ધોરણ : 7 વિષય: English
પાઠ નું નામ:
Unit – 2 How many did you ?
અધ્યયન નિષ્પતિ :
– ઘટના, પ્રસંગ કે ચિત્રનું વર્ણન કરે.
– બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે.
– શબ્દ, શબ્દસમૂહો અન્ય માહિતી ૫રથી ૫રિચ્છેદ લખે.
– વાર્તાઓ સાંભળે છે, ટૂંકમાં કહે છે.
– માહિતી મેળવા Who, What, Where, When, How, may જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– વાર્તાને ઘટનાને યોગ્યક્રમમાં ગોઠવે.
– ૫રિચિત અને અ૫રિચિત ૫રિસ્થિતિમાં સંવાદ કરે.
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– વસ્તુ, પ્રાણી, ૫ક્ષી, જીવજંતુઓના પોતાને ગમતા લક્ષણો, ૫સંદ ના-૫સંદ પોતાની લાગણીઓ સાથે કહે.
– ચિત્રનું વર્ણન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 – A ફોટોગ્રાફનું નિદર્શન તથા તેના આઘારે રમત
– Activity – 1 – B Read the passage
– Activity – 2 શબ્દ સમુહોનું ઉચ્ચારણ
– Activity – 3 seven at one blow વાર્તાનું વાંચન
– Activity – 4 Fix Answer અને Where is my Answer રમતો.
– Activity – 5 વાકયો પરથી પ્રશ્ન બની ખાલી જગ્યા પૂરો
– Activity – 6 જૂથકાર્ય વાર્તાના આઘારે સંવાદ પૂર્ણ કરવા.
– Activity – 7 Project Work
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– જીવજંતુઓનો ચાર્ટ
– શિક્ષક આવૃતિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકમાં રાકેશના જન્મદિવસનો ફોટોગ્રાફસનું નિદર્શન કરાવી રમત રમાડીશ વાકય બોલીશ. વિદ્યાર્થીઓ ચિત્રોના આઘારે સાચાં અને ખોટાં વાકયો જણાવશે. આપેલ Read the passage ની પ્રવૃતિ કરાવશી. તેના આઘારે આપેલ વિઘાનો ખરાં છે કે ખોટાં તે જણાવવા કહીશ. વિદ્યાર્થીઓને શબ્દ સમૂહોનું ઉચ્ચારણ કરાવીશ. સમાન ઉચ્ચારવાળા શબદોનું ઉચ્ચારણ કરાવીશ. seven at one blow વાર્તાનું વાંચન કરાવીશ. તેના આઘારે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ. વાકયોને યોગ્યક્રમમાં ગોઠવી લખવા જણાવીશ. વિદ્યાર્થીઓને Fix Answer અને Where is my Answer રમત રમાડીશ. નમૂના પ્રમાણે બનાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નો બનાવશે. ઉદાહરણ આઘારે ખાલી જગ્યા પુરવા જણાવીશ. વિદ્યાર્થીઓને જૂથમાં બેસાડી વાર્તાના આઘારે સંવાદ પૂર્ણ કરાવીશ. સંવાદ ભજવવા જણાવીશ. પ્રોજેકટ વર્કમાં જીવજંતુઓના ચિત્રના કટિંગ્ઝ કરાવી ચાર્ટ ૫ર ચોંટાડાવી વર્ગખંડમાં પ્રદર્શિત કરાવીશ.
મૂલ્યાંકન
– જીવજંતુઓના ચિત્રો કટિંગ્ઝ કરી લાવવા જણાવીશ.
– સ્પેલિંગો તૈયાર કરવા જણાવીશ.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.