ધોરણ : 7 વિષય : English
પાઠ નું નામ:
Unit – 5 me too !
અધ્યયન નિષ્પતિ :
– સૂચનાઓ આપે, આપેલ સુચના મુજબ વર્તન કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાકયો અને ૫રિચ્છેદનું મુકવાંચન કરે.
– માહિતી મેળવવા Who, What, Where, When, How Many, Whose, How) જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– ૫રિચિત અને અ૫રિચિત ૫રિસ્થિતિમાં સંવાદ કરે.
– ટેબલ, ગ્રાફ, નકશા, વાકયોની માહિતી આ પ્રકારના બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
– પોતાના ૫રિચય ક્ષેત્રમાં બનતી ક્રિયાઓ અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે.
– આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ કરે.
– ઉલટ પ્રશ્નો (Have/ Has/ Is that, Are, there) પૂછે અને તેના જવાબ આપે.
– સ્થાનિક ક્ષેત્ર ઉ૫રાંતના વ્યવસાયકારોનો ૫રિચય મેળવે અને આપે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 : Game “Fixed Answer” and “Where is my answer” રમવી.
– Activity – 2 (A) Me and My Family એકમનું વાંચન
– (B) અને B ને યોગ્ય રીતે જોડો
– (C) એકમના આઘારે ખાલી જગ્યા પૂરો.
– (D) પ્રશ્નોના જવાબ ના સાચા વિકલ્પ સામેની √ નિશાની કરો.
– (E) પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા લેખન
– Activity – 3 કૌંસમાં આપેલ શબ્દોનો ઉ૫યોગ કરી સંવાદની ખાલી જગ્યા પૂરો.
– Activity – 4 (A) ફકરાનું વાંચન કરી ટેબલ પૂર્ણ કરો.
– (B) ઉદાહરણના પ્રશ્ન મુજબ ટેબલ પૂર્ણ કરો.
– Activity – 5 ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દોની ખાલી જગ્યા પૂરો.
– Activity – 6 ફકરો વાંચી પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
– Activity – 7 ટેબલનો અભ્યાસ ૫રથી જૂથમાં પ્રશ્નો બનાવવા
– Activity – 8 ટેબલનો અભ્યાસ કરી આપેલ શબ્દનો ઉ૫યોગ કરી ઉદાહરણ મુજબ પ્રશ્નો બનાવવા.
– Activity – 9 (A) “Our Helpers” નો પ્રોજેકટ સ્ટોપ મુજબ પ્રોજેકટ કાર્ય કરો.
– (B) “Our Helpers” ની મુલાકાતની ડાયરીનું લેખન તથા વાંચન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher edition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને Activity – 1 : માં આપેલ Game – “Fixed Answer” and “Where is my answer” ની રમત Helpline મુજબ રમાડીશ. Activity – 2 (A) માં Me and My Family આપેલ વિશેના યુનિટનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વંચાવીશ. (B) માં આપેલ લીટી દોરેલા શબ્દોના Synonyms part B માંથી શોઘી યોગ્ય રીતે જોડકાં જોડવા જણાવીશ. (C) એકમને આઘારે ખાલી જગ્યા પુરવા જણાવીશ. (D) માં આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોઘી સાચા જવાબ સામે √ કરવા જણાવીશ. (E) માં પાઠના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તર લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. Activity – 3 માં આપેલ સંવાદોની ખાલી જગ્યામાં કૌસમાં આપેલ સંવાદોની મદદથી પૂર્ણ કરાવીશ. Activity – 4 (A) માં આપેલ ફકરાનું વાંચન કરાવીશ. (B) માં ઉદાહરણમાં આપેલ પ્રશ્નો મુજબ આપેલ ટેબલમાં પ્રશ્નો બનાવી લખવા જણાવીશ. Activity – 5 માં ઉદાહરણ મુજબ કૌસમાં આપેલા શબ્દોથી ખાલી જગ્યા પુરાવીશ.Activity – 6 માં ફકરાનું વાંચન કરાવીશ. આપેલ વિઘાનો માટે પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી √ ની નિશાની કરાવીશ.Activity – 7 માં આપેલ ટેબલનો અભ્યાસ કરાવીશ. જૂથમાં પ્રશ્નો બનાવવા માટે સોંપીશ. વિદ્યાર્થીઓ ઉદાહરણ મુજબ પ્રશ્નો બનાવશે. Activity – 8 માં શબ્દનો ઉ૫યોગ કરી ઉદાહરણ મુજબ શબ્દ બનાવવા જણાવીશ. વર્ગમાં કોણે વઘારે પ્રશ્નો બનાવે તેની હરિફાઇ કરો. વિદ્યાર્થીઓના જૂથ બનાવી Activity – 9 (A) માં આપેલ સ્ટોપ મુજબ “Our Helpers” નો પ્રોજેકટ કરાવીશ. (B) માં આપેલ બાર્બરની મુલાકાતની ડાયરી દરેક જૂથ પાસે ડાયરી લખાવી વાંચન કરાવીશ.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.