1. સંચાર-માધ્યમ એટલે શું?
ઉત્તર : એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર-તંત્ર કે સંચાર-માધ્યમ કહેવાય છે.
2. પહેલાંના સમયમાં કેવી રીતે સંદેશો આપવામાં આવતો હતો?
ઉત્તર : પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમો પાડીને, ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો.
3. સંચાર વ્યવસ્થાને ઝડપી અને સરળ બનાવવાનું કાર્ય કોણે કર્યું છે?
ઉત્તર : પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટઑફિસ, ટેલિફોન, મોબાઇલ ફોન, ફેક્સ, ઉપગ્રહો અને ઇન્ટરનેટે સંચાર વ્યવસ્થાને ખૂબ જ સરળ બનાવવાનું કાર્ય કર્યું છે.
4. વિજ્ઞાન અને ટેક્નોલૉજી ના ક્ષેત્રમાં વિકાસ કરવા …………. મહત્ત્વનો ફાળો આપ્યો છે.
ઉત્તર : સંચાર-માધ્યમે
5. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે …………. અગત્યની ભૂમિકા ભજવે છે.
ઉત્તર : સંચાર-માધ્યમો
6. પહેલાંના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ આપવાનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું, જે ……….. તરીકે ઓળખાય છે.
ઉત્તર : ટપાલ પદ્ધતિ
7. ભારતમાં આધુનિક ટપાલસેવાની શરૂઆત ઈ.સ. ……. માં થઈ હતી.
ઉત્તર : 1854
8. મિત્રોને શુભેચ્છા આપવા ………. નો ઉપયોગ થાય છે.
ઉત્તર : ગ્રીટિંગકાર્ડ
9. પોસ્ટઑફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય?
ઉત્તર : પોસ્ટઑફિસ દ્વારા મનીઓર્ડર કરીને પૈસા મોકલી શકાય છે.
10. ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ઈ.સ. ………… માં થઈ હતી.
ઉત્તર : 1850
11. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયાં શહેરોની વચ્ચે શરૂ થઈ હતી?
ઉત્તર : કોલકાતા અને ડાયમંડ હાર્બર
12. ટેલિગ્રામ કયા ઉપયોગમાં આવે છે?
ઉત્તર : ટેલિમામ નાના-નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચાડવા ઉપયોગી છે.
13. કઈ સુવિધા ભારતમાં બંધ કરવામાં આવી છે?
ઉત્તર : તાર
14. …….. જ્ઞાનનો ભંડાર છે.
ઉત્તર : પુસ્તકો
15. સંચાર-માધ્યમ તરીકે પુસ્તકોનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર : પુસ્તકો જ્ઞાનનો ભંડાર સમાન છે. પસ્તકો દ્વારા એક પેઢીનું જ્ઞાન, તેના વિચારો, તેની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચે છે. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર-પ્રસાર કરે છે. હાલના સમયની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પુસ્તક વિદ્યાર્થીઓને સહાયરૂપ બને છે. વર્તમાન સમયમાં ઇન્ટરનેટનું ચલણ વધતાં ઈ-બુકનો ઉપયોગ પણ વધ્યો છે.
16. વર્તમાનપત્રો આપણને કઈ બાબતથી અવગત કરે છે?
ઉત્તર : વર્તમાનપત્રો આપણને દુનિયાના કોઈ પણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, જે તે દિવસનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ અને ચોડિયાં વગેરે બાબતોથી અવગત કરે છે.
17. ભારતમાં કઈ કઈ ભાષાઓમાં દૈનિકપત્રો પ્રકાશિત થાય છે?
ઉત્તર : ભારતમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દુ, બંગાળી, કન્નડ, મલાયાલમ, મરાઠી, તમિલ, પંજાબી વગેરે જેવી ભાષાઓમાં દૈનિકપત્રો પ્રકાશિત થાય છે.
18. આપણે ત્યાં કયાં કયાં વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે?
ઉત્તર : ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, નવગુજરાત સમય, જનસ દૈનિક જાગરણ વગેરે જેવાં વર્તમાનપત્રો પ્રકાશિત થાય છે.
19. વર્તમાનપત્રો માટે નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે?
ઉત્તર : કોઈ પણ વસ્તુના પ્રચાર-પ્રસારને અટકાવે છે.
