચેતવણી આપે છે કે દસ વાગ્યા પહેલાં તેણે ખુરશીમાંથી ઊઠવું નહીં. જો એ આઘોપાછો થશે તો તેઓ તેના પગ કાપી નાખશે.
31. “બાપુ, મા કહે છે કે તમે અંજુને મારશો મા.” આ વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ?
ઉત્તર : આ વાક્ય કિન્નરી બોલે છે અને તેના પિતાજીને કહે છે.
32. નિખિલરાયના મતે અંજનને કોણે બગાડ્યો છે ?
33. નિખિલરાયને અંજનના શિક્ષકે કઈ ફરિયાદ કરી હતી ?
34. અંજન માટે કોણ કડક વલણ અપનાવે છે ? શા માટે ?
ઉત્તર : અંજન માટે નિખિલરાય કડક વલણ અપનાવે છે, કારણ કે અંજનનું ભણવામાં કે વાંચવામાં ધ્યાન નહોતું, શાળાના શિક્ષકની પણ ફરિયાદ હતી. કે અંજન ભણવામાં પહેલા નંબરનો ઠોઠ છે. તે કોઈને કોઈ અડપલાં કરતો રહે છે. નિખિલરાય માને છે કે અંજનની બહેન કિન્નરી.અને મા તેનું ઉપરાણું લઈને તેને બગાડે છે. આથી નિખિલરાય અંજન માટે કડક વલણ અપનાવે છે.
35. ભણવા માટે નિખિલરાય અંજનને કયા શબ્દોમાં ચેતવણી આપે છે ?
ઉત્તર : ભણવા માટે નિખિલરાય અંજનને કડક શબ્દોમાં ચેતવણી આપે છે કે જો તેને તોફાન કરવાં હોય તો તે તેના મોસાળ પાછો ચાલ્યો જ્ય , અહીં રહેવું હોય તો ભણવામાં ધ્યાન આપવું પડશે. જો તે મસ્તી કરશે તો હાથનો માર ખાવો પડશે . આટલું કહીને નિખિલરાયે અંજન પાસેથી પૈડું, ભમરડો, લખોટાં વગેરે રમવાનાં સાધનો લઈ લીધાં અને સાઇકલ પર બેસવાની પણ મનાઈ કરી દીધી.
36. અંજન ટેબલના ખાનામાંથી કઈ કઈ વસ્તુઓ કાઢીને નિખિલરાયને સોપે છે ?
ઉત્તર : અંજન ટેબલના ખાનામાંથી પૈડું, સળિયા, ભમરડો અને જાળ કાઢીને નિખિલરાયને સોંપે છે.
37. ટેબલની તપાસ દરમિયાન બીજી કઈ કઈ વસ્તુ મળે છે ?
ઉત્તર : ટેબલની તપાસ દરમિયાન થોડીક ખીલીઓ અને નાની હથોડી મળે છે.
ઉત્તર : અંજન હથોડી લેવાનું કારણ બતાવે છે કે ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા એટલે સમા કરવા માટે લીધી હતી.
39. અંજુ, ચાલ, …….. બોલાવે છે.
ઉત્તર : મા
40. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો – “બાળકોનાં ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે ! ”
ઉત્તર : નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તેઓ અંજનને ધમકવે છે. એ વખતે કિન્નરી આવીને કહે છે કે અંજનને મા બોલાવે છે, ત્યારે નિખિલરાય અંજનને આ વાક્ય કહે છે.
41. માંદગીની અવસ્થામાં અંજનની સ્થિતિ કેવી થાય છે ?
42. કિન્નરી રમવા જવાની કેમ ના પાડે છે ?
ઉત્તર : અંજન બીમાર પડ્યો તેમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે. કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો.તેના બાપુને કાંઈ ખબર ન પડત. અને અંજનને ન લડત. તેથી તે પોતાને જવાબદાર માનતી હોવાથી રમવા જવાની ના પાડે છે.
43. અંજન પોતે બીમાર પડવાનું શું કારણ આપે છે ?
44. અંજનની માના મતે અંજન બીમાર પડવાનું શું કારણ હતું ?
