ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૧૦) જનની
અધ્યયન નિષ્પતિ :
– વાર્તાઓ, કાવ્યો, વકતવ્યો, સંવાદો, નાટકો, પ્રસંગો સાંભળે તથા મુખવાચન – મૂકવાંચન કરે અને સમજે.
– કાવ્યગાન, ૫ઠન, મુખપાઠ અને કાવ્યપૂર્તિ કરે.
– આત્મવિશ્વાસ પૂર્વક પોતાના વિચારો અનુભવો તથા મંતવ્યો રજૂ કરે.
– વ્યાવહારિક વ્યાકરણને સમજે અને ઉ૫યોગ કરે.
– આશરે ૪૦૦૦ જેટલા શબ્દો જાણે.
– સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્યનું આદર્શ પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– શિક્ષકનું ભાવવાહી ગાન
– વિદ્યાર્થીઓનું સમુહમાં તથા વ્યક્તિગત ગાન
– કાવ્ય પંક્તિનો ભાવાર્થ
– નવા શબ્દોના અર્થ
– માતૃપ્રેમ વિશે ચર્ચા
– સ્વાઘ્યાય ચર્ચા
– પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓન સમક્ષ્ કાવ્યનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ મુક ૫ઠન કરશે. વિદ્યાર્થીઓ સમક્ષ યોગ્ય રાગ – ઢાળ સાથે ભાવવાહી ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. કાવ્યપંક્તિનો ભાવાર્થ સમજાવી નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. માતૃપ્રેમ વિશે જણાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.