1. ……………… ના હોત તો આપણું અસ્તિત્વ ના જ હોત.
ઉત્તર : પર્યાવરણ
2. પર્યાવરણ શબ્દ……….શબ્દોનો બનેલો છે.
ઉત્તર : બે
ઉત્તર : પર્યાવરણ ‘પરિ’ અને ‘આવરણ’ એમ બે શબ્દનો બનેલો છે. ‘પરિ’ એટલે આજુબાજુ કે ચારેબાજુ અને ‘આવરણ’ એટલે વિશિષ્ટ સપાટીનું પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ.
4. પર્યાવરણ એ મૃદાવરણ, …………… વાતાવરણ અને ……………. નું બનેલું છે.
ઉત્તર : જલાવરણ, જીવાવરણ
5. પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ કરી શકાય નહિ?
ઉત્તર : ભાવાવરણ
6. પર્યાવરણનાં ઘટકો લખો.
ઉત્તર : પર્યાવરણનાં મુખ્ય ચાર ઘટકો છે :
(1) મૃદાવરણ, (2) જલાવરણ (3) વાતાવરણ (4) જીવાવરણ.
7. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને …………. કહે છે.
ઉત્તર : મૃદાવરણ
8. મૃદાવરણ શેનાથી બનેલું છે?
ઉત્તર : મૃદાવરણ ખંડક, ખનીજો અને માટીથી બનેલું છે.
9. મૃદાવરણનું મહત્ત્વ સમજાવો,
ઉત્તર : મૃદાવરણે માનવને રહેઠાણ માટે, વનસ્પતિ માટે, ખેતી માટે જમીન આપે છે. મૃદાવરણ પશુઓ માટે ઘાસચારાનાં મેદાનો અને ઉદ્યોગો માટે ખનીજના સ્ત્રોત પૂરા પાડે છે.
10. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે, તેને શું કહે છે?
ઉત્તર : જલાવરણ
11. પાણીના સ્રોતો જણાવો.
ઉત્તર : નદીઓ, સાગરો, મહાસાગરો, સરોવરો, કૂવા વગેરે પાણીના સ્રોતો છે.
12. ………..જીવસૃષ્ટિ માટે અનિવાર્ય છે.
13. સમુદ્રમાંથી આપણને શું શું મળે છે?
ઉત્તર : સમુદ્રમાંથી આપણને મીઠું, મૂલ્યવાન ખનીજ, રસાયણો અને અનેક પ્રકારનાં માછલાં મળે છે.
14. પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને ……….. કહે છે.
ઉત્તર : વાતાવરણ
15. વાતાવરણમાં કોનો સમાવેશ કરવામાં આવે છે?
ઉત્તર : વાયુઓ, પાણની વરાળ, ધૂળનાં રજકણો, બારકો
16. ………… સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે.
ઉત્તર : વાતાવરણ
17. વાતાવરણની ઉપયોગિતા જણાવો.
ઉત્તર : વાતાવરણ સૂર્યનાં પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણમાં રહેલાં રજકણો પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાવવામાં મદદરૂપ થાય છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલના સંદેશાવ્યવહાર અને પ્રસારણ વાતાવરણને જ આભારી છે.
18. જીવાવરણ એટલે શું?
ઉત્તર : પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે, તેને જીવાવરણ કહે છે.
19. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે?
ઉત્તર : જીવસૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે.
20. પર્યાવરણના કેટલા પ્રકાર છે? કયા કયા?
ઉત્તર : પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે :
(1) કુદરતી પર્યાવરણ અને (2) માનવસર્જિત પર્યાવરણ.
21. કુદરતી પર્યાવરણમાં ………. ઘટકોનો સમાવેશ થાય છે.
ઉત્તર : જૈવિક
22. માનવનિર્મિત પર્યાવરણ એટલે શું?
