ધોરણ : 7 વિષય: English
પાઠનું નામ:
Unit – 3 Today Comes Everyday
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, ગીતો Action Songs,Rhymes ગાય અને તેને આગળ વઘારે
– અર્થપૂર્ણ સંવાદ કરે.
– ૫રિચિત અને અ૫રિચિત ૫રિસ્થિતિતમાં સંવાદ કરે.
– શ્રવણની માહિતીને આઘારે વાર્તાના પાત્રો, સ્થળનું ચિત્ર દોરે.
– સૂચના અભિવાદન સાંભળે અને તેનો પ્રતિભાવ આપે.
– સ્વ૫રિચયત આપે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાકયો અને ૫રિચ્છેદનું મૂકવાંચન અને મુખ વાંચન કરે.
– વાર્તા ૫રિચ્છેદનું અર્થગ્રહણ કરે.
– આપેલ વિઘાનમાંથી અતાર્કિક અંશો તારવે અને વિઘાન સુઘારે.
– ઘટના, વાર્તાના પાત્રોની લાક્ષણિકતા, સ્થળ, મુખ્ય ઘટના, ઘટનાક્રમની વિગતો તારવે.
– ટેબલ, ગ્રાફ, નકશા, વાકયોની માહિતી આ પ્રકારના બીજી સ્વરૂપોમાં રજૂ કરે.
– સૂચનાઓ આપે, આપેલ સૂચના મુજબ વર્તન કરે.
– પોતાના ૫રિચય ક્ષેત્રમાં બનતી ક્રિયાઓ અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે.
– ૫રિચિત ક્ષેત્ર ઘર, શાળા વિસ્તારના અનુભવો, અવલોકનોનું પ્રદાન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) Sing this poem કાવ્ય૫ઠન યોગ્ય રાગ ઢાળ સાથે ગાન
– (B) કાવ્યના આઘારે ખાલી જગ્યાની પૂર્તિ
– Activity – 2 સંવાદોનું વાંચન તથા સંવાદ ભજવવા
– Activity – 3 (A) શ્રીમતિ દોરવાણીના ચિત્રોનો અભ્યાસ તથા ચિત્રો દોરો.
– (B) શ્રીમતિ દોરવાણી જેવા ચિત્રો દોરવા
– (C) શ્રીમતિ દોરવાણીની રોજિંદી પ્રવૃત્તિમાં Daily Regular કે Habit લખો.
– Activity – 4 (A) આપેલ ક્રિયાની Daily, Regular કે Habit સામે લખો.
– (B) Your Self વિશે દસ વાકયો લખો.
– Activity – 5 (A) કૂકૂ તથા કફ એકબીજાની નજીક રહે છે એકબીજા વિશેની વાર્તાનું કથન – વિદ્યાર્થીઓ દ્વારા શ્રવણ
– (B) રમત “Magic Cuckoo game” Help line મુજબ રમવી
– Activity – 6 “Shankar of Shiv એકમનું વાંચન
– (B) વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવો.
– (C) આપેલ વિઘાનો જેવા અર્થ વાળા વાકય વાર્તામાંથી શોઘે.
– Activity – 7 (A) ટેબલમાં ખાલી જગ્યા પૂરો.
– (B) સાચું વિઘાન શોઘી √ ની નિશાની કરો.
– Activity – 8 ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો.
– Activity – 9 (A) વાકયોનું વાંચન
– (B) રોજિંદી ક્રિયામાં યોગ્ય √ ની નિશાની કરો.
– (C) તમારી રોજિંદી ક્રિયા તમારા મિત્રને કહો.
– (D) નોટબુક બદલી તમારા મિત્રની રોજિંદી ક્રિયા વિશે કહો.
– Activity – 10 (A) આપેલી ક્રિયાઓને યોગ્ય ખાનામાં મૂકો.
– (B) ‘Recess time’ દરમ્યાન કોણ શું કરે છે તે ખાનામાં લખો.
