ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠ નું નામ:
– समय
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત ૫રિસ્થિતિમાં સાદી સૂચનાઓ આદેશો અને પ્રશ્નો (कुत्र, कदा, किम, किमर्थम) સાંભળે છે, સમજે છે અને તે પ્રમાણે ક્રિયા કરે છે.
– ૧ થી ૫૦ સુઘીની સંખ્યા સાંભળે છે અને સમજે છે.
– ૧ થી ૫૦ સુઘીની સંખ્યા બોલે છે લખે છે.
– વર્ગખંડને લગતા દૈનિક વ્યવહારના સાદા પ્રશ્નોના જવાબ શકયત: સંસ્કૃતમાં આપે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ઘડિયાળ દ્વારા સમયની સમજ
– વિદ્યાર્થીઓ દ્વારા ઘડિયાળના સમયનું અવલોકન તથા કથન સવા, સાડા અને પોણા કલાક ૫રિચય
– વિદ્યાર્થીઓ વચ્ચે ૫રસ્પર પ્રશ્નોતરી
– સ્વાઘ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ઘડિયાળ
– ઘડિયાળના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ઘડિયાળ બતાવીશ. તેના દ્વારા સંસ્કૃતમાં સમય જણાવીશ. પાઠય પુસ્તકના ચિત્રો જોઇ સમય જણાવીશ. વિદ્યાર્થીને ઘડિયાળ બતાવી સમય માટે પ્રશ્નો પૂછીશ. વિદ્યાર્થીઓ જવાબ આપશે. અપૂર્ણ સમયમાં સવા, સાડા અને પોણા કલાકનો ૫રિચય કરાવીશ. વિદ્યાર્થીઓની બે બેની જોડી બનાવી ઘડિયાળ આપી સમય માટે પ્રશ્નોતરી કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.