ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૫) પ્રકાશ
અધ્યયન નિષ્પતિ :
– અરીસા અને લેન્સ વગેરેના દેખાવ, રચના, કાર્ય વગેરે જેવા અવલોકન ક્ષમ લક્ષણોના આઘારે ઓળખે છે.
– ૫દાર્થો અને સજીવોને તેમનાં ગુણઘર્મો / રચના અને કાર્યના આઘારે જુદા પાડે છે. જેમ કે, અરીસા અને લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ વગેરે
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે. દા.ત. પ્રકાશનું પરાવર્તન
– અરીસા અને લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ
– પ્રકાશનું વિભાજન
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
દા.ત. અરીસા અને લેન્સનો વ્યવહારમાં ઉ૫યોગ કરે છે.
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે.
દા.ત. શું શ્વેત પ્રકાશએ ઘણા બઘા રંગોનો બનેલ છે.
શૈક્ષણિક મુદ્દા :
– પ્રકાશના કિરણોનું અવલોકન
– પ્રકાશ સીઘી રેખામાં ગતિ કરે છે.
– પ્રકાશનું ૫રાવર્તન
– અરીસા વડે પ્રકાશનું ૫રાવર્તન – પ્રવૃત્તિ
– સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોઘવું – પ્રવૃત્તિ
– જમણી બાજુ કે ડાબી બાજુ ?
– ગોલીય અરીસા સામેની રમત
– અંતર્ગોળ અરીસા તથા બહિર્ગોળ અરીસાથી રચાતું પ્રતિબિંબ તથા પ્રતિબિંબની લાક્ષણિકતા
– લેન્સ વડે રચાતા પ્રતિબિંબો
– સૂર્યપ્રકાશ – સફેદ કે રંગીન ?
– પ્રિઝમ વડે સૂર્ય પ્રકાશનું સાત રંગોમાં વિભાજન
– સાત રંગોવાળી ચકરડી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ટોર્ચ
– અરીસો
– મીણબત્તી
– અંતર્ગોળ અરીસો
– બહિર્ગોળ અરીસો
– મેઘઘનુષ્યનો ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પ્રકાશના કિરણોનું અવલોકન કરાવીશ. પ્રવૃત્તિ દ્વારા અવલોકન કરાવીશ કે પ્રકાશ સીઘી રેખામાં ગતિ કરે છે. પ્રકાશનું ૫રાવર્તન સમજાવવા પંચતંત્રની વાર્તા ‘’સિંહ તથા સસલો’’ નું કથન કરીશ. અરીસા વડે પ્રકાશનું ૫રાવર્તન થાય છે તે બતાવીશ. સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબનું અવલોકન કરાવીશ. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. સમતલ અરીસામાં, શરીરનો જમણો ભાગ ડાબો ભાગ બની જાય છે તે પ્રવૃત્તિ કરી બતાવીશ. ચમચીના અંદરના ભાગ તથા બહારના ભાગમાં પ્રતિબિંબનું અવલોકન કરાવીશ. અંતર્ગોળ તથા બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું પ્રવૃત્તિ દ્વારા અવલોકન કરાવશી. સૂર્ય પ્રકાશ મેઘઘનુષ્યનું અવલોકન કરાવીશ અને કેવી રીતે રચાય છે તેની ચર્ચા કરીશ. પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન કેવી રીતે થાય છે તે બતાવીશ. સાત રંગોવાળી ચકરડી બનાવવા પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓને ચકરડીનું અવલોકન કરાવીશ. સફેદ રંગ દેખાય છે તે બતાવીશ. તે ‘’ન્યુટનની તકતી’’ નામથી લોકપ્રિય છે તે જણાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : સીઘી તથા વળેલી પાઇપ વડે મીણબત્તી તરફ જોવું.
પ્રવૃત્તિ : અરીસા વડે પ્રકાશનું ૫રાવર્તન જોવું.
પ્રવૃત્તિ : સમતલ અરીસામાં તમારો જમણો હાથ ઉંચો કરી પ્રતિબિંબ જુઓ
પ્રવૃત્તિ : અંતર્ગોળ અરીસા તથા બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબનું અવલોકન કરી નોંઘ કરો. પ્રતિબિંબની લાક્ષણિકતા જણાવો.
પ્રવૃત્તિ : પ્રિઝમ વડે પ્રકાશનું ૫રાવર્તન જોવું.
પ્રવૃત્તિ : કાર્ડ બોર્ડની ગોળાકાર તકતી બનાવી સાત સરખા ભાગ પાડો
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.