ઉત્તર : અંજનની માના મતે અંજનના પિતાજીના કારણે તે બીમાર પડ્યો છે . અંજનની માનું માનવું છે કે પેલા દિવસે તેમણે ગુસ્સો ન કર્યો હોત અંજનની તબિયતને કશું ન થાત.
ઉત્તર : અંજન માંદો પડ્યો તેમાં કિન્નરીને પોતાનો વાંક લાગે છે; કારણ કે કિન્નરીએ અંજનને પજવ્યો ન હોત તો તેના બાપુને કંઈ ખબર પડત ઉત્તર અને તે અંજનને લડત નહિ.
ઉત્તર : ✓
47. અંજન દવા પીવાની કેમ ના પાડે છે?
ઉત્તર : દવા કડવી લાગતી હોવાથી અંજન પીવાની ના પાડે છે અને તેના કારણે આંખે અંધારાં આવતાં હોવાનું પણ એક કારણ અંજન દવા નહિ પીવાનું બતાવે છે.
48. આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે, તે જણાવો. – “પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે?”
ઉત્તર : અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે, પણ અંજન દવા પીવાની ના પાડે છે. તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એના આંખે અંધારાં આવે છે. આ સાંભળીને કિન્નરી અંજનને આ વાક્ય કહે છે.
ઉત્તર : સુરેન્દ્રનાથના મતે તબિયત સાચવવામાં અને દાક્તર સાહેબને તેડાવવાની બાબતમાં આળસ ન કરવી જોઈએ.
51. નીચેની પંક્તિ સમજાવો : ‘હરિ ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે !’
ઉત્તર : હરિનું ભજન કરવાથી આપણને વૈકુંઠ મળે છે … સ્વર્ગ મળે છે. તેવી જ રીતે કોઈ પણ કામ કરવા માટે સખત મહેનત અને લગન હોય તો તે સિદ્ધ થાય છે, પણ જો મહેનત જ ન કરીએ તો તેનું ફળ પ્રાપ્ત થતું નથી.
52. અંજન કિન્નરીનેને….. મદદ કરવાનું કહે છે.
ઉત્તર : માં
53. કંકાસથી કંટાળી ગયેલો અંજન શું વિચારે છે ?
ઉત્તર : કંકાસથી કંટાળી ગયેલો અંજન વિચારે છે કે તે હસતો નથી એટલે મા રડ્યા કરે છે ! તે બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે ! પણ તે શું કરે ? તેનો આનંદ મરી ગયો છે ! જાણે ચેતન જ જતું રહ્યું!
54. અંજનનો ચહેરો કેમ ઊતરી જાય છે ?
ઉત્તર : ભાસ્કર કાકા એમની પેટીમાં એટલાં રમકડાં લઈને આવ્યા છે કે રાત – દિવસ રમ્યા જ કરીએ ! કિન્નરીના આ શબ્દો સાંભળીને અંજનનો ચહેરો ઉતરી જાય છે; કારણ કે તેના બાપુ તેને રમવાની મનાઈ કરી છે.
55. ભાસ્કર કાકા માને શું કહેતા હતા ?
ઉત્તર : ભાસ્કરકાકા માને કહેતા હતા કે તે બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહિ, મારે નહીં પણ, બસ રમવા જ દે.
56. અંજન કિન્નરીને કેમ બાઝી પડે છે ?
ઉત્તર : ભાસ્કરરાય નિખિલરાયને કહેવાના છે કે તેઓ અંજનને અને કિન્નરીને વઢે નહિ, પણ રમવા દો. કિન્સ આનંદમાં આવી જાય છે અને તે કિન્નરીને બાઝી પડે છે.
ઉત્તર : ભાસ્કરરાયના મતે અંજનને નિખિલરાયની બીકનો તાવ હતો.
58. ભાસ્કરકાકા બાળકો માટે…… લાવ્યા હતા.
ઉત્તર: રમકડાં
59. નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ પોતાના બચાવમાં બહાનું કાઢે છે. ( ✓ કે X)
ઉત્તર : ✓
(A) સાકરનો
(B) હીરાનો
(C) કોલસાનો ✓
(D) માટીનો
61. અંજન કોલસામાંથી……. શોધવા માગે છે.