– (C) ‘School Recess time’ વિશે લખો.
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Addition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ Activity – 1 (A) માં આપેલ Poem નું ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ ૫ઠન કરશે. Poem નું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. (B) કાવ્યના આઘારે આપેલ ખાલી જગ્યાની પૂર્તિ કરવા જણાવીશ. Activity – 2 માં આપેલ સંવાદોનું વાંચન કરાવીશ તથા તેને જૂથમાં ભજવવા જણાવીશ. શ્રીમતિ દોરવાણી ચિત્ર કલાકાર છે. તેમને રીતે ચિત્રો દોરેલા છે, તેનો અભ્યાસ કરાવીશ. (B) માં શ્રીમતિ દોરવાણી જેવા ચિત્રો દોરતાં શીખવીશ. Helpline મુજબ ચિત્રો દોરવાની રમત રમાડીશ. બે બે ની જોડીમાં વાકય બોલાવીશ. (C) શ્રીમતિ દોરવાણી વિશે આપેલ વાકયો વંચાવીશ. તેમણે કરેલી પ્રવૃત્તિમાં Daily Regular કે Habit લખવા જણાવીશ. Activity – 4 (A) માં આપેલ ક્રિયાઓની સામે જો તમે દરરોજ કરતાં હોય તેની સામે Daily નિયમિત કરતાં હોય તેની સામે Regular અને ટેવરૂપે કરતાં હોય તો Habit લખવા જણાવીશ. (B) માં Yourself વિશે દસ વાકયો લખવા જણાવીશ. તેનું વર્ગમાં વાંચન કરાવીશ. Activity – 5 (A) માં કૂકૂ તથા કકૂ એકબીજાની નજીક રહે છે. એકબીજા વિશેની વાતોનું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. (B) માં રમત ‘Magic Cuckoo game’ Helpline મુજબ રમાડીશ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન કરાવીશ. (B) માં એકમ (પાઠ) ના આઘારે આપેલ વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવવા કહીશ. (C) માં આપેલ વિઘાનો જેવા અર્થવાળા વાકય “Shankar of Shiv” વાર્તા માંથી શોઘાવી લખાવીશ. વિદ્યાર્થીઓ વિઘાન લખશે. વિદ્યાર્થીઓને Activity – 7 (A) માં આપેલ ટેબલમાં ખાલી જગ્યા પુરાવીશ. (B) માં આપેલ ત્રણ વિઘાનમાંથી સાચું વિઘાન શોઘાવી √ ની નિશાની કરાવીશ. Activity – 8 માં ખાલી જગ્યાની પૂર્તિ કરવા જણાવીશ. Activity – 9 (A) માં આપેલ વાકયોનું વાંચન કરાવીશ. (B) માં તમારી રોજિંદી ક્રિયાઓમાં યોગ્ય √ ની નિશાની કરવા જણાવીશ. (C) તમારા મિત્રને તમારી ક્રિયાઓ ટેબલના આઘારે કહેવા જણાવીશ. (D) માં તમારા મિત્રની એકબીજાની નોટ બુક બદલી તમારા મિત્રની રોજિંદી ક્રિયા વિશે કહેવા જણાવીશ. Activity – 10 (A) માં આપેલી ક્રિયાઓને Farmer, Gardener અને Tailor ના ખાનામાં મૂકવા જણાવીશ. (B) વિદ્યાર્થીઓના જૂથ બનાવી. ‘Recess time’ દરમ્યાન કોણ શું કરે છે તેની નીચે આપેલા શબ્દ સમૂહોનો ઉ૫યોગ કરાવી ખાનામાં લખાવીશ. (C) માં જૂથકાર્ય સોપીશ. “School Recess” વિશે લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ લેખનકાર્ય કરશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– Poem કંઠસ્થ કરવા જણાવીશ.
– My Self વિશે લખી લાવવા જણાવીશ.
– આપેલ વિઘાનો ખરા છે કે ખોટાં તે શોઘો.