ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(પ) રાનમાં (કાવ્ય)
અધ્યયન નિષ્પતિ :
૨.૨ કાવ્યગાન, ૫ઠન, મુખપાઠ અને કાવ્યપૂર્તિ કરે.
૩.૩ સંદેશાવ્યવહાર માટે અદ્યતન ટેકનોલોજીનો સહજ ઉ૫યોગ કરે.
૪.૨ સમાનાર્થી, વિરૂદ્ઘાર્થી શબ્દો, સંયોજકો, કાળ વિશેષણના પ્રકારો, ક્રિયા૫દના પ્રકારો વાકયો અને વાકય અને વાકયના પ્રકારો જેવા વ્યવહારિક વ્યાકરણનો ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્યનું આદર્શ૫ઠન
– વિદ્યાર્થીઓનું મૂક૫ઠન
– કાવ્યનું આદર્શ ગાન
– વિદ્યાર્થીઓનું સામુહિક તથા વ્યક્તિગત ગાન
– કાવ્યનો ભાવાર્થ
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– નવા શબ્દોના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું આદર્શ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ મૂક૫ઠન કરશે. કાવ્યનું ભાવવાહી ગાન કરીશ. વિદ્યાર્થીઓ સામુહિક તથા વ્યક્તિગત કાવ્યનું ગાન કરશે. કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરીશ. વિષયવસ્તુ સ્પષ્ટીકરણ માટે પ્રશ્નોતરી કરીશ. કાવ્યમાં આવતા નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
– કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.