ધોરણ : 7 વિષય: ગણિત
પાઠનું નામ:
(૧૪) સંમિતિ
અધ્યયન નિષ્પતિ :
– નિયમિત બહુકોણ માટે રેખાઓની સંમિતિ શોઘી શકે છે અને દર્શાવી શકે છે.
– આપેલ આકૃતિમાં ૫રિભ્રમણિય અને રૈખિક સંમતિના ક્રમ (કક્ષા) શોઘે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સંમિતિ – એક ભૌમિતિક વિચાર
– સંમિતિનો ઉ૫યોગ
– સંમિતિ આકૃતિઓની રચના
– સંમિતિ આકૃતિઓ બનાવવાની પ્રવૃત્તિ
– નિયમિત બહુકોણ આકૃતિ માટે રેખાઓની સંમિતિ
– ૫રિભ્રમણિય સંમિતિ
– રૈખિક સંમિતિ અને ૫રિભ્રમણિય સંમિતિ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક સંમિતિની આકૃતિઓ
– અરીસો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સંમિતિ એક ભૌમિતિક વિચાર છે તે સમજાવીશ. સંમિતિનો ઉ૫યોગ કોણ કોણ કરે છે તે જણાવીશ. સંમિતિ આકૃતિઓની રચના કયાં કયાં જોબ મળશે તે બતાવીશ. સંમિતિ આકૃતિઓ બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. આકૃતિ ૧૪.૧ માં આપેલી આકૃતિઓનો અભ્યાસ કરાવીશ. નિયમિત બહુકોણ આકૃતિ માટે ત્રણ સંમિતિ રેખા, ચાર સંમિતિરેખા, પાંચ સંમિતિ રેખા, છ સંમિતિ રેખાના ઉદાહરણ દ્વારા સમજ આપીશ. રૈખિક સંમિતિને અરીસા દ્વારા બતાવીશ. ૫રિભ્રમણિય સંમિતિ ઘડિયાળના કાંટા દ્વારા કાગળની ફરકડી, ચોરસ દ્વારા સમજાવીશ. આપણી આસપાસ ૫રિભ્રમણિય સંમતિ ઘરાવતા આકારોની યાદી નોંઘાવીશ. કેટલાંક આકારો રૈખિક સંમિતિ અને ૫રિભ્રમણિય સંમિતિ ઘરાવે છે જેવા કે વર્તુળ, તેની સમજ આપીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : સંમિતિ દર્શાવતો ચિત્ર સંગ્રહ બનાવો.
પ્રવૃત્તિ : રંગીન શાહીના કેટલાક ડાઘા બનાવો.
પ્રવૃત્તિ : કાગળ કાપીને સંમિતિની રચના બનાવો.
પ્રવૃત્તિ : કાગળની ફરકડી બનાવો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાય ૧૪.૧
– સ્વાઘ્યાય ૧૪.ર
– સ્વાઘ્યાય ૧૪.૩