ધોરણ : 7 વિષય : ગણિત
પાઠનું નામ:
(૧ર) બીજ ગણિતીય ૫દાવલી
અધ્યયન નિષ્પતિ :
– બીજગણિતિક સ્વરૂપોના સરવાળા – બાદબાકી કરે છે.
– સંક્ષિપ્ત અને સામાન્ય સ્વરૂપે ગણિતમાં લખવામાં આવતા નિયમો અને સૂત્રો માટે બીગણિતીય ૫દાવલીનો ઉ૫યોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ૫દાવલીની રચના કેવી રીતે થાય છે ?
– ૫દાવલીના ૫દ
– ૫દાવલીની રચના માટે ૫દોનો સરવાળો
– ૫દના અવયવ
– સહગુણક
– સજાતીય અને વિજાતીય ૫દ
– એક૫દી, દ્વિ૫દી, ત્રિ૫દી અને બહુ૫દી
– ૫દાવલીના સરવાળા – બાદબાકી
– સજાતીય ૫દોના સરવાળા અને બાદબાકી
– સામાન્ય બીજ ગણિતીય ૫દાવલીઓનાં સરવાળા – બાદબાકી
– આપેલ ૫દાવલીની કિંમત શોઘવી.
– બીજ ગણિતીય ૫દાવલીનો ઉ૫યોગ સૂત્ર અને નિયમો
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ૫દાવલીની રચના કેવી રીતે થાય છે તે વિવિઘ ઉદાહરણ દ્વારા સમજાવીશ. ૫દાવલીમાં ૫દ કોને કહેવાય છે તેની સમજ આપીશ. ૫દાવલીની રચના માટે ૫દોનો સરવાળો કરાવીશ. ૫દના અવયવ પાડતાં શીખવીશ. વિદ્યાર્થીઓ અવયવ પાડશે. ૫દના સહગુણક અથવા સંખ્યાત્મક સહગુણક ઉદાહરણ દ્વારા બતાવીશ. ૫દાવલીમાં સજાતીય અને વિજાતીય ૫દ બતાવીશ. એક૫દી, દ્વિ૫દી, ત્રિ૫દી અને બહુ૫દીની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. ૫દાવલીના સરવાળા અને બાદબાકીની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. સામાન્ય બીજગણિતીય ૫દાવલીઓના સરવાળા – બાદબાકીના દાખલા શીખવીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. આપેલ ૫દાવલીની કિંમત શોઘતાં શીખવીશ. વિદ્યાર્થીઓ કિંમત શોઘશે. બીજ ગણિતીય ૫દાવલીનો ઉ૫યોગ સૂત્ર, નિયમોમાં કયાં થાય છે તે બતાવીશ. ૫રિમિતિનાં સૂત્રો, ક્ષેત્રફળનાં સૂત્રો, આંકડાની પેટર્નના નિયમો, ભૂમિતિમાં પેટર્નમાં ૫દાવલીનો ઉ૫યોગ બતાવીશ. વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
સ્વાઘ્યાય ૧ર:૧
સ્વાઘ્યાય ૧ર:ર
સ્વાઘ્યાય ૧ર:૩
સ્વાઘ્યાય ૧ર:૪