ધોરણ : 7 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(૧૭) જંગલો : આપણી જીવાદોરી
અધ્યયન નિષ્પતિ :
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોનો રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
દા.ત. જમીનની ચકાસણી અને માનવજત કરે છે.
– પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.
દા.ત. માટીનું ઘોવાણ અટકાવવા વૃક્ષો વાવે છે.
– કુદરતી સંશોઘનના અતિશય વ૫રાશના ૫રિણામો વિશે અન્યમાં સંવેદના જગાડે છે.
– જંગલોનું મહત્વ સમજી તેને બચાવે છે વગેરે…..
શૈક્ષણિક મુદ્દા :
– પ્રોફેસર અહેમદની વાત
– જંગલની એક મુલાકાત
– જંગલનું વાતાવરણ
– જંગલોનું મહત્વ
– જંગલી વૃક્ષોની ઉ૫યોગીતા
– જંગલી પેદાશો
– આહાર શૃંખલાની ચર્ચા
– આહાર જાળમાં વિવિઘ ૫રિબળોનું મહત્વ
– જંગલોમાં વનસ્પતિ, જમીન (ભૂમિ) અને વિઘટકોનો આંતરિક સબંઘ
– ઓક્સિજન અને કાર્બન ડાયોકસાઇડનું સંતુલન
– જંગલોમાં રહેતા લોકો વિશે
– જંગલો જમીનનું ઘોવાણ અટકાવે છે.
– જંગલોની જાળવણી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચિત્રો
– ચાર્ટસ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને પ્રોફેસર અહેમદની વાત કરીશ. જંગલની બાળકોની વાત કરીશ. સાથે સાથે જંગલના વાતાવરણની ચર્ચા કરીશ. જંગલના પ્રાણીઓ વિશે જણાવીશ. જંગલોનું મહત્વ સમજાવીશ. જંગલી વૃક્ષોની ઓળખ કરાવીશ યાદી બનાવડાવીશ. જંગલી વૃક્ષો આપણને કઇ રીતે ઉ૫યોગી છે તે બતાવીશ. જંગલની પેદાશો વિશે જણાવીશ. આહાર શૃંખલાની ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ. જંગલમાં વનસ્પતિ, જમીન (ભૂમિ) અને વિઘટકોના આંતરીક સબંઘની ચાર્ટ દ્વારા સમજ આપીશ. ઓક્સિજન અને કાર્બન ડાયોકસાડનું સંતુલન વિશે સમજાવીશ. જંગલમાં રહેતાં લોકોની રહેણી કરણી વિશે જણાવીશ. ચર્ચા કરીશ. જંગલો વરસાદ લાવે છે તથા જમીનનું ઘોવાણ કેવી રીતે અટકાવે છે તે ચર્ચા કરીશ. જંગલોની જાળવણી વિશે ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ. જંગલોનું મહત્વ સમજાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : જંગલોમાં જોવા મળતાં પ્રાણીઓની પ્રાણીપોથી બનાવો.
પ્રવૃત્તિ : જંગલી વૃક્ષોના ચિત્રો ચોંટાડી તેની ઉ૫યોગીતા લખો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના ૫શ્નોના ઉત્તરો લખવા જણાવીશ.