ધોરણ : 7 વિષય: ગણિત
પાઠનું નામ:
(૯) સંમેય સંખ્યાઓ
અધ્યયન નિષ્પતિ :
– સંમેય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ કરે છે.
– આપેલ સંમેય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવે છે.
– બે સંમેય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાના પૂર્વજ્ઞાનની ચકાસણી
– સંમેય સંખ્યાની આવશ્યકતા
– સંમેય સંખ્યા એટલે શું?
– અંશ અને છેદ
– સમાન સંમેય સંખ્યાઓ
– ઘન અને ઋણ સંમેય સંખ્યાઓ
– સંમેય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ
– પ્રમાણિત સ્વરૂપમાં સંમેય સંખ્યા
– સંમેય સંખ્યાની સરખામણી
– બે સંમેય સંખ્યાની વચ્ચે સંમેય સંખ્યાઓ
– સંમેય સંખ્યાઓ પરની ક્રિયાઓ
– સરવાળો
– બાદબાકી
– ગુણાકાર
– ભાગાકાર
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓના પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાના પૂર્વજ્ઞાનની ચકાસણી કરીશ. સંમેય સંખ્યાની આવશ્યકતા કેમ છે તે ઉદાહરણ દ્વારા બતાવીશ. સંમેય સંખ્યાની વ્યાખ્યા સ્પષ્ટ કરી સંમેય સંખ્યા કેવી રીતે દર્શાવાય તે બતાવીશ. સંમેચ સંખ્યાના અંશ અને છેદ વિશે સમજ ઉદાહરણ દ્વારા આપીશ. સમાન સંમેચ સંખ્યાઓ કેવી રીતે મળે છે તે ઉદાહરણ દ્વારા બતાવીશ. ઘન અને ઋણ સંમેય સંખ્યાઓનો ખ્યાલ આપીશ. સંમેય સંખ્યાનું સંખ્યારેખા પર નિરૂપણ કરતાં શીખવીશ. પ્રમાણિત સ્વરૂપમાં સંમેય સંખ્યાને ફેરવતાં શીખવીશ. બે સંમેય સંખ્યાની સરખામણી કરતાં ઉદાહરણ દ્વારા ખ્યાલ આપીશ. બે સંમેય સંખ્યાની વચ્ચે આવતી સંમેય સંખ્યાઓ મેળવતાં શીખવીશ. સંમેય સંખ્યાઓ પરની ક્રિયાઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકાર કરતાં શીખવીશ. વિવિધ ઉદાહરણ દ્વારા સમજ આપીશ. વિદ્યાર્થીઓને દૃઢિકરણ કરાવીશ. વધુ મહાવરો કરાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૯.૧
– સ્વાઘ્યાય ૯.ર