ધોરણ : 7 વિષય: અંગ્રેજી
પાઠ નું નામ:
– Unit – 4 Longer Sharper Bigger
અધ્યયન નિષ્પતિ :
– ઘટના કે પ્રસંગો કે ચિત્રોનું વર્ણન કરે.
– ચિત્રોનું વર્ણન કરે તેના આધારે પ્રશ્નોના ઉત્તરો આપે.
– સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે.
– વરથાઓ સાંભળે છે, ટૂંકમાં કહે છે.
– વ્યર્થને ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવે છે.
– અર્થ પૂર્ણ સંવાદ કરે.
– પરિચિત અને અપરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે.
– વસ્તુ, પ્રાણી, પક્ષી, વ્યક્તિઓના પોતાને ગમતા લક્ષણો, પસંદ, નાપસંદ, પોતાની લાગણીઓ સાથે કહે.
– ટેબલ, ગ્રાફ, નકશા, વાક્યોની માહિતી આઆ પ્રકારના બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
– માહિતી મેળવવા who, what, when, where, how many જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– આપેલ વિધાનોમાંથી અતાર્કિક વિગતો તારવે અને સુધારે
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 ચિત્રનું વર્ણન
– સૂચના મુજબ ક્રિયા કરો.
– Activity – 2 ચિત્રો જોઈ જોડીમાં સંવાદરૂપ વર્ણન
– Activity – 3 સૂર્યમંડલની માહિતીનો અભ્યાસ
– Activity – 4 વાર્તા કથન
– Story Reading
– ખરા – ખોટાં વિધાનો
– પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity – 5 રેખાંકિત શબ્દ નો અર્થ સામે ખરાં કરો.
– Activity – 6 સ્વપ્નિલ અને ગીતાંશ ના સંવાદનું વાંચન
– ચાર મિત્રોનાં વજન , ઊંચાઈ, જન્મ તારીખની નોંધ
– Activity – 7 પ્રાણીઓના ચિત્રની સરખામણી / તુલના
– Activity – 8 પ્રાણીયોની મહિતીઓની ગ્રાફ સ્વરૂપ રજૂઆત
– Activity – 9 Riddle નું વાંચન
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– શિક્ષક આવૃતિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને પાઠયપુસ્તકમાં આપેલ ચિત્રનું વર્ણન કરી સૂચનાઓ આપી તે પ્રમાણે અનુસરવા જણાવીશ. Room – A અને Room – B ના ચિત્ર બતાવી સંવાદ રૂપે વર્ણન કરાવીશ. વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરાવીશ. સૂર્યમંડળના ચિત્રનો અભ્યાસ કરાવીશ. આપેલ કોષ્ટકની માહિતીનું વાંચનકરાવીશ. તેના આધારે ખાલી જગ્યા પુરાવીશ. વિદ્યાર્થીઑ સમક્ષ વાર્તાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારા ફરતી વાંચન કરાવીશ અને ચર્ચા કરીશ. પાઠના આધારે વાકય સાચું છે કે ખોટું જણાવો. વાર્તાના આધારે વાકયોને યોગ્ય ક્રમમાં ગોઠવો. યોગ્ય વિકલ્પ સામે સાચાની નિશાની કરવા જણાવીશ. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેના સામે [] માં માર્ક કરવા જણાવીશ. સ્વપ્નીલ અને ગીતાંશના સંવાદોનું વાંચન કરીશું. વાંચન કરાવીશ. ચાર મિત્રોનાં વજન અને ઉંચાઇના માપ અનેજન્મતારીખ કોઠામાં નોંધાવી વાકયો બનાવી બોલાવીશ. કોષ્ટક અને સંવાદના આધારે ખાલી જગ્યા પુરાવીશ. પાઠયપુસ્તકમાં આપેલ પ્રાણીઓના ચિત્રોની સરખામણી / તુલના કરી બનાવવા જણાવીશ. પ્રાણીઓની માહિતી ગ્રાફ સ્વરૂપે રજૂ કરી છે તે વંચાવીશ. તેના આધારે આપેલ માહિતી પૂર્ણ કરાવીશ.તેના આધારે પ્રશ્નોના જવાબો લખવા જણાવીશ. Riddles નું વાંચન કરાવીશ. તેના સાચા જવાબ સામે ખરાંની નિશાની કરાવીશ. એક ઉખાણું બનાવવા જણાવીશ.
મૂલ્યાંકન
– નિબંધ લેખન કરવા જણાવીશ
– સૂર્યમંડળના ગ્રહો ના નામ જણાવીશ
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ
– સ્પેલિંગ તૈયાર કરવા જણાવીશ