ધોરણ : 7 વિષય : ગુજરાતી
પાઠ નું નામ:
(20) સુભાષિતો
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યો સાંભળે તથા મુખ વાંચન – મૂકવાંચન કરે અને સમજે.
– કાવ્યગાન, પઠન મુખ પઠન – મૂક પઠન અને કાવ્ય પૂર્તિ કરે.
– કહેવત, ગધ – પધ સુક્તિ, કાવ્ય પંક્તિ તથા વિચાર વિસ્તાર કરે.
– રેડિયો, ટીવી, સમાચાર પત્રો, સામયિકો, ફિલ્મો, ઓડિયો- વિડીયો ક્લિપ્સ, મેસેજ દ્વારા મેળવેલી માહિતીનો ઉપયોગ કરે.
– વ્યાવહારિક વ્યાકરણને સમજે અને ઉપયોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– સુભાષિતોનું આદર્શ પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક પઠન
– સુભાષિતોનું આદર્શ ગયાં
– વિદ્યાર્થીઑ દ્વારા સમૂહમાં તથા વ્યક્તિગત ગાન
– સુભાષિતોનો ભાવાર્થ
– નવા શબ્દોના અર્થ
– અન્ય સુભાષિતોનું ગાન
– સ્વાધ્યાય ચર્ચા – પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થી ઑ સમક્ષ સુભાષિતોનું આદર્શ પઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરવા જણાવીશ. સુભાષિતોના ભાવાર્થ સમજવીશ નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. અન્ય સુભાષિતો રજૂ કરવા જણાવીશ. સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સુભાષિતો કંઠસ્થ કરવા જણાવીશ
– અભ્યાસ તથા સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.