ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(૭) જીવન પાથેય
અધ્યયન નિષ્પતિ :
૧.૧ વાર્તાઓ, સંવાદો, નાટકો, પ્રસંગો સાંભળે તથા મુખવાંચન – મૂકવાંચન કરે અને સમજે.
૨.૧ ૫રિચિત – અ૫રિચિત ૫રિસ્થિતિમાં યોગ્ય હાવભાવ સાથે સાહજિકતાથી બોલે.
૪.૪ શિક્ષકની મદદથી શબ્દકોશનો ઉ૫યોગ કરે.
૪.૬ સમાનાર્થી – વિરૂદ્ઘાર્થી શબ્દો, સંયોજકો, કાળ વિશેષણના પ્રકારો, વાકયો અને વાકયના પ્રકારો જેવા વ્યાવહારિક વ્યાકરણનો ઉ૫યોગ કરે.
૨.૯ સાંભળેલી કે વાંચેલી વિગતમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શવાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– વિષયવસ્તુની સમજ
– શબ્દો તથા રૂઢિપ્રયોગના અર્થ
– દિનચર્યાનું વર્ણન
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાંચન કરીશ. વિ.ઓ દ્વારા વારાફરતી પાઠનું વાંચન કરાવીશ. ચર્ચા તથા પ્રશ્નોતરી કરીશ. વિષયવસ્તુની સમજ આપીશ. શબ્દોના અર્થ તથા રૂઢિપ્રયોગના અર્થ સમજાવી લખાવીશ. વિદ્યાર્થીઓ સમક્ષ પોતાની દિનચર્યનું વર્ણન કરીશ. વિદ્યાર્થીઓને પોતાની દિનચર્યા વર્ણન કરવા જણાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.