20. રેડિયો ……. પ્રકારનું સંચાર-માધ્યમ છે.
ઉત્તર : શ્રાવ્ય
21. રેડિયો પર શું શું સાંભળવા મળે છ?
ઉત્તર : રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમત-ગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે.
22. સૌથી વધુ ચલચિત્રો ………. દેશમાં બને છે.
ઉત્તર : ભારત
23. સિનેમાથી જાગૃતિ આવે છે – સમજાવો.
ઉત્તર : હાલના સમયમાં સિનેમા શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ સમાજને ઐતિહાસિક બાબતોથી પણ અવગત કરે છે. સિનેમા દ્વારા લોકોની રહેણીકરણી અને વિચારસરણીમાં પરિવર્તન આવે છે. આધુનિક સમયમાં લોકોની વિચારસરણી બદલવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. કેટલાક રીત-રિવાજો, અંધશ્રદ્ધા, માન્યતાઓ તથા વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમાથી શીખવા મળે છે. આમ, સિનેમા સમાજને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે.
24. મનોરંજન માટેનું લોકપ્રિય દેશ્ય-શ્રાવ્ય સાધન ………. છે.
ઉત્તર : ટેલિવિઝન
25. તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ ……….. પર જોવા મળે છે.
ઉત્તર : ટેલિવિઝન
26. ટીવીના ફાયદા જણાવો.
ઉત્તર : ટીવીના ફાયદા આ મુજબ જણાવી શકાય છે :
(1) મનોરંજનું સૌથી લોકપ્રિય સાધન છે.
(2) નવરાશનો સમય સરળતાથી પસાર થાય છે.
(3) ટીવી પર આવતા સમાચાર તેમજ વિવિધ પ્રોગ્રામના આધારે વિશ્વભરની જાણકારી પ્રાપ્ત થાય છે.
(4) શૈક્ષણિક પ્રોગ્રામ દ્વારા શિક્ષણ મેળવી શકાય છે.
(5) વિવિધ ભાષા શીખવામાં પણ મદદરૂપ થાય છે.
(6) તાજેતરના સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે.
(7) આરોગ્ય અને ખેતી વિષયક કાર્યક્રમો પણ પ્રસારિત થતા હોવાથી લોકો અને ખેડૂતોને પણ ઉપયોગી છે.
27. ………… ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે.
ઉત્તર : મોબાઇલ
28. મોબાઇલ ફોનમાં કઈ કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે?
ઉત્તર : મોબાઇલ ફોનમાં ઘડિયાળ, વીડિયો-ઑડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો, કેમેરા વગેરેની સુવિધા હોય છે.
29. રેલવે, બસ, સિનેમાની ટિકિટ કયા સંચાર માધ્યમથી બુક કરાવી શકીએ છીએ?
ઉત્તર : મોબાઇલ ફોન
30. ટૂંક નોધ લખો : મોબાઇલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ
ઉત્તર : વર્તમાન સમયમાં અગત્યનું સંચાર માધ્યમ મોબાઇલ ફોન છે. તેના દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને વિશ્વના કોઈ પણ સ્થળે વાતચીત કરી શકે છે. મોબાઇલ ફોનમાં ઘડિયાળ, વીડિયો-ઑડિયો પ્લેટર, ટૉર્ચ, કૅમેરા, કૅલેન્ડર, કેલ્કયુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે. મોબાઈલ ફોનમાં વપરાતા ઇન્ટરનેટ દ્વારા આપણે ઘણી માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉપરાંત રેલવે, બસ, સિનેમા, વિમાનની ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ. મોબાઇલ ફોન દ્વારા આજના સમયમાં શિક્ષણ પણ ઉપલબ્ધ છે. આમ, આધુનિક સમયમાં મોબાઇલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે.
31. કૃત્રિમ ઉપગ્રહને ………. માં તરતા મુકવામાં આવે છે.
ઉત્તર : અવકાશ
32. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ………… ખુબજ ઉપયોગી છે.
ઉત્તર : કૃત્રિમ ઉપગ્રહ
- આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો કોના માધ્યમથી જાણી શકીએ છીએ?
ઉત્તર : કૃત્રિમ ઉપગ્રહ
34. કૃત્રિમ ઉપગ્રહ શેના માટે ઉપયોગી નથી?
