ધોરણ : 7 વિષય: ગણિત
પાઠ નું નામ:
(8) રાશિઓની તુલના
અધ્યયન નિષ્પતિ :
– આપેલ રાશિઓ/ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે ચકાસે છે.
– ટકાનું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક માં તેમજ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકનો ટકા માં રૂપાંતર કરવા ના દાખલા ગણે છે
– નફા ખોટ ની ટકાવારી માં ગણતરી કરે છે અને સાદા વ્યાજ પરથી વ્યાજનો દર ગણે છે
શૈક્ષણિક મુદ્દા :
– રાશિઓની તુલના (સરખામણી)
– સમાન ગુણોત્તર
– ટકા ની સમજ
– ટકાવારી ની સંકલ્પના
– અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવવી
– દશાંશોનું ટકામાં રૂપાંતર
– ટકાનો અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર
– અંદાજિત કિંમત સાથે ગમ્મત
– ટકાનો ઉપયોગ
* ટકાનું અર્થઘટન, ટકાનું “કેટલા” માં રૂપાંતર ગુણોત્તરમાંથી ટકામાં વધારો અથવા ઘટાડો
– વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદી અને વેચાણ
– નફો કે ખોટ ટકા સ્વરૂપે
– વ્યવહારિક દાખલા
– સાદુ વ્યાજ અથવા ઉછીના પૈસા પર નો ચાર્જ
– એકથી વધુ વર્ષ માટે વ્યાજ
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીને ઉદાહરણ દ્વારા રાશિઓની તુલના કરતાં શીખવાડીશ રાશિ ની તુલના માટે એકમો સરખા હોવા જોઇએ તે સ્પષ્ટ કરીશ આપેલા ગુણોત્તર સમાન છે કે નહીં તે ચકાસતા શીખવીશ. વિદ્યાર્થીઓ તે ચકાસશે. વિદ્યાર્થીઓ ટકાની સમજ આપીશ વિવિધ ઉદાહરણ દ્વારા ટકાવારી ની સંકલ્પના સ્પષ્ટ કરીશ. ટકા શોધતા શીખવીશ અપૂર્ણાંક સંખ્યાઓને ટકામાં ફેરવતા શીખવીશ વિદ્યાર્થીઓ ટકામાં ફેરવશે દશાંશો ટકા માં રૂપાંતર કરતાં શિખવીશ. ટકાનો અપૂર્ણાંક અથવા દશાંશમાં રૂપાંતર કરતા શીખવીશ. વિદ્યાર્થીઓને રૂપાંતર કરવા આપીશ કોઇપણ ક્ષેત્રફળનો અંદાજિત ભાગ શોધવા માટે ટકા કેવી રીતે મદદરૂપ થાય છે તે બતાવીશ. ટકા ની વિવિધ જગ્યાએ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે તે વિવિધ ઉદાહરણ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓને તેને અનુરૂપ દાખલા ગણવા આપીશ. વસ્તુના ભાવ સાથે સંબંધ અથવા ખરીદ અને વેચાણ ની ઉદાહરણ સાથે સમજ આપીશ. નફો-ખોટ ટકા સ્વરૂપ કેવી રીતે શોધી શકાય તેની સમજ આપીશ. વ્યવહારિક દાખલા ગણતા શિખવાડી વિદ્યાર્થીઓને દાખલા ગણવા આપીશ વિદ્યાર્થી દાખલા ગણશે. સાદા વ્યાજ ની ગણતરી કરતા પહેલા મુદ્લ, વ્યાજ, વ્યાજમુદ્દલ ની સમજ આપીશ. સાદા વ્યાજ ની ગણતરી કરતાં શિખવીશ. વિદ્યાર્થીઓને દાખલા ગણવા આપીશ એકથી વધુ વર્ષ માટે વ્યાજની ગણતરી કેવી રીતે થાય તે ઉદાહરણ દ્વારા બતાવીશ વિદ્યાર્થીઓ દાખલા ગણશે.
મૂલ્યાંકન
– સ્વાધ્યાય 8.1
– સ્વાધ્યાય 8.2
– સ્વાધ્યાય 8.3