ઉત્તર : માનવે પોતાની બુદ્ધિશક્તિથી કરેલ શોધોની પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પારસ્પરિક આંતરક્રિયાને માનવનિર્મિત પર્યાવરણ કહે છે.
23. મનુષ્યની કઈ કઈ શોધથી માનવનિર્મિત પર્યાવરણની રચના થઈ?
ઉત્તર : ખેતી, પશુપાલન, ચક્ર, અગ્નિ જેવી શોધ તથા ઔદ્યોગિક ક્રાંતિના કારણે આવેલાં પરિવર્તનોની પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની પ્રક્રિયાથી માનવસર્જિત પર્યાવરણની રચના થઈ.
24. માનવનિર્મિત પર્યાવરણન …………. પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉત્તર : સાંસ્કૃતિક
25. પાણી પૃથ્વી સપાટીનો આશરે………..વિસ્તાર રોકે છે.
ઉત્તર : 71%
ઉત્તર : પૃથ્વી પર ચાર મહાસાગરો આવેલા છે : (1) પૅસિફિક (2) ઍટલાન્ટિક (3) હિન્દ (4) આર્કટિક.
27. પૃથ્વીસપાટી પરનું મોટા ભાગનું પાણી ………. સ્વાદ ધરાવે છે.
ઉત્તર : ખારો
28. મીઠા પાણીના મુખ્ય સ્રોત કયા કયા છે?
ઉત્તર : હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ વગેરે મીઠા પાણીના સ્રોત છે.
29. પૃથ્વી પર ઉપલબ્ધ પાણીમાંથી વાતાવરણમાં ……….. પાણી રહેલું છે.
ઉત્તર : 0.0019%
30. પૃથ્વી ઉપર ઉપલબ્ધ પાણીના વિતરણની કઈ વિગત અયોગ્ય છે?
ઉત્તર : મીઠા પાણીનાં સરોવર – 90.00 ટકા
31. સમુદ્રમાં મોજાં શાનાથી ઉદ્ભવે છે?
ઉત્તર : સમુદ્રમાં આવતા સામાન્ય મોજાં સમુદ્રની સપાટી પર વાતાં પવનોથી સર્જાય છે. જ્યારે ઊંચા અને લાંબા મોર્જા વંટોળ કે વાવાઝોડાથી ઉદ્ભવે છે.
32. ‘સુનામિઝ’ જેવાં શક્તિશાળી વિનાશક મોજાં ઉત્પન્ન કરવામાં કઈ પ્રક્રિયા જવાબદાર નથી?
ઉત્તર : ભૂકંપ
33. ‘સુનામિઝ’નાં મોજાં …….. કિમી પ્રતિ કલાકે આગળ વધે છે.
ઉત્તર : 700
34. ભરતી-ઓટ કોને કહેવાય?
ઉત્તર : સમુદ્રની સપાટી દિવસમાં બે વાર તાલબદ્ધ ઊંચી ચઢે અને નીચે ઊતરે છે. સમુદ્રની આ ચઢ-ઊતરની ઘટનાને ભરતી-ઓટ કહે છે.
35. સમુદ્રનાં પાણી કિનારા તરફ ધસી આવે છે તેને ……. કહે છે.
ઉત્તર : ભરતી

- બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે?
ઉત્તર : બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક 25 મિનિટ જેટલો હોય છે.37. કારણ આપો : દરિયામાં ભરતી-ઓટ થાય છે.
ઉત્તર : સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી-ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે જુદા જુદા સમયે આવે છે. તેથી અલગ અલગ સમયે દરિયામાં ભરતી-ઓટ આવે છે.38. કારણ આપો : અમાસ કે પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે.
ઉત્તર : અમાસ કે પુનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. આકર્ષણ બળના સંયુક્ત પ્રભાવથી આ દિવસ દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે.39. દરિયામાં નીચી ભરતી ક્યારે આવે છે?