ઉત્તર : વીડિયો-ઑડિયો પ્લેયર માટે
35. ટૂંક નોંધ લખો : કૃત્રિમ ઉપગ્રહના ઉપયોગો
ઉત્તર : સંચાર માધ્યમોમાં કૃત્રિમ ઉપગ્રહ સૌથી ઉપયોગી સાધન છે. તે માનવસર્જિત છે. તેને અવકાશમાં તરતો મૂકવામાં આવે છે. રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહો દ્વારા જ પૃથ્વી પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન, કમ્પ્યૂટર અને મોબાઇલ ફોન જેવાં સાધનોમાં મેળવી શકાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલાં પાણી, ખનીજભંડારની જાણકારી મેળવી શકાય છે. વિશ્વમાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને માર્ગ જાણવામાં ઉપગ્રહો મદદરૂપ થાય છે. દેશમાં સંરક્ષણ ક્ષેત્રે ઉપગ્રહો ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત અવકાશમાં રહેલા ગ્રહો, કુદરતી ઉપગ્રહો વગેરેની ખોજ કરવામાં અને જમીનમાં ઊંડાણમાં રહેલા સંસાધનોની ખોજમાં કૃત્રિમ ઉપગ્રહો મહત્ત્વની કામગીરી કરે છે.
36. સંચાર-માધ્યમોમાં ફેરફાર શા માટે થવા લાગ્યા છે?
ઉત્તર : સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતમાં સંચાર-માધ્યમોની આવશ્યકતા વધવાથી તેમાં ફેરફાર થવા લાગ્યા.
37. ટેક્નોલૉજીથી કયાં સંચાર-માધ્યમો બદલાયાં છે?
ઉત્તર : ટેક્નોલોજીથી ટેલિફોન, પેજર, મોબાઇલ ફોન, ફક્સ વગેરે સંચાર-માધ્યમો બદલાયાં છે.
38. પહેલાં પેપર છાપવા માટે ………. ગોઠવતા હતા.
ઉત્તર : અક્ષરો
39. કથા સંચાર-માધ્યમ દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકે છે?
ઉત્તર : મોબાઇલ ફોન અને કમ્પ્યૂટર
40. ………. ના ઉપયોગથી સંસાર-માધ્યમનો વિકાસ વધુ થયો છે.
ઉત્તર : ટેક્નોલૉજી
41. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા ……….. માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે.
ઉત્તર : કૃષિક્ષેત્રની
42. સંચાર-માધ્યમના સાધન તરીકે ……… ફોન નો ઉપયોગ સંદેશાની આપ-લે માટે પણ થાય છે.
ઉત્તર : મોબાઇલ
43. માહિતીની શોધ કરવા માટે …….. નો સમાવેશ કરવામાં આવે છે.
ઉત્તર : બ્રાઉઝર
44. સંદેશાની આપ-લે કરવા માટે ……………. એપ અગત્યની કામગીરી કરે છે.
ઉત્તર : સોશિયલ મીડિયા
45. ટેક્નોલૉજીનો સંચાર-માધ્યમો પર શો પ્રભાવ થયો છે?
ઉત્તર : ટેક્નોલોજીનો વિકાસ થવાથી ટપાલ વ્યવસ્થામાંથી ટેલિફોન, પેજર, મોબાઇલ ફોન, ફેક્સ, જેવી સુવિધાઓમાં બદલાવ આવ્યો. વર્તમાનપત્રો છાપતાં પહેલાં અક્ષરો ગોઠવવા પડતા હતા. પરંતુ અત્યારે કમ્પ્યૂટરની મદદથી ટાઇપ કરીને છાપી શકાય છે. ટેલિફોનમાં નંબરો ગોળ-ગોળ ફેરવવા પડતા. એની જગ્યાએ એ સીધા નંબર દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકીએ છીએ. સંચાર માધ્યમોનાં દરેક સાધનોમાં રોજબરોજ ટેક્નોલોજીના લીધે ફેરફાર થતા રહે છે. મોબાઇલ ફોન અને કમ્પ્યુટર દ્વારા વ્યક્તિ એકબીજાને પ્રત્યક્ષ જોઈ શકે છે. અને વાતચીત કરી શકે છે, ફેંક્સ કે ઇ-મેઈલ કરી શકે છે. ટેલિવિઝન પર સમાચાર, ફિલ્મો, સીરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો કૃત્રિમ ઉપગ્રહની મદદથી જોઈ શકીએ છીએ. ઉપરાંત પૂર, ભૂકંપ, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓની અગાઉથી માહિતી મેળવી શકીએ છીએ. કમ્પ્યુટર અને મોબાઇલ ફોનમાં આપણે સૌશિયલ મીડિયા એંપ અને માહિતીની શોધ માટે બાઉઝરનો ઉપયોગ કરી શકીએ છીએ. આમ, ટેકનોલોજીના વિકાસથી સંચાર માધ્યમોનો વ્યાપ વધ્યો છે. અને તેમાં ઘણાં પરિવર્તનો આવ્યો છે.
