ધોરણ : 7 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૩) ભમીએ ગુજરાતે : દક્ષિણ ભણી
અધ્યયન નિષ્પતિ :
– રેલ્વે ટાઇમટેબલ, બિલ, રિસિપ્ટ, રેપર્સ જેવી જીવન ઉ૫યોગીી વિગતો વાંચે.
– ૫રિચિત અ૫રિચિત ૫રિસ્થિતિતમાં યોગ્ય હાવભાવ સાથે સાહજિકતાથી બોલે.
– સંદેશાવ્યવહાર માટે અદ્યતન ટેકનોલોજીનો સહજ ઉ૫યોગ કરે.
– સંસ્થાની મુલાકાત તથા પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા મેળવેલ માહિતીનો વિવિઘ રીતે ઉ૫યોગ કરે.
– વાંચેલી સામગ્રીમાંથી કાર્યકારણ સબંઘોને આઘારે વઘારે માહિતી મેળવવા શા માટે ? કેવી રીતે ?
જેવા પ્રશ્નો પૂછે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– પાઠનું વારાફરતી વાંચન
– પ્રવાસના નકશાનું વાંચન
– દક્ષિણના સ્થળોનું વર્ણન
– નવા શબ્દોના અર્થ
– સ્વાઘ્યાય ચર્ચા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ગુજરાતનો નકશો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વાંચન કરાવીશ. પાઠમાં આપેલા પ્રવાસના નકશાનું વાંચન કરાવીશ. દક્ષિણના સ્થળોનું વર્ણન કરીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.