ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૧ર) હાઇસ્કુલમાં
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત – અ૫રિચિત ૫રિસ્થિતિમાં યોગ્ય હાવભાવ સાથે સાહજિકતાથી બોલે
– રમતો, પ્રવૃત્તિઓ, મુલાકાતો, ઇન્ટરવ્યુ અને પ્રોજેકટ કાર્ય દ્વારા સમજ કેળવે.
– વિશેષ વ્યક્તિ કે સંસ્થાની મુલાકાત દ્વારા મેળવેલી માહિતીનો વિવિઘ રીતે ઉ૫યોગ કરે.
– વ્યાવહારિક વ્યાકરણને સમજે અને ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન
– પાઠમાં આવતા અ૫રિચિત શબ્દોના અર્થ
– સત્યના પ્રયોગોની ચર્ચા કથન
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન કરાવીશ. પાઠમાં આવતા અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સત્યના પ્રયોગો આત્મકથા વિશે ચર્ચા કરીશ. પાઠની ચર્ચા કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.