ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠનું નામ:
– सुभाषितानि
અધ્યયન નિષ્પતિ :
– સરળ૫દો (સુભાષિતો,પ્રહેલિકા,ગીતો) સાંભળે, સમજે અને કહે.
– સરળ, ગેય સુભાષિતો અને ગીતોનું લયબદ્ધ પઠન કરે અને ગાન કરે.
– સાદા તથા જોડાક્ષરયુક્ત વાક્યોનું સસ્વર મુખવાચન કરે.
– સાદાં પદોનું શ્રુતલેખન કરે.
– સામાન્ય વાતચીતમાં ઉપયોગી વ્યાકરણ ના મુદ્દા જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– સુભાષિતોનું આદર્શ પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા પઠન
– સુભાષિતોમાં આવતા અપરિચિત શબ્દોની સમજ
– સુભાષિતોનું ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહગાન
– સુભાષિતોની સમજૂતી
– સુભાષિતોનું અનુલેખન
– સ્વાધ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ સુભાષિતોનું આદર્શ પઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા પઠન કરાવીશ. સુભાષિતોમાં આવતા અપરિચિત શબ્દોની સમજ આપીશ. વિદ્યાર્થીઓ સમક્ષ સુભાષિતોનું ગાન કરીશ. વિદ્યાર્થીઓને સમુહગાન કરાવીશ. સુભાષિતોમાંથી મળતાં ઉચ્ચાર વિચારો અને મૂલ્યોને સમજાવીશ. સુભાષિતોનું અનુલેખન કરાવીશ. સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.