ધોરણ : 7 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(૬) ભૌતિક અને રાસાયણિક ફેરફારો
અધ્યયન નિષ્પતિ :
– પદાર્થો અને સજીવોને તેમની લાક્ષણિકતા / ગુણઘર્મોના આઘારે વર્ગીકૃત કરે છે. (ભૌતિક અને રાસાયણિક ફેરફાર)
– ઘટનાને કારણે સાથે જોડે છે.
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગું કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આપણી આસપાસ થતાં ફેરફારો – ફેરફારના બે પ્રકાર
(૧) ભૌતિક ફેરફાર
(ર) રાસાયણિક ફેરફાર
– લોખંડનું કટાવું
– સ્ફટિકીકરણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં થતાં ફેરફારો વિશે જણાવીશ. ચર્ચા પ્રશ્નોતરી કરીશ. ફેરફારોના પ્રકારો જણાવી ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર વિશે વિવિઘ પ્રવૃતિ તથા પ્રયોગ દ્વારા સમજાવીશ. રાસાયણિક પ્રક્રિયા પ્રયોગ દ્વારા સમજાવીશ. લોખંડના કટાવાથી પ્રક્રિયા કેવી રીતે થાય છે તે સમજાવીશ. ચર્ચા કરીશ. સ્ફટિકીકરણની પ્રક્રિયા સમજાવીશ. પ્રયોગ દ્વારા સમજાવીશ. વિદ્યાર્થીઓ અવલોકન કરી નોંઘશે.
પ્રવૃતિ / પ્રોજેકટ/ પ્રયોગ
પ્રવૃતિ : કાગળના ટુકડાઓ કરવા
પ્રયોગ : મેગ્નેશિયમની પટ્ટીને બાળવું
– ચૂનાના નીતર્યા પાણીમાંથી Co2 વાયુ પસાર કરવો.
– પ્રયોગ : લોખંડની પાણી સાથેની પ્રક્રિયા
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.