46. સરકાર …………….. દ્વારા પોતાની વાત લોકો સુધી પહોંચાડે છે.
ઉત્તર : સંચાર-માધ્યમો
47. લોકશાહીમાં સંચાર-માધ્યમો કેમ ઉપયોગી છે?
ઉત્તર : દેશમાં બનતા વિવિધ બનાવો સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે. લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા કરાયેલા સરકારના કાર્યોની જાણ લોકો સુધી સ૨ળતાથી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવાં કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા પ્રાપ્ત થાય છે. સરકાર દ્વારા કરેલાં કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે. સરકાર દ્વારા રેડિયો અને ટીવી જેવાં સંચાર-માધ્યમો પર દેખરેખ પણ રખાય છે. આમ, લોકશાહીમાં સરકારને પ્રજા સુધી પહોંચવાનું શ્રેષ્ઠ માધ્યમ સંચાર-માધ્યમો છે.
48. સંચાર-માધ્યમોના ઉપયોગ માટે કઈ બાબત અયોગ્ય છે?
ઉત્તર : બાળકોને મોબાઇલની ટેવ પાડવી
49. સંચાર-માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરશો?
ઉત્તર : સંચાર-માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી તે સમાજ માટે ફાયદાકારક સાબિત થાય છે. પ્રદૂષણ, પાણી-સમસ્યા, બાળમજૂરી, મહિલા પરના અત્યાચારો જેવા વિષય પર ચર્ચા થવી જોઈએ અને તે સમસ્યાના ઉપાયો માટે લોકજાગૃતિ લાવવા ટેલિવિઝન, રેડિયો, સમાચારપત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. સમાજ પર વિપરીત અસર થાય તેવા કાર્યક્રમોનો બહિષ્કાર કરવો જોઈએ. સોશિયલ મીડિયાની ઍપ પર મહિલાઓ, બાળકો, વૃદ્ધો કે ગરીબ પર અત્યાચાર થાય તેવા વીડિયો ન મૂકવા જોઈએ. વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. મોબાઇલ ફોન, ટેલિવિઝનનો પ્રકાશ આંખને નુકસાન કરે છે. તેથી જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. સંચાર-માધ્યમોનો વધારે પડતો વપરાશ સમય અને શિક્ષણ પર વિપરીત અસર કરે છે, તેથી તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ જરૂરી છે.
50. વેપારીઓ પોતાનો ધંધો વિસ્તારવા શું કરે છે?
ઉત્તર : જાહેરાતો આપે, ડિસ્કાઉન્ટ આપે, ગિફ્ટ વાઉચર આપે છે.
51. વ્યવસાયની હરીફાઈમાં ટકી રહેવા વેપારીઓ ગ્રાહકોને ………….થી આકર્ષે છે.
ઉત્તર : જાહેરાતો
52. જાહેરાતોનો ઉપયોગ કોણ કરે છે? શા માટે?
ઉત્તર : વેપારીઓ, પેઢીઓ, વિવિધ સંસ્થાઓ, શાળાઓ વગેરે તાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવા જાહેરાતોનો ઉપયોગ કરે છે.
53. જાહેરાત પ્રસારણ માટેનાં માધ્યમો જણાવો.
ઉત્તર : ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઇલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાંકડા, મૅગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડ પર, સંગીતનાં સાધનો, લાઇટ બિલ, વેરા બિલ, ફોન બિલ વગેરે જાહેરાતના પ્રસારણનાં માધ્યમો છે.
54. જાહેરાતના બે ફાયદા જણાવો.
ઉત્તર :
(1) વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે.
(2) વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે.
- નીચેનામાંથી જાહેરાતનો ગેરફાયદો કર્યો છે?