ઉત્તર :અમાસ અને પૂનમની વચ્ચેના દિવસોમાં એટલે કે સુદ અને વદની મધ્યના દિવસોએ પૃથ્વી, ચંદ્ર અને સૂર્ય એક બીજાની કાટખૂણાની સ્થિતિમાં આવે છે. જેથી પાણી પરનું આકર્ષણબળ ઘટે છે અને ભરતી નીચી આવે છે.40. મહાસાગરીય પ્રવાહો કોને કહે છે?
ઉત્તર :ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વધુ છે. આ પ્રવાહને મહાસાગરીય પ્રવાહ કહે છે.41. સામાન્ય રીતે ગરમ પ્રવાહો ……… પાસે ઉદ્ભવે છે અને તરફ ગતિ કરે છે.
ઉત્તર : વિષુવવૃત્ત42. ઠંડા પ્રવાહો ધ્રુવોથી ………. તરફ વહે છે.
ઉત્તર : વિષુવવૃત્ત43. જે સ્થાન પર ગરમ અને ઠંડા પ્રવાહો એકબીજાને મળે છે, તેના માટે કર્યું વિધાન બંધબેસતું નથી?
ઉત્તર : તે વિસ્તારમાં બહુ જ ઠંડી પડતી હોય છે.44. પર્યાવરણનાં તમામ ઘટકોમાં કોણ કેન્દ્રસ્થાને છે?
ઉત્તર : માનવ45. માનવીય પ્રવૃત્તિઓથી ભૌતિક ચક્રો કેવી રીતે પ્રભાવિત થાય છે?
ઉત્તર : માનવી ખનીજ પ્રાપ્ત કરવા માટે મૃદાવરણમાં ઉત્ખન્ન કરે છે. તે ખાલી જગ્યામાં પાણી ભરાતાં તે જલાવરણનો ભાગ બને છે. તાપમાન વધતાં જળાશયોમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે. ઘનીભવનની પ્રક્રિયાથી વાતાવરણમાં રહેલ ભેજથી વાદળો બંધાય અને વરસાદ વરસે છે. જ્યાં વધારે માત્રામાં વરસાદ વરસે ત્યાં પાણીના પ્રવાહથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિસ્વરૂપો રચાય છે. દા.ત. મુખત્રિકોણ પ્રદેશનાં મેદાનો.46. પ્રદૂષણ એટલે શું?
ઉત્તર : માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ.47. પર્યાવરણને દૂષિત કરતાં ઘટકોને ……….. કહે છે.
ઉત્તર : પ્રદૂષક48. પર્યાવરણ પ્રદૂષિત કેવી રીતે થાય છે?
ઉત્તર : માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે છે. ઉપરાંત વિકાસની તીવ્ર ઝંખના, ઓદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણને લીધે પર્યાવરણ પ્રદૂષિત થાય છે.49. વર્તમાન સમયમાં કર્યાં પ્રદૂષણ ઝડપથી વધી રહ્યાં છે?
ઉત્તર : વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.50. ભૂમિ પ્રદૂષણ એટલે શું?
ઉત્તર : ભૂમિની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતાં ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે.51. પર્યાવરણનું સૌ પ્રથમ દૂષિત થયેલું ઘટક ક્યું છે?
ઉત્તર : ભૂમિ52. ભૂમિ પ્રદૂષણનાં કારણો જણાવો.
ઉત્તર : ઘરવપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ કરવાથી, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવાથી, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી ખુલ્લી જમીન પર છોડવાથી, ઉદ્યોગોનો કચરો જમીન પર ફેંકવાથી, ઉત્ખનનની પ્રવૃત્તિઓથી, બાંધકામથી, ખેતી માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધારે પડતા ઉપયોગથી, પ્લાસ્ટિકના ઉપયોગથી વગેરે પ્રવૃત્તિઓથી ભૂમિ પ્રદૂષિત થાય છે.
53. ફળદ્રુપ જમીન બિનઉપજાઉ બનવા માટે નીચેનામાંથી ક્યું કારણ જવાબદાર નથી?