ઉત્તર: સાકર
62. ભાસ્કરરાયના ભણતર વિશેના વિચારો જણાવો.
63. ભાસ્કરરાયનો અંજન વિશે કેવો અભિપ્રાય છે ?
ઉત્તર : અંજન વિશે ભાસ્કરરાયનો અભિપ્રાય હતો કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે એટલે એને રુંધી ન નંખાય, એને સાચે માર્ગે વળવા દેવો જોઈએ. જ્યાં એનું વ્યક્તિત્વ હણાય નહિ પણ વિકસે ત્યાં એને જવા દેવો જોઈએ. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈ દિવસ જગતને નવું અજવાળું આપશે.
64. અંજન ઉમંગથી કેમ ઊછળી પડે છે ?
ઉત્તર : નિખિલરાય અંજનને રમકડે રમવાની પરવાનગી આપે છે , તેથી અંજન ઉમંગથી ઊછળી પડે છે.
65. અંજન કેવી વ્યથા અનુભવે છે ?
ઉત્તર : અંજનને એના પિતા એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે અને વઢે છે. તે અંજન પાસેથી પૈડું – ભમરડો, લખોટા જેવાં રમવાનાં સાધનો લઈ લે છે. આથી તેનો આનંદ મરી જાય છે. પિતાની બીકથી એ માંદો પડી જાય છે. અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે તાવ આવ્યો, એની મા માને છે કે એના બાપુ વઢ્યા ન હોત તો તે માંદો ન પડત, તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે. પણ અંજન બહેનને દોષિત ગણતો નથી. એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે.
66. પાત્ર પરિચય આપો : નિખિલરાય
ઉત્તર : નિખિલરાય એ અંજન અને કિન્નરીના પિતા છે . તેમનો સ્વભાવ કડક છે. નિખિલરાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે. તે અંજનને એનું મનગમતું કામ કરતાં સતત ટોકતા રહે છે . એની કુતૂહલવૃત્તિને દબાવી દે છે . ભણવાની બાબતમાં તેઓ અંજનને સતત કડક શબ્દોમાં ઠપકો આપે છે. તેના કારણે અંજન સતત ભયમાં રહે છે અને તે માંદો પડે છે. આમ , નિખિલરાયનું વર્તન બિલકુલ યોગ્ય નથી લાગતું.
67. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
(1) જાજમ = ………….
ઉત્તર : અભ્યાસ , આંસુ , ખુરશી , ટેબલ , પ્રભુ , માહિતી
(1) શાહી ચૂસનારો કાગળ
72.આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો :
વાક્ય : ઠોઠ વિદ્યાર્થી શિક્ષકની કોઈ પણ બાબતે આંખ આડા કાન કરે છે.
વાક્ય : મારો વાંક હોવાથી હું પિતાજી સામે મોમાં મગ ભરીને ઊભો રહ્યો .
વાક્ય : પ્રામાણિકતાથી ધંધો કરવાથી દળદર ફિટે છે.
વાક્ય : અંજનના કપડાં જો ઈને નિખિલરાયે મિજાજ ગુમાવ્યો.
વાક્ય : માએ અંજનનું ઉપરાણું લીધું.
વાકય : સમાજનાં બે જૂથ વચ્ચે નજીવી બાબતે મામલો બગાડયો.
વાક્ય : શિક્ષક ને વિદ્યાર્થીઓના શબ્દો કાને અથડાયા.
વાક્ય : પતિ ઘરમાં પ્રવેશતાં જ નારાજ પત્નીએ આડુ્ જોઈ લીધું.
વાક્ય : દસ દિવસની બીમારીમાં દર્દી લાશ થઈ ગયો.
વાક્ય : લોકો ભૂકંપગ્રસ્ત લોકોની વહારે ધાયા.
73. પાઠમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો શોધીને લખો.
રવાનુકારી શબ્દ : ડકડાટ, ધમપછાડા, કિલક
(1) મહાદેવ – …………