ઉત્તર : જાહેરાતનો ખર્ચ ગ્રાહકે ભોગવવો પડે છે.
56. ટૂંક નોધ લખો : જાહેરાતના ગેરફાયદા
ઉત્તર : જહેરાતના ગેરફાયદા આ પ્રમાણે જણાવી શકાય :
(1) જાહેરાત પાછળનો ખર્ચ વધુ હોય તો તે ગ્રાહકને ભોગવવો પડે છે.
(2) જાહેરાત કરનાર વ્યક્તિ કદાચ તે પોતે ન વાપરતા હોય તેવું બને.
(3) જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ જઈએ છીએ.
(4) ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ; કેમ કે, દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી.
(5) દેખાદેખીનું ચલણ વધી જાય છે.57. જાહેરાત જોઈને ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
ઉત્તર :જાહેરાત બ્રેઈને ખરીદી કરતી વખતે સાવધાન રહેવું જોઈએ, ચિત્ર, પોસ્ટર અથવા વીડિયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.58. સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે?
ઉત્તર :સરકાર સામાજિક જાગૃતિ માટે બાળલગ્ન ન કરવાં, આરોગ્ય, વસતિ-નિયંત્રણ, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો વગેરે જાહેરાતો કરે છે.59. લોકશાહી રાષ્ટ્રોમાં સંચાર-માધ્યમો ………… ધરાવે છે.
ઉત્તર : સ્વતંત્રતા60. જાહેરાતો દ્વારા કઈ બાબતો સરકાર લોકો સુધી પહોંચાડે છે?
ઉત્તર : નેતાઓના કાર્યો, લોકકલ્યાણ નાં કાર્યો, શિક્ષણણો પ્રચાર – પ્રસાર61. સરકાર લોકશાહીનાં કર્યાં પોષક પરિબળોને જાહેરાત દ્વારા ઉજાગર કરે છે?
ઉત્તર : સરકાર આરોગ્ય વિષયક, જળ બચાવો, બેટી બચાવો, બેટી પઢાવો, સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહીનાં પોષક પરિબળોને જાહેરાત દ્વારા ઉજાગર કરે છે.62. લોકશાહીને મજબૂત કરવા અને ટકાવી રાખવા માટે જાહેરાતો કઈ રીતે મદદ કરે છે?
ઉત્તર : જાહેરાતો દ્વારા સરકાર લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી પહોંચાડે છે.
લોકોપયોગી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે અન્ય બાબતો જાહેરાતનાં માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. શિક્ષણનો પ્રચાર-પ્રસાર, કુરિવાજો, અંધવિશ્વાસ, બાળલગ્નની પ્રથા, ખોટી માન્યતાઓનું ખંડન લોકશાહીમાં જાહેરાતના માધ્યમથી થાય છે. જેનાથી લોકશાહી પરિપક્વ બને છે. લોકશાહીમાં સરકાર સંસદસભ્યો, મંત્રીઓ, ધારાસભ્યો વગેરે દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરે છે. લોકશાહીનાં તત્ત્વો જેવાં કે સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતાના ખ્યાલો સમૂહ માધ્યમ દ્વારા લોકોને અપાય છે. સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન કરેલાં લોકોપયોગી કાર્યોને જાહેરાતના માધ્યમથી લોકો સુધી પહોંચાડીને ફરી સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.63. યોગ્ય જોડકાં જોડો :
(1)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) ટપાલ | (A) રોજબરોજની જાણકારી |
(2) પુસ્તક | (B) શ્રાવ્ય માધ્યમ |
(3) વર્તમાનપત્રો | (C) મનીઓર્ડેર |
(4) રેડિયો | (D) દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ |
(5) ટેલિવિઝન | (E) ઈ – બુક |
જવાબ |
(1) – C |
(2) – E |
(3) – A |
(4) – B |
(5) – D |
(2)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) મોબાઈલ ફોન | (A) પત્રિકા, ભીતચિત્રો |
(2) કુત્રિમ ઉપગ્રહ | (B) ઈન્ટરનેટ, વિડીયો |
(3) જાહેરાતો | (C) માંનોરંજનનું લોકપ્રિય સાધન |
(4) સિનેમા | (D) સરક્ષણક્ષેત્રે ઉપયોગી |
જવાબ |
(1) – B |
(2) – D |
(3) – A |
(4) – C |