ઉત્તર : જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ54. ભૂમિ પ્રદૂષણ અટકાવવા રાસાયણિક ખાતરને બદલે ………. ખાતરનો ઉપયોગ કરવો જોઈએ.
ઉત્તર : જૈવિક55. ભૂમિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો.
ઉત્તર : ભૂમિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે :
(1) આપણે પ્લાસ્ટિક અને રસાયણોનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ.
(2) ઉદ્યોગો અથવા કારખાનાઓ બિનઉપજાઉ જમીન પર સ્થાપવાં જોઈએ.
(3) ખેતી માટે રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશીખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ.
(4) જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ.
(5) ધન કચરાનું વર્ગીકરણ કરીને તેને પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ.
(6) પ્લાસ્ટિક તથા ઘન કચરાનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ.
(7) ટપક અને ફુવારા સિંચાઈપદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. - જળ પ્રદૂષણ એટલે શું?
ઉત્તર :જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને બાહ્ય અશુદ્ધિઓ તેમાં ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે.57. જળ પ્રદૂષણ માટે મુખ્ય જવાબદાર પ્રદૂષકો કયા છે?
ઉત્તર : જળ પ્રદૂષક માટે મુખ્ય જવાબદાર પ્રદૂષકો નીચે પ્રમાણે છે :
(1) માનવીની દૈનિક પ્રક્રિયા કે ઘર વપરાશનું પાણી ગટર કે ખુલ્લામાં છોડવું,
(2) ઉદ્યોગોમાં વપરાયેલ રંગ-રસાયણયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડવાથી.
(3) ઉદ્યોગોના ધુમાડા અને ગંધ વરસાદ સાથે ભળવાથી.
(4) ખનીજતેલ વાહક જહાજોના મહાસાગરોમાં અકસ્માત થવાથી.
(5) ખેતીમાં વપરાતાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી.58. જળ પ્રદૂષણની સજીવસૃષ્ટિ પરની અસરો જણાવો.
ઉત્તર : જળ પ્રદૂષણથી સજીવસૃષ્ટિને નુકસાન થાય છે. પ્રદૂષિત લીધે જળચર પ્રાણીઓ નાશ પામે છે. કૉલેરા, કમળો, ઝાડા-ઊલટી જેવા રોગો થાય છે. પ્રદૂષિત પાણીનો ખેતીમાં ઉપયોગ થતાં ખાદ્ય પાકો, શાકભાજી અને ઘાસચારો દૂષિત થાય. જેથી માનવના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો થાય છે.59. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો સવિસ્તાર જણાવો.
ઉત્તર : જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :
(1) ઘરવપરાશના તથા ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પછી જ તથા પ્રદૂષો દૂર કરીને છોડવું જોઈએ.
(2) ઉદ્યોગોમાં વપરાયેલ રસાયણયુક્ત પાણી શુદ્ધીકરણ કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ.
(3) સરકારે ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવાં જાઈએ.
(4) પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ.
(5) રિસાઇકલ થયેલ પાણીનો ઉપયોગ બાગ-બગીચા કે ઉદ્યોગોમાં કરવો જોઈએ. - હવાનું પ્રદૂષણ એટલે શું?
ઉત્તર :ઉદ્યોગો, મિલો, કારખાનાં, તાપવિદ્યુત મથકો, વાહનો વગેરે દ્વારા છોડવામાં આવતો કે ધુમાડો વાતાવરણમાં ભળે છે, તેને હવાનું પ્રદૂષણ કહે છે.61. હવાના પ્રદૂષણ માટે નીચેનામાંથી ક્યાં કારણો જવાબદાર છે?
ઉત્તર :કાર્બનયુક્ત રજકો, બાંધકામની પ્રવૃત્તિઓ, વાહનોના ધુમાડા62. નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી?
ઉત્તર : ઍસિડ વર્ષા – સ્વાસ્થ્યપ્રદ63. હવાનું પ્રદૂષણ અટકાવવા કેવાં પગલાં લેવાં જોઇએ?
ઉત્તર : હવાના પ્રદૂષણ અટકાવવા નીચેનાં પગલાં લેવાં જોઈએ :
(1) વાહનોને અને યંત્રોને સમયાંતરે સર્વિસ કરાવવી.
(2) ધુમાડો અને ઝેરી ગૈસ ફિલ્ટર થાય તેવાં સાધનો વિકસાવવાં જોઈએ.
(3) કોલસો, પેટ્રોલ, ડિઝલ વગેરેનો જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ.
(4) પ્રદૂષણમુક્ત એવા CNG, PNG, સૌરઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
(5) જાહેર પરિવહનનો મુસાફરી માટે ઉપયોગ કરવો જોઈએ.
(6) વાહનો માટે PUC નો કડક અમલ કરાવવો જોઈએ. - બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ………… .
ઉત્તર : ઘોંઘાટ - ધ્વનિ પ્રદૂષણને………….પણ કહે છે.
ઉત્તર : ઘોઘાટ
- કયા પ્રદૂષકો ધ્વનિ પ્રદૂષણ વધારે છે?
ઉત્તર :કારખાનાંઓમાં ચાલતાં યંત્રો, વાહનોનો કર્કશ અવાજ, હોર્નનો અવાજ, ટીવીનો વધુ પડતો અવાજ, વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ, સામાજિક પ્રસંગે વપરાતાં લાઉડ સ્પિકરો, બેંડવાજા, ઢોલ-નગારાં, ડી.જે, ઉઠ્યો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલી, જાહેરાતો વગેરે જેવાં પ્રદૂષકો ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે.67. ચીડિયાપણું ક્યા પ્રદૂષણની માનવજીવન પરની અસર છે?
ઉત્તર : ચીડિયાપણું ધ્વનિ પ્રદૂષણની માનવજીવન પરની અસર છે.68. ધ્વનિ પ્રદૂષણની સજીવસૃષ્ટિ પર થતી અસરોમાં કઈ અસર અયોગ્ય છે?
ઉત્તર :કૉલેરા થવો69. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો.
ઉત્તર : ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે નીચેનાં પ્રયત્નો કરીશું :
(1) રેડિયો, ટેલિવિઝન, મોબાઇલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડીશું.
(2) લગ્ન જેવા ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળીશું.
(3) સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવાનો પ્રયત્ન કરીશું.
(4) ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા લોકોને પ્રોત્સાહિત કરીશું.
(5) શાળા, હૉસ્પિટલ જેવાં સ્થળો પાસે ‘નો હૉર્ન’ ‘સાઇલેન્સ ઝોન’નો કડકપણે અમલ કરીશું. (6) યંત્રો વાહનોને સમયાંતરે સર્વિસ કરાવીશું.70. યોગ્ય જોડકાં જોડો :
(1)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) ભરતી – ઓટ | (A) રાસાયણિક ખાતર |
(2) મહાસાગરીય પ્રવાહો | (B) મલિનીકરણ |
(3) નાઈટ્રોજન | (C) સૂર્ય – ચંદ્રનું આકર્ષણ બળ |
(4) પ્રદુષણ | (D) પૃથ્વીનું પરિભ્રમણ |
જવાબ |
(1) – C |
(2) – D |
(3) – A |
(4) – B |
(2)
વિભાગ – અ | વિભાગ – બ |
(1) ખનીજતેલ વાહક જહાજોની અકસ્માત | (A) ધ્વની પ્રદુષણ |
(2) જાહેર કાર્યક્રમો | (B) હવાનું પ્રદુષણ |
(3) કાર્બનયુક્ત રજકણો | (C) ભૂમિ પ્રદુષણ |
(4) જંતુનાશક દવાઓ | (D) જળ પ્રદુષણ |
જવાબ |
(1) – D |
(2) – A |
(3) – B |
(4) – C |